જાતજાતનાં દષ્ટિભ્રમ ભેગાં કરેલાં છે, તેવી એક વેબ સાઈટ કલ્યાણમિત્ર શ્રી. કનક રાવળે બતાવી. બહુ ગમી ગઈ, અને હોબી બ્લોગ પર ચઢાવી દીધી.
પણ વિચારો કર્યા કરવાનોય એક હોબી હોય છે. એ વળગણ મનેય છે. રાતે પ્રેક્ષાધ્યાનમાં મન ન જ ચોંટ્યું. આ દષ્ટિભ્રમ જ તરવરતાં રહ્યાં. એમાંય વાંકી જણાતી લીટીઓનો, નીચે દર્શાવેલો ભ્રમ તો પીછો જ ન છોડે. બધી લીટીઓ સીધી, છતાં કેમ વાંકી જ દેખાય? !

એટલે….
या निशा सर्व भूताणां ..
વાળી થઈ ગઈ છે! સંયમી ન હોવા છતાં, મનને એમ મનાવી, પથારી છોડી, આ લખાણ લખવા મજબૂર બન્યો છું!
આવી જ એક બીજી ભ્રમણા હાસ્ય દરબાર પર મૂકી હતી.

ત્યારથી આ વિચારનું બીજ રોપાઈ ચૂક્યું હતું.
આપણે જે સાંભળીએ તે જ માત્ર નહીં; જે જોઈએ, તે પણ એક ભ્રમ હોઈ શકે છે. એમ જ જે વિચારીએ, તે પણ માન્યતાઓની ભૂતાવળનો પરિપાક હોઈ શકે છે.
તો સાચું શું?
સત્યના પ્રકારો વિશે શ્રીમતિ રેખાબેન સિંધલે વિચારો વ્યક્ત કર્યા હતા; ત્યાં પણ સરસ ચર્ચા જામી પડી હતી.
સત્ય સાપેક્ષ જ હોઈ શકે, તેવી ગાંઠ મનમાં મજબૂત બની હતી.
‘ ગદ્યસૂર’ની તવારિખ ઉથલાવતાં ત્રણ જૂના સંદર્ભ પણ મળી આવ્યા.
સમ્મોહન
ટેબલ લેમ્પ
જેલ લેગ – મારી પહેલી વાર્તા.
આટલા બધા સત્ય કે ભ્રમને લગતા વિચારો. અને છતાં ફરી એ જ ગડમથલ…..
બસ આ જ વાત આજે કરવાની છે.
દૃષ્યો… દૃષ્યો…દૃષ્યો…
વિચારો… વિચારો… વિચારો…
ભ્રમણાઓ… ભ્રમણાઓ… ભ્રમણાઓ…
આનાથી કોઈ મુક્તિ જ નહીં?
પ્રેક્ષાધ્યાન કરતાં કરતાં ઊઠ્યો છું!
શરીરના સ્તર પર અનુભવાતી સંવેદનાઓ પર કેન્દ્રિત થતું ધ્યાન; એ હાલની ઘડીનું સત્ય છે.’ – એમ વિપશ્યના શાસ્ત્ર કહે છે.
એને નિહાળતા રહો,
અને આ બધાંથી મુક્તિના રસ્તે આગળ ધપતા રહો.
બોધી જાગો.
કરૂણા જાગો.
કણકણમાં સો સ્પંદન જાગો.
ક્યારે એ પરમ મુક્તિ અનુભવાશે?
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ