સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખાલી રસ્તો – એક અવલોકન

         હાઈવે પર કાર ચલાવતાં, બધી લેનની બહાર, બન્ને બાજુએ પીળા પાટા દેખાયા કરે. એને ઓળંગી, એની પારની લેન ઉપર કાર ન ચલાવી શકાય. અહીં એ લેનને ‘શોલ્ડર’  કહે છે.

      કોક વાર જ એની ઉપર કાર લઈ જવાનો અવસર થયો છે. અને એ વખતે એની ખરબચડી સપાટી કાર ચલાવવા ઘણી કષ્ટ દાયક હોય છે- તેની ખબર પડી હતી. એ શોલ્ડર પર કાર ચલાવ્યા વિના પણ, એની સપાટી ખરબચડી છે; તે દેખાઈ આવે છે. એને ખાસ એવી બનાવી છે; જેથી કોઈ પણ વ્યક્તિ આપત્તિ વગર એની ઉપર વાહન ન ચલાવે.

આમ કેમ?

       દેખીતું કારણ કે, શોલ્ડર જાહેર જનતાના માત્ર આકસ્મિક ઉપયોગ માટે અને ઈમર્જન્સી વાહનોના ઉપયોગ માટે બનાવેલો હોય છે. એ હમ્મેશ ખાલી રહેવો જોઈએ; જેથી રસ્તા પર થતી મુશ્કેલીઓ સુલઝાવનારાને કોઈ અવરોધ ન નડે. એને ખરબચડો બનાવ્યો છે; જેથી એની વિશિષ્ઠિતતા તરત ખબર પડી જાય. કોઈને એની પર વાહન ચલાવવાનું ન ગમે.

—————————

      મુશ્કેલીઓ ઊભી કરવી બહુ સહેલી હોય છે; એને સુલઝાવવાનાઓના રસ્તા હમ્મેશ ખરબચડા જ હોય છે; ખાલી હોય છે.

એ રસ્તા પર કોઈ જતું નથી.
એ રસ્તો
– ખાંધ દેનારો એ શોલ્ડર-
હમ્મેશ ખાલી જ હોય છે. 

Comments are closed.

%d bloggers like this: