સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સ્ટીમ સોનામાં વાલ્વ – એક અવલોકન

સ્ટીમ સોનામાં નવરા બેઠા, તાપતાં ઘણાં અવલોકનો કર્યાં હતાં…..

– ૧ –   ઃ  –  પ્રેક્ષાધ્યાન   –  ઃ  –  ૨  –  

– સ્ટીમ બ્લોઈંગ –   ઃ  –  ૩  –   ઃ  –  ૪ – 

હવે ફરી એક વાર ત્યાં અવલોકન !

     અમે સ્ટીમ શરૂ થવાની રાહ જોઈને બેઠા હતા. વાલ્વ ખુલ્યો અને સ્ટીમ આવવી ચાલુ થઈ ગઈ. એકાદ મિનીટ એ પ્રવાહ ચાલુ રહ્યો અને પછી વાલ્વ બંધ થવાનો કટ્ટાક કરતો અવાજ થયો; અને સ્ટીમ આવતી બંધ થઈ ગઈ. જ્યારે વાલ્વ ખૂલતો હતો; ત્યારે એનો કશો અવાજ થયો ન હતો; ખાલી સ્ટીમનો ભખભખતો અવાજ જ શરૂ થયો હતો.

     આમ કેમ?

     કારણ સાવ સાદું છે. વાલ્વ એની સીટ ઉપરથી ઊંચો થાય ત્યારે એ સીટથી છૂટો પડે છે. એમાં કોઈ પ્રતિક્રિયા બે વચ્ચે થતી નથી. પણ બંધ થતી વખતે મજબૂત સ્પ્રિન્ગના બળના પ્રતાપે તે સીટ સાથે જોરથી અથડાય છે. એટલી બધી તાકાતવાળી એ સ્પ્રિન્ગ હોય છે કે, વાલ્વ અને સીટની વચ્ચેથી દબાણવાળી સ્ટીમ સહેજ પણ બહાર નીકળી ન શકે.

     આવું જ કોમ્યુટરમાંથી ડેટા સંઘરવા માટેના ( બેક અપ માટેના) ફ્લેશ ડ્રાઈવમાં બને છે ને? એને કોમ્યુટરના પોર્ટમાં કોઈ પણ જાતની વિધિ વિના નાંખી શકાય. પણ કાઢતી વખતે? ખાસ વિધિ ન કરીએ તો ફ્લેશ ડ્રાઈવમાં નુકશાન થઈ શકે; કારણકે, એને કોમ્યુટર સાથે જોડતા ટર્મિનલ બહુ જ નાના અને નાજૂક હોય છે; અને એમાંના બે એને પાવર સપ્લાય આપવા માટે હોય છે. જો એ બે ટર્મિનલ ઉપર પાવર ચાલુ હોય તો, નાનકડો ફ્લેશ થાય અને એની અવળી અસર ડ્રાઈવ ઉપર પડે.

       કશીક નવી ઘટના આપણા જીવનમાં એની મેતે, આપોઆપ આવી પડતી હોય છે. કશાય આગોતરા અણસાર વગર. પણ જ્યારે કશુંક આપણા જીવનમાંથી વિદાય લે છે ત્યારે? એની યાદો મરણ સુધી અકબંધ તાજી સચવાઈ રહે છે ને?

       નવી પ્રીત, નવો સંબંધ શી રીતે શરૂ થયો; તે મોટે ભાગે આપણને યાદ નથી રહેતું. પણ નંદવાયેલા સંબંધો, તૂટી ગયેલી પ્રીત, કોઈક સ્વજનની ચીર વિદાય – એ બધાં કારમા ઘા અંતર પર કોતરી જાય છે ને?

ઓલ્યા વાલ્વ બંધ થયાના
કટ્ટાક, કર્કશ, બેસૂરીલા અવાજ જેવા.

————
વાલ્વનો ખટાકો તો એક સેકન્ડ
———-
પણ આ ઘાના પડઘા તો
વાગ્યા જ કરે…
વાગ્યા જ કરે…
વાગ્યા જ કરે… 

વાલ્વ બગડે તો બીજો લવાય

પણ 

નંદવાયેલાં હૈયાંનું શું? 

Comments are closed.

%d bloggers like this: