સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મુક્ત ગગનપંખી

  • ‘જોનાથન લિવિન્ગ્સ્ટન સીગલ’  મારું પ્રિય પુસ્તક છે.
  • અને ‘कौन बनेगा करोडपति’’ એક માત્ર ગમતીલી ટીવી સિરિયલ.

કેવું વિચિત્ર મિશ્રણ છે, નહીં વારુ?!

ચાલો ત્યારે, આ મિશ્રણને બ્લોગસ્થ કરવાનું કારણ બતાવું.

     ૨૦૧૧ ની કેબીસી શ્રેણીમાં લગભગ છેવટના ભાગમાં; અને હું ભૂલતો ન હોઉં તો, એક કરોડ જીતી ગયેલા બિહારી બેન્ક મેનેજરને પાંચ કરોડના ઈનામ માટે પૂછાયેલો પ્રશ્ન હતો.

      ‘કયું યાયાવર પક્ષી, એવરેસ્ટની પણ ઉપર ઊડાણ કરીને શિયાળામાં ભારત આવે છે?’

     અમને કોઈને આ સવાલનો જવાબ આવડતો ન હતો; અને તે બિહારી સજજનને પણ નહીં. તેમની કોઈ લાઈફ લાઈન સાબૂત પણ ન હતી. આથી તેમણે રમત છોડી દીધી અને એક કરોડના ઈનામથી સંતોષ માન્યો.

    અને એબીએ સાચો જવાબ જણાવ્યો…..

બાર હેડેડ હંજ (ગૂઝ)

    ૨૯,૦૦૦ ફૂટથી વધારે ઊંચાઈએ ઊડીને પૃથ્વીના સ્વર્ગ સમાન ભારતમાં શિયાળો વિતાવવા આવતા આ પક્ષી માટે મને આકર્ષણ તો થયું જ. પણ સાથે સાથે જોનાથન સીગલનું , ગમતીલું, કાલ્પનિક પક્ષી યાદ આવી ગયું.

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું
યાયાવર ગાન છીએ આપણે

સમંદરને પાર જેના સરનામાં હોય
એવા વણજાણ્યાં નામ છીએ આપણે

–    ધ્રુવ ભટ્ટ

      બસ ઊંચે ને ઊંચે, વધારે ને વધારે ઊડવાની પ્યાસ. એક જ લગન – સપન ભોમકાથીય આગળ ને આગળ.. ઊડ્યા જ કરવાનું … એને ભૂખ કે તરસ કશું રોકી ન શકે.  બસ ઊડ્યા જ કરવાનું.

     અને બસ. કોઈ અવલોકન નહીં!

Advertisements

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s