સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આતાવાણી

      અહીં ‘ મિત્રો મળ્યા’ શ્રેણીમાં જેમનો પરિચય કરાવ્યો હતો; તે ૯૦ વર્ષના બુઝુર્ગ મિત્ર શ્રી. હિમ્મતલાલ જોશીએ ( આતા ) ગુજરાતી બ્લોગ જગતમાં અભુતપૂર્વ સીમાચિહન અંકિત કર્યું છે. આ ઉમ્મરે પોતાનો બ્લોગ શરૂ કરીને.

આ રહ્યો તેમનો બ્લોગ ….

આ  તા  વા  ણી

( તેમના બ્લોગ પર જવા અહીં ‘ક્લિક’ કરો.)

      સૌ વાચક મિત્રોને ઈજન છે- આ બુઝુર્ગ યુવાનને વધાવી લેવા, પોરસાવવા. એ ન ભૂલાય કે ફિનિક્સ, એરિઝોનામાં આ જણ જિંદાદિલીથી એકલો રહે છે, આ ઉમ્મરે ક્રૂઝની મજા માણી શકે છે, ગુજરાતીમાં સરસ ટાઈપ કરી શકે છે, હવે બ્લોગ પર પણ  શ્રી ગણેશ કર્યા છે…. અને ઘણું બધું.

 બ્લોગ જગતમાં સ્વાગત છે – હિમ્મત બાપા .

     અહીં હું તેમને આ નામે આવકારું છું – આતાને નામે નહીં; કારણકે, મારા બાપુજીનું બીજું, ઘરનું નામ હિમ્મતલાલ હતું. ‘આતા’ મારા પિતા સમાન છે.

Comments are closed.

%d bloggers like this: