સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

‘ઉંઝાજોડણી’ એટલે શાસ્ત્રીય(વૈજ્ઞાનીક) જોડણી – ૧ , મારો પ્રતિભાવ

ગુજરાતમીત્ર’, દૈનીકસુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી એમની(શનીવાર તા. 24ડીસેમ્બર, 2૦11ની) લોકપ્રીય કટાર રમણભ્રમણ’ માં, પ્રસીદ્ધ થયેલો આદરણીય બુઝુર્ગ શ્રી. રમણ પાઠકનો ઉપરોક્ત લેખ ………

શ્રી. ગોવીંદ મારૂના બ્લોગ ‘અભીવ્યક્તી’ પર તા, ૫, જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ પુનઃ પ્રસિદ્ધ થયો હતો.

શ્રી.  રમણ પાઠકનો પરિચય વાંચવા અહીં ‘ક્લિક’ કરો..

શરૂઆતના શબ્દો …..

       “જ્ઞાની પુરુષને સત્ય સમજાવવું, એ સરળ કાર્ય છે. એ જ રીતે સમ્પુર્ણ જ્ઞાનીને સત્ય સમજાવી શકાય. પરન્તુ જે અર્ધદગ્ધ છે, તેને સત્ય સમજાવવું અત્યન્ત દુષ્કર છે.”

ભર્તૃહરી

        ગુજરાતી લેખનક્ષેત્રે ‘ઉંઝાજોડણી’ બાબતમાં ખરેખર ભર્તૃહરીના આ સુભાષીત જેવું જ બન્યું છે. ગુજરાતના જે સાક્ષરો ઉંઝાજોડણીનો વીરોધ કરે છે, તેઓને કયા વર્ગમાં મુકી શકાય, એ તેઓ સીવાયના સમજદાર કે વીચારશીલ શીક્ષીતોને તો સહેજે ખ્યાલ આવી શકે.

‘સાક્ષરા: વીપરીતા:’  

–એવો ખેલ ગુજરાતી લેખનક્ષેત્રે જામ્યો છે. આ પ્રશ્ન જ, અર્થાત્ ‘ઉંઝા– જોડણી’ એ મુળભુત રીતે તો વીજ્ઞાનનો, ભાષાવીજ્ઞાનનો પ્રશ્ન છે. તદનુસાર, સમજી લો અથવા તો સ્પષ્ટત: સમજાય છે કે સવાલ લેખન–પદ્ધતી (રીતી)નો છે, જેને ભાષા–પદાર્થ કે એના સૌંદર્ય–ગરીમા સાથે કોઈ જ સમ્બન્ધ નથી.

આખો લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

તેની ઉપર મેં આપેલો પ્રતિભાવ અહીં રજુ કરું છું. ( મામુલી ફેરફારો સાથે ) ………

—————————————————-

             આ અગાઉ બીજી ઘણી જગ્યાઓએ આ બાબત ચર્ચામાં સક્રીય ભાગ લીધો છે. અહીં ચર્ચામાં કોઈ અશિષ્ઠ તત્વ આવેલું ન જોઈ હરખ થાય છે. આથી આવી ચર્ચાઓમાં ભાગ ન લેવાના નિર્ણયને બાજુએ મુકીને, મારા વિચાર રજુ કરું છું –
———————————-
ગુજરાતી કે બીજી કોઈ પણ ભાષાના સંદર્ભે વ્યક્તિઓના ચાર પાસાં હોય છે-

વિચારની ભાષા
બોલવાની ભાષા
વાંચવાની ભાષા
લખવાની ભાષા

      આમાં પહેલા ત્રણમાં જોડણી કે વ્યાકરણનું ખાસ મહત્વ નથી. મોટા ભાગે, ગમે તેટલી ભૂલો હોય તો પણ, ખાસ તકલીફ  વગર અભિવ્યક્તિ સમજાઈ જતી હોય છે. લખનારે જ સાવચેતી રાખવાની હોય છે – અર્થ બરાબર સમજાય તેની ચિવટ માટે.

      અને આ વર્ગ સૌથી નાનો છે. કદાચ કૂલ ગુજરાતી વસ્તીના ૦.૧. % ટકા હશે. (વિશ્વભરના ૬ કરોડ ગુજરાતીઓ ગણો તો ૬૦,૦૦૦ –  કદાચ તેથી પણ કમ )

       માત્ર આટલી નાની વસ્તી માટે પણ ભાષા શુદ્ધિનો આગ્રહ સરાહનીય છે – જરૂરી નથી. એ માટે અત્યાર સુધી પ્રચાર નહીં કરવાની ગુજરાતી ભાષા પરિશદની નીતિ બદલાઈ છે – વિકી, બ્લોગ જગત વિગેરેને સન્માન આપતા થયા છે – એ આવકાર્ય બદલાવ છે. પણ.. એ માટેનો આગ્રહ મારી નજરે કદાચ ઓછો જરૂરી છે.

     નોંધ કરજો – મારા પોતાના વિચાર આ બાબત આમૂલ બદલાયા છે!
—————————————-
માનનીય દિપકભાઈની વાત ‘ સમૃદ્ધ પ્રજાની રાંક ભાષા’  બહુ જ ગમી. અહીં જણાવવાનો મારો મૂળ મુદ્દો આ જ છે .

     ભાષા શુદ્ધિના આવા આગ્રહો બાજુએ મૂકીને ગુજરાતીતાને સન્માનનીય બનાવવાનું; અને ‘આપણી ભાષાનું ગૌરવ’ સામાન્ય માણસ’ માં પેદા થાય એ જોવાનું વધારે જરૂરી સમજું છું.       ગુજરાતમાં રહેનાર અને ગુજરાતી માટે જીવ બાળનાર દરેક જણ છાતી હાથ મૂકીને કહી શકે તેમ છે ? – કે, તેના કુટુમ્બનાં બાળકો અંગ્રેજી નહીં પણ ગુજરાતી માધ્યમમાં જ હવેથી ભણશે?  અને આમ ન થવા માટે હું કોઈને દોષ દેતો નથી. સમાજ જે દિશામાં જઈ રહ્યો હોય; તે કુદરતી પ્રક્રિયા છે. અંગ્રેજી માટેનો સામાન્ય માણસનો મોહ સાવ સ્વાભાવિક છે જ. ગુજરાતી પ્રેમી પણ આમાંથી બાકાત ન જ રહી શકે.

      પણ ભાષાનું ગૌરવ વધારવા અનેક દિશાઓમાં પ્રયત્નો જરૂરી સમજું છું. ભાષા શુદ્ધિના આગ્રહો માટે થતો પ્રયત્ન પંડિતો વચ્ચેની સાઠમારીના સ્તરથી આગળ કે ઊંચે આવે એ જળકુસુમવત વાત છે. લીપી સુધારના પ્રયત્નો તો એથી પણ વધારે અર્થહીન છે. બીજી બે બાબત છે , જે આ ૨૧મી સદીમાં નેટના માધ્યમના કારણે જરૂરી બની છે; પણ તે તરફ કોઈનું લક્ષ્ય ગયું જ નથી. સાહિત્ય પરિષદ પણ એ બાબત સાવ ઉદાસીન છે.

      જો આ બધી વ્યક્તિઓ નવી દિશાઓમાં કાર્યરત થશે, તો કશુંક નક્કર કામ થશે. નહીં તો ખાલી ‘વાણી વિલાસ’ જ થશે; ડ્રોઈંગ રૂમ ચર્ચાઓ થશે; સાઠમારીઓ જ થશે.

   ગુજરાત ગરીમા મંચ – ‘ ગુગમ’ – નો વિચાર ફરીથી દોહરાવવા મન થાય છે –

https://gadyasoor.wordpress.com/2010/03/05/googam/

       અને જુઓ તો ખરા.. ત્યાંય બહુ જ ચર્ચાઓ થઈ – ૧૦૩ કોમેન્ટ !! પણ દોઢ વરસ પૂરું થયું – સરવાળે સરવૈયું … શૂન્ય !!

      છેલ્લે … નક્કર કામ ભેખ અને બલિદાનોથી થાય છે – વાતોનાં વડાંથી નહીં .

———————–

      જો આ બાબત અંગે તમારે કાંઈ કહેવાનું હોય તો , તે શ્રી ગોવીંદભાઈના બ્લોગ પર જણાવવા વિનંતી છે. 

Comments are closed.

%d bloggers like this: