સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સાબુ પર સાબુ, ભાગ – ૪ ; એક અવલોકન

ભાગ-૧ ઃ ભાગ -૨  : ભાગ – ૩

એ ત્રણ ભાગ કરતાં આ સાવ જુદું જ અવલોકન છે.

સ્ટોરમાં ફરતાં સાબુઓની થપ્પી પર નજર કેન્દ્રિત થઈ, અને એક વિચાર સ્ફૂર્યો. ત્યાં તો ફોટો પડી શકે તેમ ન હતું; આથી ઘેર આવી, ઘરના સ્ટોરમાંથી કાઢીને આ ફોટો પાડ્યો –

ત્રણ સાબુની થપ્પી

આ ચિત્ર જુઓ. ઉપરા ઉપરી ત્રણ સાબુ મૂકેલા છે.

અથવા એમ દેખાય છે!

જે દેખાય છે; તે સાબુ નથી. રેપર છે. અંદર સાબુ હોય કે ન પણ હોય!

————–

આપણી નજર સામે માણસ દેખાય છે.

એ માણસ હોય કે ન પણ હોય! 
મોટા ભાગે આપણે રેપર – મહોરાં જ જોતાં હોઈએ છીએ.

અને આપણે ખુદ પણ રેપર જ – અનેક મહોરાં જ.

     બીજી રીતે કહીએ તો,  આપણે બાહ્ય દેખાવ પરથી જ અનુમાન બાંધી લેવા ટેવાયેલા હોઈએ છીએ. મૂળ તત્વ ક્યાં સહેલાઈથી જોઈ શકાતું હોય છે?

Comments are closed.

%d bloggers like this: