સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અજબ જવાબના ગજબ સવાલ

કેમ કાંઈક ભૂલ થતી લાગે છે ને?

ના જરાક પણ ભૂલ નથી થતી!

      ‘અજબ સવાલના ગજબ જવાબ’ તો હાસ્ય દરબારી બાબત છે. આ તો ગદ્યસૂરી સ્વૈર વિહાર છે; અથવા પ્રામાણિકતાથી કહું તો, ‘વિચાર વાયુ’ છે !

      આપણે અજબ કે સહેલા કે બહુ કઠણ સવાલના બે ચાર જવાબ કદાચ ગોતી શકીએ; પણ તેનો સાચો અને બરાબર બંધ બેસતો જવાબ તો એક જ હોય- બહુ બહુ તો બે કે ત્રણ હોય. ઘણી વાર એમ પણ બનતું હોય છે કે, ઘણી બધી સમસ્યાઓનો એક જ ‘રામબાણ’ ઈલાજ હોય છે!

દા.ત. જીવનની બધી સમસ્યાઓનો કાયમી અને એક માત્ર ઉકેલ ‘મોત’ છે!

     પણ કોઈક વાક્ય વિશે આપણને એમ કહેવામાં આવે કે, ‘એના પરથી તમે સવાલ બનાવો.’ –  તો?

દાત. એક સાદું, બે જ શબ્દનું વાક્ય –

ચકલી ઊડી.

    લો! આ સવાલો ટપ્પ કરતાંકને બનાવી દીધા –

 

 1. ચકલી ક્યાં ઊડે છે?
 2. એ કયા પ્રદેશમાં ઊડતી હતી?
 3. ચકલી ક્યારે ઊડી?
 4. ચકલી શા માટે ઊડતી હતી?
 5. તે ક્યાં જઈ રહી હતી?
 6. ચકલીનો રંગ કેવો હતો?
 7. ચકલી એકલી કેમ હતી?
 8. ચકલીનો ચકલો શું કરતો હતો?
 9. ચકલીનો માળો ક્યાં હતો?
 10. ચકલી માળામાંથી આવી હતી, કે માળા તરફ જઈ રહી હતી?
 11. એનો અંગ્રેજીમાં અર્થ શો?
 12. એનો હિન્દીમાં અર્થ શો?

    અને તમને મન થાય તો બીજા ઘણા સવાલો શોધી શકશો!

    સવાલો, સમસ્યાઓ, ભ્રમણાઓ. માન્યતાઓ, ઊભાં  કરવાં  –  એ બહુ સરળ  વાત છે. એનો ઉત્તર, એનો ઉકેલ, એનું નિરાકરણ, એનું નિવારણ … આ બધાંજ પુરૂષાર્થ માંગી લેતાં હોય છે!

Comments are closed.

%d bloggers like this: