સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રતિતી પ્રમાણ – શ્રી. શરદ શાહ

મીઠી નીંદર
સપન મનોહર
શબ્દ પ્રમાણ

ભોજ છબીલા
સોડમ અલબેલા
શબ્દ પ્રમાણ

શબ્દ પ્રમાણ
સૌ મન રજકણ
જૂઠ જમણ

લિમકા, કોક
ચિત્ર, સમજ ફોક
દ્રશ્ય પ્રમાણ

ફિલ્મ ચરિત્ર
સુંદર ચલચિત્ર
દ્રશ્ય પ્રમાણ

દ્રશ્ય પ્રમાણ
સૌ મન ભટકણ
ભૂત ભ્રમણ

રાગ ભોપાલી
સૂર તાલ ખયાલી
શ્રાવ્ય પ્રમાણ

કબીર વાણી
અનુભવથી જાણી
શ્રાવ્ય પ્રમાણ

શ્રાવ્ય પ્રમાણ
અતિ મન રંજક
દુઃખ ભંજક

માંહી નિરખ
વર્તમાન પરખ
તરસ છીપે
ફકત નીરખંદા
ફકત પરખંદા

પ્યાસ બુઝે છે
જનમ જનમની
ગુરુ નિશ્રામાં
જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ
ત્યાં પ્રતિતી પ્રમાણ.

2 responses to “પ્રતિતી પ્રમાણ – શ્રી. શરદ શાહ

 1. pragnaju નવેમ્બર 20, 2011 પર 10:24 એ એમ (am)

  સુંદર
  પ્યાસ બુઝે છે
  જનમ જનમની
  ગુરુ નિશ્રામાં
  જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ
  ત્યાં પ્રતિતી પ્રમાણ.

  ખૂબ સુંદર દર્શન

  પ્રમાણ અંગે વૈદિક દર્શન
  औपचारिक प्रमाण (Formal proof)
  गणितीय प्रमाण (Mathematical proof)
  सिद्धि सिद्धान्त (Proof theory), a branch of mathematical logic that represents proofs as formal mathematical objects
  तर्कपूर्ण कथन (Logical argument)
  कानूनी साक्ष्य (Evidence)
  પ્રત્યક્ષ પ્રમાણ આધારિત તર્ક
  પ્રવર્તન એ તર્કનું એ સ્વરૂપ છે, જેમાં સામાન્ય રીતે અથવા સ્પષ્ટરૂપે અગાઉનાં અવલોકનને આધારે બિન-અવલોકિત બાબતો વિશે સિદ્ધાંતો તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ સાધનનું અથવા સંબંધોના ગુણધર્મો વસ્તુઓ અથવા પ્રકારો સાથે અગાઉના અવલોકનો અથવા અનુભવોને આધારે સામાન્ય કથન અથવા વારંવાર થતી અસાધારણ ઘટનાઓના મર્યાદિત અવલોકનોને આધારે કાયદા તૈયાર કરવા માટે થાય છે.પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત તર્ક અને આનુમાનિક તર્ક વચ્ચેનો સૌથી પ્રબળ વિરોધાભાસ એ બાબતમાં છે કે, પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત તર્કનાં સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી મજબૂત કિસ્સામાં પણ પ્રતિજ્ઞા (પક્ષ)નું સત્ય નિષ્કર્ષની સત્યતાની બાંહેધરી નથી આપતું. પરંતુ તેને બદલે પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત દલીલનો નિષ્કર્ષ આંશિક રીતે સંભાવનાને અનુસરે છે. સાંબંધિક રીતે પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત દલીલના નિષ્કર્ષમાં પ્રતિજ્ઞા (પક્ષ)માં હોય તેનાં કરતાં વધુ માહિતી ધરાવે છે. આમ તર્કની આ પદ્ધતિમાં જ્ઞાનનું વિસ્તરણ થઈ શકે છે.
  પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત તર્કનું ઉત્તમ ઉદાહરણ અનુભવી ડેવિડ હ્યુમ પાસેથી મળે છેઃ
  પ્રતિજ્ઞા (પક્ષ): હમણાં સુધી દરરોજ સવારે સૂર્ય પૂર્વમાંથી ઉગ્યો છે.
  નિષ્કર્ષ: સૂર્ય આવતીકાલે પણ પૂર્વમાંથી ઉગશે.

 2. pragnaju નવેમ્બર 20, 2011 પર 5:07 પી એમ(pm)

  થોડું વધુ
  વૃત્તિઓ પાંચ છેઃ ૧) પ્રમાણ ૨) વિપર્યય ૩) વિકલ્પ ૪) નિદ્રા અને ૫) સ્મૃતિ.
  પ્રમાણ અથવા પ્રમાણવૃત્તિના ત્રણ ભેદ છેઃ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ.
  ૧) પ્રત્યક્ષ પ્રમાણ : આ જગતમાં મન, બુદ્ધિ ને ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા પદાર્થો છે, તેમનું ઇન્દ્રિયો ને અંતઃકરણ સાથે સંબંધ થવાથી જે ભ્રાંતિ કે શંકા વિનાનું જ્ઞાન થાય છે, તેને પ્રત્યક્ષ અનુભવવાળી પ્રમાણવૃત્તિ કહેવામાં આવે છે.
  ૨) અનુમાન પ્રમાણ : કોઇ પ્રત્યક્ષ વસ્તુને જોઇને અથવા કોઇ પ્રત્યક્ષ વસ્તુની મદદથી બીજા અપ્રત્યક્ષ કે પરોક્ષ પદાર્થના સ્વરૂપનું જ્ઞાન થાય છે, તેને અનુમાનવાળી પ્રમાણવૃત્તિ કહેવામાં આવે છે. જેવી રીતે ધુમાડો જોઇને અગ્નિનું જ્ઞાન થવું કે ફોરમ પરથી ક્યાંક ફૂલ હશે તેમ લાગવું.
  ૩) આગમ પ્રમાણ : શાસ્ત્ર, સંત કે મહાપુરુષના વચનને આગમ કહેવામાં આવે છે. મનુષ્યના અંતઃકરણને ઇન્દ્રિયોથી પરના પદાર્થો જે અનુમાનથી પણ નક્કી થઇ શક્તા નથી, તેમનું જ્ઞાન શાસ્ત્ર કે મહાપુરુષોના વચનથી થઇ શકે છે. તેને આગમ પ્રમાણ કહેવામાં આવે છે.
  આ ત્રણે પ્રમાણના ક્લિષ્ટ ને અક્લિષ્ટ કે સારા-નરસા બે ભેદ છે.
  ૧) જે પ્રત્યક્ષ દર્શનથી સંસારના પદાર્થોની અનિત્યતાનો નિશ્ચય થાય અથવા તે દુઃખદાયક છે એવું જ્ઞાન થાય, ને પરિણામે સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય, જે ચિત્તની વૃત્તિઓને રોકવામાં મદદ કરે, ને યોગની સાધનામાં શ્રદ્ધા તેમજ ઉત્સાહનો સંચાર કરે, તેનાથી થનારી પ્રમાણવૃત્તિ અક્લિષ્ટ અથવા સારી છે. તેથી ઊલટું, જે પ્રત્યક્ષ દર્શનથી સંસારના પદાર્થ નિત્ય ને સુખમય છે એમ લાગે, સંસારમાં આસક્તિ જાગે, ને પરિણામે જે પતનકારક થાય, તેનાથી થનારી પ્રમાણવૃત્તિને ક્લિષ્ટ કે ક્લેશવાળી કહેવામાં આવે છે.
  ૨) જે અનુમાનોથી સંસારની અનિત્યતા, દુઃખરૂપતા ને સંસારના દોષોનું જ્ઞાન થઇ સંસારમાં વૈરાગ્યબુદ્ધિ થાય, સાધનામાં શ્રદ્ધા વધે ને આત્મજ્ઞાનને મેળવવમાં મદદ મળે, તે અનુમાનવૃત્તિ અક્લિષ્ટ અથવા સારી કહેવાય ને તેથી ઊલટી વૃત્તિ ક્લિષ્ટ છે એમ કહી શકાય.
  ૩) જે આગમ પ્રમાણથી ભોગોમાં વૈરાગ્ય થાય ને સાધના માટે શ્રદ્ધા ને ઉત્સાહ વધે, તથા આત્મકલ્યાણની ઇચ્છા જાગે, તે અક્લિષ્ટ આગમવૃત્તિ કહેવાય, ને તેથી વિરુદ્ધની વૃત્તિ ક્લિષ્ટ કહેવાય.
  0૮. કોઇ વસ્તુના મૂળ સ્વરૂપને ના સમજી તેને બીજી જ વસ્તુ સમજી લેવી, તેવું મિથ્યા જ્ઞાન વિપર્યય કહેવાય છે. અથવા તે વસ્તુના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ના હોય તેવું મિથ્યા જ્ઞાન વિપર્યય કહેવાય છે.
  તેવી વૃત્તિ પણ જો ભોગો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરનારી ને સાધનામાં પ્રેમ જગાડનારી હોય તો અક્લિષ્ટ, અને એમ ન હોય તો ક્લિષ્ટ કહેવાય છે.
  વાસ્તવમાં જેનું અસ્તિત્વ જ ના હોય તેવા પદાર્થની કેવલ શબ્દના આધાર પર કલ્પના કરવાવાળી જે ચિત્તની વૃત્તિ, તે વિકલ્પવૃત્તિ કહેવાય છે. અથવા જે જ્ઞાન શબ્દજનિત જ્ઞાનની સાથેસાથે થાય, પરન્તુ વસ્તુતઃ જેનો વિષય ના હોય, તે વિકલ્પ કહેવાય છે. તે પણ જો સાધનામાં પ્રેમ ને શ્રદ્ધા ઉત્પન્ન કરનારી ને ભોગો પ્રત્યે વૈરાગ્યબુદ્ધિ જગાવનારી હોય તો અક્લિષ્ટ, અને એમ ન હોય તો ક્લિષ્ટ કહેવાય છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: