ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
પ્ર- શું અમેરીકામાં શરુઆતથી આવેલા કેથોલીક લોકોમાં આવી કુટુમ્બભાવના વધારે હોય છે? એ લોકો બાળ ઉછેરમાં વધુ ધ્યાન આપતા હોય છે? કુટુમ્બોએ ગોઠવેલાં લગ્નો વધારે થાય છે?
સુ- કેથોલીક લોકોમાં એમ હોય છે, કે કેમ તેની મને ખબર નથી. પણ ગ્રામ વીસ્તારોમાં કુટુમ્બ ભાવના વધુ જળવાયેલી જોવા મળે છે. વળી મેક્સીકન, અમેરીકન આફ્રીકન વી. જેવા આર્થીક રીતે નીચલા થરના લોકોમાં પણ આવી ભાવના વીશેષ જોવા મળે છે. પણ ક્યાંય લગ્નો કુટુમ્બો દ્વારા નક્કી થતા હોય તેવું હું નથી માનતો.
ચી – અમીશ લોકોમાં કુટુમ્બ દ્વારા ગોઠવેલાં લગ્નો હોય છે. મોટેભાગે તો વયસ્ક લોકો જાતે જ ડેટીંગ કરીને નક્કી કરતાં હોય છે.
સામાન્ય અમેરીકન કુટુમ્બ બાળઉછેર બાબતે ઘણું સજાગ હોય છે. આપણે એમની તોલે ના આવીએ. જો કે એ લોકો બાળકોને 6 મહીનાના થાય એટલે અલગ સુવાડતાં થઈ જાય છે એ મને નથી ગમતું. કોઈ પ્રાણીનું બચ્ચું પગભર ના થાય ત્યાં સુધી માની હુંફમાં જ સુતું હોય છે. એ કુદરતી ગોઠવણ છે. અમેરીકન દમ્પતી આ સગવડ મોટેભાગે પોતાની સેક્સલાઈફ સંતોષવા અપનાવે છે, એવું મને લાગે છે.
વળી, અહીંના કાયદા બાળકોને સમ્પુર્ણ સલામતી આપવા માટે ઘણાં કડક છે. અહીં ડ્રગ્સ જેવી બદી વ્યાપક હોવાથી ઘણાં લોકો પોતાના બાળકોને ક્રુરતાથી મારતાં/રાખતાં હોય છે. અમેરીકન સમાજનું મુખ્ય લક્ષણ સમજવા આ એક જોક: એક પતી પત્નીને કહી રહ્યો હતો – Honey, your kids and my kids are beating our kids!
પ્ર – ભારતમાંથી ત્યાં ગયેલા લોકો બહુ ઝડપથી ત્યાંની જીવન રસમ અને સંસ્કાર અપનાવતા થઈ જાય છે. એમ શા માટે?
સુ – જેવો દેશ એવો વેશ – રોમમાં હો ત્યારે રોમનની જેમ રહો. આ સ્વાભાવીક પ્રક્રીયા છે – ખાસ કરીને આર્થીક રીતે નબળા વસાહતીઓ માટે. દા.ત. ભારતની જીવન પધ્ધતીનું એક મહત્વનું કારણ બહુ સસ્તી મજુરી છે. અમેરીકામાં મજુરી અત્યંત મોંઘી હોવાના કારણે સામાન્ય માણસ માટે એ રીતે રહેવું શક્ય નથી. વળી અહીં જન્મેલા અને ઉછરેલા બાળકો તો વધુ અમેરીકન હોવાના જ. એમને ભારતીય બીબામાં ઢાળવા જાઓ તો એ એ.બી.સી.ડી. જ બની રહે. છતાં ભાગ્યેજ કોઈ અમેરીકન ભારતીય કુટુમ્બ પુરેપુરું અમેરીકન બની ગયેલું જોવા મળશે.
ચી – દાદાની વાત સાચી છે. પરંતુ આપણે ભારતીયો એમાં અતીરેક કરી દઈએ છીએ. આપણે અહોભાવથી પીડાતી વ્યક્તીઓ છીએ. એક જર્મન કે ઈટાલીયન કે આયરીશ મુળના અમેરીકન કુટુમ્બમાં એમની મુળ ભાષા બોલાતી હશે, જ્યારે આપણે ભારતીયો ઈંગ્લીશ બોલવામાં ગૌરવ અનુભવીએ છીએ.
આ તો થઈ ભાષાની વાત. પણ, આપણાં લોકો બીજાઓ કરતાં પોતાને વધુ અમેરીકન દેખાડવામાં ગર્વ લેતાં હોય છે. એટલે, એનું પ્રદર્શન તો કરવું જ પડે!
થોડીક મઝાની અમેરીકન ગુજરાતી :
- “ચાલો, બધાં પીપલ પેલા સ્ટોરમાં સુગર આવી છે ત્યાં ગયા છે, આપણે પણ સેલમાં છે તો બાય કરી લઈએ.”
- “તમે આવતાં પહેલાં ફોન કરીને મેઈક સ્યોર કરી લેજો.”
- “પટેલમાં (સ્ટોર) કેરી છે એ લેતા આવજો, થોડાંક બનાના પણ.”
એક ભારતીય બીજા ભારતીયને જોશે તો જાણે અજાણ્યો થઈ જશે.
છતાંય આપણે અમેરીકામાં બોલીવુડ ફીલ્મો અને મન્દીરોને પ્રતાપે ગર્ભનાળ સાવ કાપી નથી નાંખી એટલું સારું છે. નવી પેઢી છેવટે “રામા” કે “ક્રીશ્ના” કોણ હતાં એ ઓળખશે તો ખરાં…
વાચકોના પ્રતિભાવ