સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અગરબત્તી –એક અવલોકન

     ભગવાનના ફોટા આગળ રોજ અગરબત્તી મૂકાય છે. બળેલી અગરબત્તીની રાખ નીચે પડે છે. પણ તે દિવસે એક અજાયબ દૃષ્ય દેખાયું. અગરબત્તીની રાખ તો થઈ હતી; પણ તે ભૂકો નહોતી થઈ ગઈ. એનું સળી જેવું રૂપ કાયમ રહ્યું હતું. અલબત્ત તે ઝૂકેલી હતી; પણ હતી અકબંધ.

      આવું કોક જ વાર બને છે. મોટે ભાગે તો રાખનો ઢગલો જ નીચે પડેલો હોય. અગરબત્તી બળે છે; અને એનું અક્કડ પણું નષ્ટ થાય છે; કોક જ વાર એ અક્કડતા કાયમ રહે છે.

——

      પણ આપણા અહંનો સ્વભાવ આનાથી વિપરીત હોય છે. ગમે તેટલા સમયના ફટકા પડે; એ એવો ને એવો ભોરિંગ નાગ જેવો, ફુંફાડા મારતો ખડો ને ખડો થઈ જતો હોય છે – અમારી આ અગરબત્તીની રાખની જેમ.

બળે પણ વળ ન છોડે – કાથી અને અહં !

Comments are closed.

%d bloggers like this: