સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લાંબો રસ્તો – એક અવલોકન

       મારે ઘણી વખત અમારા ઘરના કિશોરોને કોઈને કોઈ કાર્યક્ર્મ માટે, અમારે ઘેરથી સાત માઈલ દૂર આવેલા ચર્ચમાં મૂકવા / લેવા જવું પડે છે. પહેલાં એ માટે હું એક રસ્તો લેતો હતો; જેની ઉપર બાર જેટલા ટ્રાફિક સિગ્નલ આવેલા છે.

      થોડાક વખતથી એક હાઈવેવાળો રસ્તો લઉં છું. એ આઠ માઈલ લાંબો છે. મારા દિકરા સાથે આકસ્મિક આ બાબત ચર્ચા થઈ ત્યારે તેણે કહ્યું કે, “એ તો લાંબો રસ્તો છે.”

       અને આ અદકપાંસળી જીવને મન થયું – બન્ને રસ્તા કેટલા લાંબા છે; અને તેની ઉપર જતાં કેટલો સમય થાય છે.

     આ રહી સરખામણી –

પહેલો રસ્તો

બીજો રસ્તો

લંબાઈ

૭ માઈલ ૮ માઈલ

સમય

૧૦ મિનીટ ૯ મિનીટ

      લો! સાબિત થઈ ગયું – હાઈવે વાળો રસ્તો સમય અને ગેસ બન્ને બચાવે છે- ભલે તે લાંબો છે.

…….

       જીવનમાં પણ ઘણી વાર આમ બનતું હોય જ છે ને? સરળ અને સીધો લાગતો વિકલ્પ કદાચ નુકશાનકારક હોય; એમ પણ બને.

Advertisements

Comments are closed.

%d bloggers like this: