સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સૈડકાગાંઠ – એક અવલોકન

      બાથરૂમમાં ગયા પછી, પહેલું કામ – નાડાની ગાંઠ છોડવાનું! અને બસ અહીંથી જ અટકું! આગળની વાત અહીં કરવાની નથી.

    કારણ એ કે, કલાક પહેલાં બનેલી ઘટનામાં એ સૈડકાગાંઠ હતી; અને છોડતાં ખોટો છેડો ખેંચાઈ ગયો હતો.આગળની પ્રક્રિયાની ઉતાવળમાં વળી એ છેડો વધારે ખેંચાઈ ગયો.

    અને જે થઈ છે!

    વાત એ પછી શું થયું, અને એ સમસ્યાનો શો ઉકેલ લાવવામાં આવ્યો, તે નથી. એ તો જાણે પતાવી દીધું મારા ભાઈ!

વાત સૈડકાગાંઠની છે.

     સમસ્યા ઉકલી ગયા પછી, અવલોકનો આદતવશ શરૂ થઈ ગયા. સૈડકાગાંઠ કોને કહેવાય, એ શોધવા લેક્સિકોનનો સહારો લીધો; અને આટલી માહિતી મળી.

લેક્સિકોન પર – ગુજરાતીમાંથી ગુજરાતીમાં

લેક્સિકોન પર – ગુજરાતીમાંથી અંગ્રેજીમાં

પણ આ ઉત્પાતિયો જીવ. એમને એમ તો શેં બેસી રહે? ગુગલ મહારાજને કામ સોંપ્યું. અને એમણે પણ હાથ હેઠા કરી દીધા!

ગુગલ મહારાજના હાથ ઊંચા – સૈડકાગાંઠ માટે

પછી એમ વિચાર્યું કે અંગ્રેજીમાં તપાસ કરું.

અને લો! આખું ગાંઠ શાસ્ત્ર ટપ્પાક ટપકી આવ્યું!

અનેક જાતની, અનેક જાતના ઉપયોગો માટે ગાંઠો બાંધવાની એનિમેટૅડ રીત સાથે.

સૈડકાગાંઠને લગભગ મળતી આવતી શુ-લેસ ગાંઠ.

અને એને બાંધવાની રીત આ રહી.

………

   અને હવે અવલોકન કાળ…

   પશ્ચિમી જગતની વિદ્યાવ્યાસંગિતાને સો સલામ. આપણે એમની ભોગવિલાસીતાને/ શોષણવૃત્તિને બહુ વગોવ્યે રાખી છે. પણ એ લક્ષ્મીદાસો પહેલાં તો સરસ્વતીપૂજકો છે.

     જાહેર જનતા માટે ઈન્ટરનેટનો ઉપયોગ બહુ બહુ તો વીસ વર્ષથી શરૂ થયો છે.  અને આટલા ટૂંકા ગાળામાં એનો વ્યાપ કેટલો બધો વધી ગયો? આ કિસ્સામાં તો મને તરત ઉકેલ મળી ગયો. પણ ન મળ્યો હોત તો સવાલ પૂછવાની પણ સવલત- અને એય આ અમદાવાદીને મનભાવતી સાવ મફત! ચોવીસ કલાકમાં કોઈક સેવાભાવી તજજ્ઞ એનો જવાબ તમને શોધી આપે જ- ગમે તે શાસ્ત્રનો સવાલ ભલે ને હોય.

   લો! એનો દાખલો આ રહ્યો – કાનખજુરા કોલોની

ટોપા ઉતારવા માટે ચાલો પહેલાં ટોપા પહેરી લઈએ !

     સમજ્યા મારા ભાઈ! આ બધી ભોગવાદી સંસ્કૃતિની માયા. એ સઘળી માયા તો જંતુઓ માટે. આ બધી ખીણમાંની ગડમથલો શેં? આપણે તો પરમધામમાં મોક્ષ સાધનારા – અનંત, આંતર યાત્રાના પ્રવાસી. ઉન્નત આકાશમાં મ્હાલનારા !  જેટલા વધારે ઊંડા ઉતરો એટલા વધારે ફસાઓ. વધારે ને વધારે ગાંઠો પડતી જાય. કશી મોહમાયા જ ન હોય તો ગાંઠો જ ન હોય. દિગંબરને સૈડકાગાંઠ જ ન હોય ! અને આમ જ આખો સમાજ પલાયનવાદી બનતો જ રહ્યો, બનતો જ રહ્યો.

અને ત્રીજી વાત. અને બહુ કામની વાત.

જીવનમાં આમ તો બધું સમેસૂતર ચાલતું હોય. પણ ક્યારેક તો ગાંઠ પડે, પડે ને પડે જ.

આ અવલોકનકારે હમણાં જ બનેલી આ મોંકાણની પેટ છૂટી વાત કરી નાંખી.

પણ તમે જ કહો! સૈડકાગાંઠની આ મોંકાણ કોને વેઠવી પડી નથી?

ગાંઠ પડે, તેનો ઉકેલ લાવવો જ પડે. ગાંઠ ઉકેલાય તો ઉકેલીને. નહીં તો કાપીને! સિકંદરે તલવારથી કાપી હતી., આપણે કાતર ચલાવવી પડે.

  • ગાંઠને પકડીને બેસી ન રહેવાય! 
  • આપણી ક્ષમતા બહારની વાત હોય તો કોઈક તજજ્ઞનો/ ગુરુનો સહારો લેવો પડે.

અને એનીય ગાંઠ પડી શકે હોં!

Advertisements

One response to “સૈડકાગાંઠ – એક અવલોકન

  1. chaman જુલાઇ 13, 2017 પર 10:32 એ એમ (am)

    આ ગાંઠપુરાણે તો મને વાંચનની સૈડકાગાંઠ એવી તે બાંધી કે બધા કામ પડતા મેલી, આ પુરાણને પુરું કરવું પડ્યું; સમયની બૂમા-બૂમો વચ્ચે!! અને પડદા પાછળથી અવાજ પણ સાંભળવા મળ્યો કે ‘આ વાસણો ક્યારે પૂરા કરશો?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: