સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શેરડીનો સાંઠો – એક અવલોકન

     હમણાં બજારમાંથી શેરડીનો સાંઠો લાવ્યા છીએ. એ ખવાશે ત્યારે ખવાશે; પણ ઓલ્યો ચિમ્પાન્ઝી યાદ આવી ગયો.  ઝૂમાં જતાં ત્યારે ચિમ્પાન્ઝીના પાંજરામાં એને શેરડીના સાંઠાની લિજ્જત માણતો જોવો એ લ્હાવો હતો. છેક વાનર અવસ્થામાંથી શેરડીનો સાંઠો  પ્રિય રહ્યો છે. અને અમને પણ. 

      એને શેરડી તરીકે મૂળ રૂપમાં, દાંત વડે ચીરી ચીરીને ચૂસ્યો છે. હાથે ચલાવાતા સંચામાં કે ઇલેક્ટ્રિક મૉટર વડે કાઢેલો એનો રસ પણ બરફ સાથે માણ્યો છે. શીરા જેવા લસલસતા ગોળ જેવો પણ એને જોયો છે; અને ગોળના સ્વરૂપે પણ ખાધો છે. ગોળ અને ખાંડની અધવચની ખાંડસરીના રૂપે , ખાંડના રૂપે, કે એના અતિ શુદ્ધ  સાકર રૂપે પણ એની મીઠાશ માણી છે. અને ખાંડના પણ કેટકેટલાં રૂપ? મોરસ જેવો પાવડર, પતાસું, સાકરનો હારડો, અને વિલાયતી ચાના પર્યાય તરીકે રૂપકડો નાનકડો ઘન ટૂકડો. અને બુડ્ઢીના બાલ?

     અને ઓલ્યો જાડા વાંસની ઉપર ચોંટાડેલો, મન લોભાવતો, જાડો, રંગબેરંગી નાગ? રસ્તા પર એને વેચનારો વાંસની સળી  પર  એના જાતજાતના આકાર હાથે બનાવી એક બે પૈસામાં વેચતો જોયો છે. પણ એને ખાવાની અમારી પર મનાઈ હતી. એની બનાવેલી સાયકલ  હાથમાં પકડી, ખાતાં પહેલાં જોયા જ કરવી ; એ ઝંખના કદી ન સંતોષાઈ. એ જ રૂપમાં નિશાળની પાછળ આવેલા ગોળીના કારખાનામાં કારીગરોને એના જાડા, પાડા કણેકને મસળતો પણ જોયો છે.

     મૂળ તો શેરડી જ . પણ એનાં જાતજાતનાં રૂપ. અને શેરડીમાંથી બનેલ હોય, કે બીટ કે બીજા કોઈ ફળમાંથી બનેલ હોય કે મધમાખીએ ફૂલોને ચૂસી ચૂસીને બનાવેલ મધ હોય.

કોઈ પણ રૂપ ન હોય? મીઠાશ તો એની એ જ. જીવનને સભર કરી દેતો, પાયાનો ગુણ.

———————

      કે પછી સરસ મજાનો મિત્ર હોય કે, મનને ગમતી કોઈ વ્યક્તિનો સહવાસ હોય, કે ચિત્તને જકડી લે તેવી વાર્તાના કે ગીતના પ્રવાહમાં તણાતા હોઈએ/ ઢોલીના તાલે નર્તનમાં ઝૂમતા હોઈએ. અથવા મનગમતા હોબીમાં ડૂબી ગયા હોઈએ.

એ પણ શેરડીનો સાંઠો!

 અને આ મનભાવન કવિતા યાદ આવી ગઈ-

નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે
તાલ આપનારો ઢોલી જો મળે. 
                –  એવું ના બને? એવુંયે બને. 

લો! એ કવિતાને શેરડીના સાંઠાની જેમ ચૂસો!

Advertisements

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: