સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરીકા – પ્રશ્નોત્તરી -1

   અહીં અમેરીકા અંગે વાચકોના પ્રશ્નોના ઉત્તર જુની પેઢીના પ્રતીનીધી સુ. ( સુરેશ જાની – 65 વર્ષ ) અને નવી પેઢીના પ્રતીનીધી ચી. ( ચીરાગ પટેલ – 32 વર્ષ ) આપશે.

     વાચકોને નીમંત્રણ છે કે ગુજરાતી, હીન્દી કે અંગ્રેજી – કોઈ પણ ભાષામાં અમને પ્રશ્નો મોકલી શકે છે. અઠવાડીયે એક વાર તેના ઉત્તર આ જ રીતે, ગુજરાતીમાં આપવામાં આવશે.

પ્ર: – ત્યાં ભણવા ગયેલાં આપણાં બાળકો શું કામ અહીયા પાછા નથી આવતા?

 • સુ – પરદેશમાં જીવનધોરણનું ઉચ્ચ સ્તર, વ્ય્વસાયમાં આગળ વધવાની ઘણી તકો, અને સામાન્ય જીવનમાં નહીંવત્ ભ્રષ્ટાચાર.
 • ચી – અહીં આવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સારું જીવનધોરણ મેળવવું એ હોય છે. અને એકવાર એક બીબામાં ઢળાયા બાદ (જે લગભગ હાડમારી વગરનું છે) એમાંથી નીકળવાની ઈચ્છા નથી થતી.

પ્ર: – ત્યાં ગયેલા લોકો અહીયાંનાં લોકો સાથે વાત કરવામાં શું કામ સંકુચીત થઈ જાય છે?

 • સુ – છેક એમ તો નથી. પણ પરદેશમાં લોકોને વ્યવસાયમાં સખત કામ કરવું પડતું હોય છે. ઘરકામ પણ બધું જાતે જ કરવું પડતું હોય છે. શની – રવીવારે પણ કામના ઢગલા ચઢી ગયેલા હોય છે. આથી તેમને સમય ઓછો મળે તે સમજી શકશો.
  દેશમાં આવે ત્યારે થોડા ટુંકા સમયમાં ઘણાં બધાં કામ આટોપવાના હોય છે, ઘણા બધા મીત્રો અને સગાંઓને મળવું હોય છે. આથી ત્યારે પણ સમયની સખત ખેંચ હોય છે.
 • ચી – અહીંની સમાજરચનામાં ઢળાયા બાદ સ્વ-લક્ષી વર્તણુંક અને સમયનો અભાવ.

પ્ર: – શું એ લોકોને ડર હોય છે કે સગાંઓ ત્યાં આવવાની જીદ કરશે?

 • સુ – પહેલાં એવું હતું. હવે તો ઈમીગ્રેશનના કાયદા એટલા સખત થઈ ગયા છે કે, અડીને નજીકના સગાંને પણ વસાહતી તરીકે પરવાનગી મળતાં વાર લાગે છે. વળી એ પણ હકીકત છે કે, પોતાનું જ માંડ પુરું થતું હોય ત્યાં બીજાનો ખર્ચો ઉપાડી ન શકાય. અમુક અંશે પરદેશમાં રહેતા દેશી લોકો ઘણા દ્રવ્ય લક્ષી બની જતા હોય છે . એટલે તો આપણે અમેરીકાને ડોલરીયા દેશ તરીકે ઓળખીએ છીએ.
 • ચી – સગાંઓ માટે ફાઈલ તો બધાં જ કરે છે, અને વહેલામોડાં તેઓ આવી પણ શકે છે. તકલીફ છે નવા આવનારને સેટ થવાની. આજથી 25-30 વર્ષ પહેલાં આવેલાંઓ કરતાં 10-15 વર્ષમાં આવેલાંઓ સગાંઓનું વધુ સારું સ્વાગત કરે છે.
Advertisements

3 responses to “અમેરીકા – પ્રશ્નોત્તરી -1

 1. Dipak Dholakia જાન્યુઆરી 20, 2012 પર 2:55 એ એમ (am)

  મારા બે પ્રશ્ન છેઃ
  ૧.અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો (પહેલી પેઢી, બીજી પેઢી અને ક્દાચ ત્રીજી પેઢી પણ). ભારતને યાદ કરે એ તો સમજાય, પરંમ્તુ ત્યાં જુદા જુદા પ્રદેશોમાંથી આવેલા ભારતીયો વચ્ચેના સંબંધો કેવા છે?
  ૨. ભારતીય લોકો અને શ્વેત, કે અશ્વેત અને કલર્ડ પ્રજા વચ્ચે સંબંધો કેવા છે?

 2. Chirag જાન્યુઆરી 20, 2012 પર 6:23 એ એમ (am)

  @દિપક્ભાઈ,
  મારા જવાબ:
  1) આફ્રીકા કે ગયાના/ત્રીનીદાદથી આવેલા ભારતીયો માટે ભારત એમની ભુમી નથી રહી. એ લોકો એમના નવા વતનને ચાહે છે અને ત્યાંની જ યાદ દીલમા રાખે છે.
  2) બીજી પ્રજા ભારતીયો પ્રત્યે માન, ઇર્ષ્યા અને પરાણે રાખવો પડતો સમ્પર્ક એમ બધી રીતનુ વલણ ધરાવે છે. ભારતીય લોકો શ્વેત પ્રત્યે અહોભાવ, અશ્વેત પ્રત્યે તીરસ્કાર અને પીળી પ્રજા પ્રત્યે સમાંતર અંતરનું વલણ ધરાવે છે. અપવાદ જો કે દરેક સમ્બંધમા હોય છે, પણ મોટેભાગે મારો અનુભવ આગળ લખ્યા મુજબનો છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: