પ્ર. – શું અમેરીકાની બીજી ભાષા સ્પેનીશ છે? લેટીન અમેરીકન લોકો કોણ છે?
સુ–
- હા, એમ કહી શકાય – ખાસ કરીને દક્ષીણ અને પશ્ચીમના રાજ્યોમાં – જ્યાં મેક્સીકોથી આવેલા લોકો ઘણા છે.
- સ્પેનીશ ભાષા જ્યાં મુખ્ય છે તે લેટીન અમેરીકન દેશો ગણાય છે. મધ્ય અમેરીકા ( યુ.એસ.એ.થી નીચેના દેશો) અને દક્ષીણ અમેરીકાના બધા દેશોમાં (બ્રાઝીલ સીવાય – જ્યાં પોર્ચુગીઝ ભાષા મુખ્ય છે.) સ્પેનીશ મુખ્ય ભાષા છે. કેનેડામાં અંગ્રેજી અને ફ્રેન્ચ બન્ને ભાષા વપરાય છે.
ચી
- અમેરીકાની કોઈ રાષ્ટ્રભાષા નથી! ભારતમાં હીન્દી છે એમ અહીં કોઈ રાજકીય ભાષા નથી. પરંતુ અમેરીકાનો મોટોભાગ ઈંગ્લીશ ભાષા વાપરે છે જ્યારે મેક્સીકોને કારણે સ્પેનીશને બીજી ભાષાનું બહુમાન મળેલું છે.
- યુરોપમાં લેટીનમાંથી ઉતરી આવેલી રોમાંસ ભાષાઓ જેવી કે સ્પેનીશ, ફ્રેંચ, પોર્ચુગીઝ વગેરે વાપરતાં રાષ્ટ્રોને લેટીન અમેરીકન દેશો કહે છે. સરળતાં ખાતર એવું કહી શકાય કે યુ.એસ.એ.ની દક્ષીણે આવેલાં બધાં દેશો લેટીન અમેરીકા છે.
—————————
પ્ર- એવું કેમ લાગે છે, કે ભારતીય લોકોની અમેરીકામાં આટલી મોટી વસ્તી હોવા છતાં પણ અમેરીકી વીદેશનીતી પર યહુદીઓ અને પાકીસ્તાની લોબીનો પ્રભાવ વધુ રહ્યો છે? જ્યારે ભારતની તરફેણમાં ફક્ત કેટલાંક નીવેદનો જ થાય છે? શું ભારતીયો ફક્ત નીજનો વીચાર કરીને અસંગઠીત જ રહ્યા છે ? શું અમેરીકાને મજબુત ભારત કરતા વીશાળ બજાર રૂપી ભારત વધુ જરુરી લાગે છે?
સુ
- આ અટપટા રાજકારણનો પ્રશ્ન છે – જે પીઢ, અમેરીકી રાજકારણી, કે તેના અભ્યાસી જ આપી શકે.
- પણ મારી સમજ પ્રમાણે અમેરીકાની વીદેશનીતી લઘુમતી પ્રજાની લાગણી પ્રમાણે નહીં, પણ અમેરીકાના સ્થાપીત હીતોને લક્ષ્યમાં રાખીને ઘડાતી હોય છે. ઘણી વખત તો એમાં પક્ષીય નીતી( ડેમોક્રેટ કે રીપબ્લીક્ન ) પણ ગૌણ હોય છે. ઔદ્યોગીક અને વ્યાપારી હીતો આ નીતી ઘડવામાં વધુ મહત્વના અને અસરકારક હોય છે. જો કે, અહીં માનવતાવાદી અને પર્યાવરણીય પરીબળો પણ મજબુત છે; એટલે અમુક અંશે એ પણ અમેરીકી નીતી ઘડવામાં ભાગ ભજવતા હોય છે. અમેરીકી પત્રકાર લોબી પણ બહુ જ સક્રીય હોય છે.
- એ રીતે અહીંની લોકશાહી અને રાજનીતી બહુ જ પુખ્ત છે. દાત. ઈઝરાયેલ અમેરીકાનો લાડકો દેશ મનાય છે. પણ એને પંપાળવા પાછળ અમેરીકાની પેટ્રોલીયમ જરુરીયાતો જ મુખ્ય પરીબળ છે.
- ભારત અને ભારતના રાજદ્વારી પક્ષોએ દેશનું હીત શેમાં છે; એ બાબતમાં અમેરીકા પાસે ઘણું શીખવાનું છે.
ચી
- ભારતીયો અસંગઠીત જરાય નથી, નહીંતર અણુકરાર થયો ના હોત કે નરેન્દ્ર મોદીને અમેરીકાના વીઝા મળી શક્યા હોત. જોકને બાજુ પર રાખીએ. ભારતીયો સંગઠીત છે, પણ મોટે ભાગે ધાર્મીક કે સાંસ્કૃતીક બાબતો માટે. રાજકીય બાબતોમાં આપણે બહુ માથું નથી મારતાં.
- વળી, અહીંના રાજકારણમાં લોબીઈંગનું બહુ મહત્વ છે. અમુક ધન્ધાદારી માણસો પૈસા આપીને જે તે કોંગ્રેસમેનને પોતાની ફેવરમાં બોલતો કરી શકાય છે. (આપણે ત્યાં સાંસદોને પ્રશ્નો પુછવાના પૈસા લેતાં પકડવામાં આવે છે, જ્યારે અમેરીકામાં આવું ઉઘાડે છોગ થાય છે. બોલો…) ચીન અને અમુક દેશો લોબીઈંગ પાછળ ઘણાં પૈસા ખર્ચે છે અને પોતાની ફેવરમાં નીર્ણયો લેવડાવે છે. જ્યારે ભારત આ બાબતે તદ્દન ઉદાસીન છે.
- મારું માનવું છે કે ભારતે માત્ર અને માત્ર પોતાનું હીત જોવું જોઈએ. આપણી છતમાં બધા ભાગ પડાવશે, અછતમાં કોઈ મદદ કરવા નહીં આવે.
—————————————–
સૌ વાચકોને વીનંતી કે તેમને મુંઝવતા પ્રશ્નો અમને મોકલી આપશે તો અમે તેનો જવાબ આપવા પ્રયત્ન કરીશું.
Like this:
Like Loading...
Related
શ્રી સુરેશભાઈ
પ્રશ્નોને સમજી , અભ્યાસ સાથે સુંદર માહિતી આપી, આપે નવાયુગની
ઓળખ ધરી છે. એક ઉપખંડની આ વાતો ઉપયોગીમ છે. મને ત્રણે લેખ
વાંચી, આપે સમયના સદપયોગથી સહુને ધનવાન બનાવી દીધા.
રમેશ પટેલ(આકાશદીપ)