‘અભીવ્યક્તી’ બ્લોગ પર માનનીય શ્રી. રમણ પાઠકનો ઉપરોક્ત લેખ પ્રગટ થયો હતો.
(તા. ૨૭/૧૧/૨૦૧૧ના ‘ગુજરાતમીત્ર’માંથી સાભાર)
તેની ઉપર ઘણા પ્રતિભાવ આપવામાં આવ્યા હતા/ અપાઈ રહ્યા છે. એમાંથી માનનીય શ્રી. બાબુભાઈ સુથાર નો એક પ્રતિભાવ ઘણો ગમી ગયો. એ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.
એ પ્રતિભાવમાંનું નીચેનું વાક્ય ખાસ ગમ્યું …
એ જ બાળકો પાછાં અંગ્રેજી ભાષાની જોડણી શીખે છે. ત્યાં એમને કોગ્નીટીવ લોડ નથી પડતો એવું આપણે ન કહી શકીએ.
અને તેની ઉપર પ્રતિ – પ્રતિભાવ આપવા મન થયું ! અને નીચે મૂજબ લખાઈ ગયું –
————
એકદમ તાર્કિક વાત. અંગ્રેજીમાં જે અરાજકતા છે; તેનું તો વર્ણન કરવા જેવું જ નથી. એક મિત્રે મને એક જોક લખીને મોકલી હતી. એમાં ‘નિતી’ શબ્દ વાપર્યો હતો. પણ એમના બીજા અંગ્રેજી ઈમેલમાં એક પણ ભૂલ ન હતી.
આખા વિવાદના મૂળમાં આપણી આ મૂળભૂત વૃત્તિ રહી છે- અંગ્રેજીમાં ભૂલ ન કરાય ( ઓફિસમાં સાહેબ વઢશે ; અને સાથીઓ આપણી મજાક કરશે !! ) ગુજરાતીમાં લખનારા ૦.૧% થી પણ ઓછા છે ; અને તે પણ મોટા ભાગે જાહેરમાં તો પ્રિન્ટ મિડીયા મારફત જ આવતું હોય છે- જ્યાં પ્રુફ રીડરોની સેવા મળી રહેતી હોય છે. અને કદી પણ ગુજરાતી કામકાજની ભાષા બનશે તે, સ્વપ્નમાં પણ બનવાનું નથી.
સારા સારા સાહિત્યકારો, સાહિત્ય રસિકોના અંગત લખાણોમાં જોડણીની થતી ભૂલો આનો પૂરાવો છે. સામાન્ય માણસ તો અંગત પત્રવ્યવહાર સિવાય કદી ગુજરાતીમાં લખતો નથી હોતો.
—
આથી ફરીથી દોહરાવવાની ધૃષ્ઠતા કરું છું –
ગુજરાતીની ગરિમાને ઊજાગર કરવાની તાતી જરૂર છે – જોડણી તો બહુ જ નાનો પ્રશ્ન છે. જોડણીકોશ બન્યા બાદ પણ એમાં ચાલુ રહેલી અરાજકતાને કારણે આભ ટૂટી પડ્યું નથી.
( અને ઉમેરું છું … અંગ્રેજીની અતિભયાનક અરાજકતાઓ છતાં, એ વિશ્વભાષાને કશી તકલિફ પડતી નથી. ગુજરાતી કરતાં અનેક ગણું સાહિત્ય સર્જાયું છે, સર્જાઈ રહ્યું છે, અને સર્જાતું જ રહેશે. અહીં અમેરિકામાં એ બાળકોને શીખવવા માટે પ્રાથમિક શાળાઓમાં જે ચીવટ રખાય છે – તે આપણે ત્યાં કદાપિ સંભવિત થશે , એમ લાગતું નથી – બિચ્ચારા ગુજરાતી શિક્ષકના શા હાલ અને પદ હોય છે – તે બધા ગુજરાતીઓ બહુ સારી રીતે જાણે છે.)
દુખ એ વાતનું છે કે …..
એક ત્રણ વર્ષનું, અમદાવાદના બ્રાહ્મણ કુટુમ્બમાં ઉછરતું બાળક ‘પોપટનો રંગ લીલો છે’ એમ નથી બોલતું .’પેરટનો કલર ગ્રીન છે.’ એમ બોલે છે!
————-
જો વાચકોને આ વિચાર, વિચારવા યોગ્ય લાગતો હોય તો –
ગુજરાતી ભાષાની ગરિમાને ઉજાગર કરવા શું કરવું જોઈશે – તે અહીં જણાવશે તો મને તો ગમશે જ; પણ ભાષાની સેવા કદાચ થશે.
સંદર્ભ લેખ -ગુગમ ‘ગુજરાતી ગરિમા મંચ’
Like this:
Like Loading...
Related
સુરેશભાઈ “ગુગમ”થોડી વાર થશે પણ સફળ થશેજ .
તમે મને ઓળખો છો .મને ગુજરાતી ભાષા પ્રત્યે કેટલો લગાવ છે એ પણ તમે જાણોછો .
હવે મારા જેવાને તમે નવેસરથી હ્રસ્વ દીર્ઘાય ની રીત શીખવો એ પાકે ઘડે કાંઠા જેવું થાય .
અમારા માસ્તારુની સોટીયું ખાય ખાય ને મગજમાં ઘૂસ્યું હોય કે ” વિચાર ” આમ લખાય અને નવેસરથી કોઈ કહે કે “વીચાર “આમ લખાય તો મારા જેવો ઠોઠ
નિશાળીયો તો નિશાળ છોડીને ભાગીજ જાય કે બીજું કંઈ? તમારો દૃઢ નિશ્ચય તમને સફળતા અપાવશેજ આતા અતાઈ .