સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરિકન જુસ્સો – શ્રી. દીપક ધોળકિયાનો ઈમેલ

અમેરીકન જુસ્સો ભાગ -6 : આફ્રીકન ગુલામો

     આ લેખ ફરીથી પ્રસિદ્ધ કર્યો અને શ્રી. દીપક ધોળકિયાનો સરસ મજાનો અને વિચારતા કરી મૂકે તેવો ઈમેલ મળ્યો. તેમાં રહેલા સત્યને પ્રકાશિત કરવાની મને જરૂર લાગી; આથી તેને અહીં અક્ષરશઃ રજૂ કરું છું.

—————————

પરમ સ્નેહી શ્રી સુરેશભાઈ.

      સૌથી પહેલાં તો ચિ. જયભાઈને અભિનંદન. એમનો બ્લૉગ પણ જોયો અને ત્યાં કૉમેન્ટ પણ લખી છે.
      આમ તો આ શ્રેણીના બધા જ લેખ વાંચ્યા પણ જૂના લેખો છે અને કૉમેન્ટની જગ્યા ન મળી એટલે ‘લાઇક’ કરીને મૂકી દીધું. ખાસ કરીને તમે જે લખ્યું છે ને કે જે કઈં અત્યાચારો થયા તેને અમેરિકામાં છુપાવવાના પ્રયત્નો ન થયા. આ વાંચ્યા પછી પણ તમને ન લખું તે ન ચાલે.આ ખરી પ્રામાણિકતા છે. અને એ જ અમેરિકાની મૂળ ખાસિયત છે.
     હું અમેરિકાની આંતરરાષ્ટ્રીય  નીતિઓનો અને મૂડીવાદનો, અમેરિકાની કૉર્પોરેટોક્રસીનો વિરોધી રહ્યો છું, પરંતુ એ તો અમેરિકી સરકારની વાત છે, અમેરિકી જનતા તો બસ, આડો આંક. તમે જે અમાનવીય અત્યાચારોનું આ લેખમાં વિવરણ આપ્યું છે તે કાળજું કંપાવી દે એવું છે. પણ આ મુદ્દા પર સિવિલ વૉર થાય (૧૮૬૦ના અરસામાં  કે નહી?) અને માત્ર ૧૫૦ વર્ષમાં એ જનતા શ્યામવર્ણી નેતાને દેશનો રાષ્ટ્રપતિ બનાવે એ અમેરિકામાં જ બને.
     આપણે ત્યાં તો એક વર્ગે શોષણને જન્મસિદ્ધ અધિકાર માની લીધો છે અને એના બચાવ માટે બધાં કરતૂતો કરતા રહ્યા છીએ.  જે દેશની બહુમતી વસ્તી શોષણનો શિકાર બનતી હોય એ દેશ કદી પણ સા્ચા અર્થમાં પ્રગતિ ન કરી શકે.
     ગાંધી ટોપિયા વેબસાઇટ પર હું લખતો હોઉં છું એના કારણે કેટલાક અમેરિકનો સાથે સંપર્ક થયો છે એ બધા એવા ગાંધી ભક્ત છે કે આપણા દેશમાં તો જોવા જ ન મળે. એમાં એક ભાઈ ક્રિસ (Christopher Wroth)  તો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત અમલમાં મૂકવા પ્રયત્ન કરતા હતા! હવે એમને ખાલી વાતોમાં મઝા નથી આવતી એટલે આ વેબસાઇટ પર લખતા નથી પણ ઓચિંતા જ એમણે મને લખ્યું ઃ એ મારી બાબતમાં વિચારતા હતા! આવા પારદર્શક માણસો આપણે ત્યાં દુર્લભ!
કુશળ હશો.
દીપક

————————-
     અગિયાર વર્ષ અમેરિકામાં રહ્યા પછી; અહીંના સમાજ અને જીવનને ઘણી નજીકથી જોયા બાદ; અને ઈતિહાસ વાંચનના મારા શોખના આધારે કરેલા થોડાંક અભ્યાસના આધારથી મને એમ લાગે છે કે, અમેરિકાનું સત્વ અને જુસ્સો ભારતમાં સમજાય; અને તેનું અંશતઃ પણ અમલીકરણ થાય, તો ભારતીય જણની અદ્વિતીય ખુમારી ઝળકી ઊઠે.
દિપક ભાઈની વાતમાં
મને સાચી ગાંધીગીરી જણાઈ છે. 
   ભારતનો ભૂતકાળ ભવ્ય હતો; તેને માટે ભારતમાં જન્મેલ દરેક જણ ગૌરવ અનુભવે; તેની સાથે જો અમેરિકન જુસ્સો  અને દિપક ભાઈએ જે વાત કહી છે તે- પાયાની પ્રામાણિકતા –  પણ અપનાવે તો …
       ગાંધીજી અને વિવેકાનંદનું ભારત જગત ગુરૂ થઈ શકે; તેવી ક્ષમતા તેનામાં છે – એ મારો વિશ્વાસ ફલાયમાન થશે , થશે ને થશે જ. 
    અને આ ભાવને પ્રસારવા આ લેખ વાચકોના અમૂલ્ય મંતવ્યો માટે ખુલ્લો મૂકું છું.

5 responses to “અમેરિકન જુસ્સો – શ્રી. દીપક ધોળકિયાનો ઈમેલ

  1. dhavalrajgeera જાન્યુઆરી 12, 2012 પર 6:59 પી એમ(pm)

    Bapuji and Swamiji has kept all people of the world and specially those who live and give others the insight how to keep Bharat lead the nations as the team player..
    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org

  2. સુરેશ જાન્યુઆરી 13, 2012 પર 9:30 એ એમ (am)

    From email of Shri Himatlal Joshi – Aataa
    —————
    સુરેશભાઈ
    અમેરિકામાં આવ્યા પછી અમેરિકનની સારી વાતો આપણા લોકો નથી અપનાવી શક્યા. ખટપટ અમેરિકાનો માટે ધોળિયા શબ્દ વાપરે છે .ભારતનો ગમેતે જાતિનો,કે ધર્મનો હોય પણ
    અમુક પ્રકારની ખરાબી સરખીજ હોય છે .
    મારો ભત્રીજો વિક્રમ ,અને મારો પોત્ર જોનાથનની માતા અમેરિકન છે .બંનેની માતાઓ વૈદિક સંસ્કૃતિ થી રંગાએલી છે . એના પુત્રો માં ભારતીય સંસ્કૃતિની સારી છાપ પાડી છે .પણ આપણા દેશી ભાઈઓએ એવો કડવો અનુભવ કરાવ્યો કે એ લોકોને દેશી લોકો પ્રત્યે નફરત થવા લાગી .
    હું વધારે નહિ લખું પણ થોડુંકતો લખવુંજ પડશે . આપ્રસંગે
    એક વખત દેશી ભાઈઓએ પાર્કમાં પાર્ટી રાખેલી એમાં હરીફાઈ પણ છોકરાંઓ વચ્ચે રાખેલી .વિક્રમ અને એવા ત્રણ ચાર છોકરાઓને કે જેઓ ઊંચા હતા .તેઓને લાઈન તરિકે દસ દસ આપવાનું કહીને ઉભા રાખ્યા .નાના છોકરાં દોડતાં દોડતાં આવીને લઈનપાસે આવીને ઉભારહેવાનું . હર્ફાઈ પૂરી થઇ એટલે વિક્રમ વગેરે લાઈનમાં ઉભા રહેલા છોકરાઓ દસ રૂપિયા માગવા ગયા ,તો જવાબમાં જે આગળ પડતો માણસ હતો એ શરૂઆતમાં ઠી ઠી કરતો હસ્યો અને બોલ્યો .મેં જે તમને દસ રૂપિયા આપવાનું કીધેલું ,એને તમે સાચું માની લીધેલું ?એવું બોલી મશ્કરી નાં રૂપમાં ખુબ હસ્યો.
    જોનાથનની માં અગમ્ય કારણો સર છુટ્ટા છેડા લીધા .અને બીજા લગ્ન એવા યુવક સાથે કર્યાં કે જે ભારતીય સંસ્કૃતિથી રંગએલો હતો .જોનાથનની મા જોનાથાનના બાપથી છૂટી થએલી .એના કારણોની લાંબી ચર્ચા નથી કરતો .છૂટી હોવા છતાં એ મનથી છૂટી થઇ નોતી શકી . અમુક પ્રકારના સંજોગોવશાત જોનાથાનને દત્તક તરીકે આપી દેવો પડેલો . કોર્ટમાં સાડાત્રણ વરસની ઉમરના જોનાથનને જજે પુછ્યું તું હવે તારી મા જેને પરણી છે એનો દીકરો છે .હવે તારા જુના બાપનું લાસ્ટ નેઈમ જોશી રાખવું છેકે નવા બાપનું લાસ્ટ નેઈમ રાખવું છે .? જોનાથન બોલ્યો મારે મારા ખરા બાપનું લાસ્ટ નેઈમ જોઈએ છીએ . નવો બાપ જેના હાથ નીચે નોકરી કરતો હતો .એ જોશી હતો .આ જોશી પોતે કૈક છે એવું બતાવવા બહુ રુવાબ કરતો નવોબાપ બહુ સહનશીલ માણસ હતો .એના નમ્ર પણાનો લાભ લઇ બહુ અમલદારી ભોગવતો .જોનાથનની મા જોશીની હેરાનગતિની વાત કરતી હતી ત્યારે મેં કીધું .ભારતમાં બધા સ્ટેતોમાં જોશી હોય છે ત્યારે તે બોલી એ તમારા જેવોજ જોશી હતો .હવે જોનાથને પોતાની અટક બદલી નાખી છે.
    कृपा भई भगवंत्की आये अमेरिका देश
    तीनो अवगुण ना गए खटपट निंदा द्वेष વાળ કપાવીને બોડકા થયા , પાવડર ચોપડીને ધોળકા થયા .હોઠ રંગીને રાતડા થયા , તોય ઇન્ડીયાનને ઇન્ડિયન રહ્યા .

  3. gujaratisampradayo જાન્યુઆરી 13, 2012 પર 1:05 પી એમ(pm)

    અમેરિકામાં આવ્યા પછી અમેરિકનની સારી વાતો આપણા લોકો નથી અપનાવી શક્યા. ખટપટ અમેરિકાનો માટે ધોળિયા શબ્દ વાપરે છે ………….

    This type of people don’t mix with local culture.Most of them work for Indian businesses and hang around at religious places doing rituals and watch Indian shows and never try to learn any thing.

  4. GUJARATPLUS જાન્યુઆરી 13, 2012 પર 1:24 પી એમ(pm)

    Gujarat needs general knowledge sources like Wikipedia,Wikimedia,Wikibooks in Gujarati to educate it’s people.Hindi media is well ahead than Gujarati Media.

    We need more English translators than bloggers!

    http://en.wikipedia.org/wiki/History_of_the_United_States

  5. Chirag જાન્યુઆરી 14, 2012 પર 7:55 એ એમ (am)

    ખુમારીની ખામી, દમ્ભનો દમ અને અહોભાવની બીમારી જો ભારતીય જણ છોડી શકે તો પછી બીજુ કઈ કરવાનુ રહેતુ નથી. બાકી બધા પ્રશ્નોના ઉકેલ આમાથી જ મળી આવશે.