સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મસ્તી અને ગુલાલ – શ્રી. શરદ શાહ

      મને બહુ જ ગમતીલા, માનનીય શાયર શ્રી. જવાહર બક્ષીનો – મારા જીવનમંત્ર જેવો – શેર…..
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. 
     કલ્યાણમિત્ર શ્રી. શરદ શાહને જણાવ્યો; અને એમનામાં પ્રચ્છન્ન રહેલી સર્જકશક્તિએ પ્રતિ-શેર બનાવી; ટેબલ ટેનિસની રમતની જેમ સામો બીજો શેર મોકલી દીધો…
હસ્તી મટી ગઈ તો,  વિરાટ થઈ ગઈ;
ઘેરાવ જો ગયો તો, આકાશ થઈ ગયો.
      માશાલ્લા, શરદભાઈ, ચાલો આમ શેર- ટેનિસ રમતા રહીએ. ગુલાલ, મસ્તી, વિરક્તિ, હસ્તી, મુક્તિની રમત રમતા રહીએ.
      એવી જ એક રમતની અદભૂત ગઝલ – બીજા એવા જ એક ગમતીલા શાયર, શ્રી. કૃષ્ણ દવેની ..
મારી પાસે ઢગલો રેતી,
તારી પાસે ખોબો જળ,

ચાલને રમીએ પળ બે પળ.

6 responses to “મસ્તી અને ગુલાલ – શ્રી. શરદ શાહ

 1. સુરેશ જાની નવેમ્બર 22, 2011 પર 7:57 એ એમ (am)

  આ ગમતીલો શેર જેમાં વાપર્યો હતો, તે એક સ્તુતિનું રસદર્શન યાદ આવી ગયું.

  https://gadyasoor.wordpress.com/2008/08/20/anandmayi_1/

 2. pragnaju નવેમ્બર 22, 2011 પર 10:12 એ એમ (am)

  ગમતીલી પંક્તીઓ
  આંખ ભીની ના થવાની શરતે રડવાનું કહ્યું,
  કોઈ પણ કાનૂનમાં આવી સજા ક્યારે હતી.

  રમતાં રમતાં મેં ગુજારી છે ખલીલ આ જિન્દગી,
  મારી કોરી આંખમાં ભીની વ્યથા કયારે હતી.

 3. Sharad Shah નવેમ્બર 23, 2011 પર 2:20 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ.
  આ શેર ટેનિસ રમવાનુ કહો છો પણ રમશું કેમ?
  લ્યો સાંભળો……

  તારી પાસે ઢગલો ગમ
  મારી પાસે ખાલી ખમ.
  કેમ રમીશું દમ બે દમ……

  તૂં રહેવાસી અમેરિકાનો, ને મારું સરનામુ ભારત
  કેમ રમીશું દમ બે દમ……

  થોડી ઉઘડે મારી મતિ, થોડી ઉઘડે તારી પણ
  હું અહીંથી મેઈલ મોકલું, તું સામેથી લખ કાંઈપણ.
  આજ અચાનક વીજ વંઠીતી, ક્યારે આવે કેમ ખબર?
  કેમ રમીશું દમ બે દમ……

  રમતાં પહેલાં ચાલ તને હું આપી દઊં થોડી સમજણ
  વીજળી કદીક રુઠી જવાની,ત્યારે બેટરી કામ આવે પણ
  જાત આપણી ભૂલી જવાની, રેવું ઈન્ટર-નેટ હરદમ.
  કેમ રમીશું દમ બે દમ……

  શરદ.

 4. munira જાન્યુઆરી 8, 2012 પર 10:02 પી એમ(pm)

  મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ
  ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો

  khub saras!

  sir,

  if i can learn something from you. read my creations on http://www.inkandi.com
  your comments will be encouraging .

 5. facebook covers સપ્ટેમ્બર 25, 2012 પર 10:42 પી એમ(pm)

  Interesting post. I have read it many time. Thanks for sharing this informative post..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: