સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વસંત – રિયર વ્યૂ મિરરમાં

વાસંતી વાયરો વાયો ન વાયો; અને કુદરત વાઘા સજવા માંડે. આબાલ વૃદ્ધ સૌનાં મન મહોરી ઊઠે.

ફાગણનો ફાલ
ઢોલીનો ઢોલ
હોળીનો ઉન્માદ

     વસંત એટલે યુવાનીની મોસમ, નવા અંકુર ફૂટવાની મોસમ. સુષુપ્તાવસ્થામાં ઠીગરાઈને પોઢેલા નાનાં, અમથાં જીવોને સળવળવાની મોસમ.

    આજે મન થયું .. અત્યાર સુધીનાં લેખનોમાં એ વાસંતી વાયરો ક્યાં ક્યાં વાયો હતો?

એક ઝલક – રિયર વ્યુ મિરરમાં …

૨૩ માર્ચ – ૨૦૦૮

spring

……અને એવામાં રસ્તાની બાજુએ એ પાંચ સાત ઝાડ તરત દુરથી નજરે ચઢી ગયાં. એમની ચેતનાને બીજાં ઝાડ કરતાં વસંતના આગમનની જલદી ખબર પડી ગઈ હતી. અને વસંતના આગમનના હરખમાં, તેના અતીરેકમાં તેણે પાંદડાં સજાવવા પહેલાં ફુલો સજાવી લીધાં હતાં.

૨, એપ્રિલ – ૨૦૦૯

…….વસંતના આગમનની સાથે જ વનસ્પતી સંપદા મહોરી ઉઠી હતી. એક જ મહીના પહેલાં જે વૃક્ષો સાવ બોડાં અને શુષ્ક હતાં, તે નવપલ્લવીત બની ગયાં હતાં. સર્વત્ર લીલોતરીનું સુભગ અને મનને શાતા આપતું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. વાતાવરણમાં ન તો શીયાળાની હાડ થીજાવી દે તેવી ઠંડી હતી કે, પસીને રેબ ઝેબ કરી દે તેવી ગરમી.

     આ ખુશનુમા વાતાવરણમાં જાતજાતના અને ભાતભાતનાં ફુલો ખીલી ઉઠ્યાં હતાં. જ્યાં જુઓ ત્યાં રંગોની સૃષ્ટી ખડી થઈ ગઈ હતી. ભમરા ગુંજન કરતા ફુલોનો મીષ્ટ રસ પીવા ઉડી રહ્યા હતા. લીલા છમ્મ ઘાસની વચ્ચે ક્યાંક ક્યાંક રતુમડી, દાણાદાર માટીના નાનકડા ઢગલા કીડીઓની સેના ફરીથી કામગરી બની ગયાની સાક્ષી પુરતા હતા.

૧૦, માર્ચ – ૨૦૦૯

     ……માર્ચ મહીનામાં પહેલી જ વાર, અમારા ગામના પાર્કમાં ગયો. અહીંની પ્રથા પ્રમાણે માર્ચ બેસતાં જ તળાવમાંનો ફુવારો ચાલુ કરવામાં આવે છે. ફુવારો ચાલુ થયેલો જોઈને, મન હરખાઈ ગયું. દુરથી આ નજારો નજરને ખેંચી ગયો.

૧૪ માર્ચ – ૨૦૧૧

નવા જીવનનો ધખારો.
બરફ ઓગળતાંની સાથે જ
વસંતનો પમરાટ

૫ માર્ચ -૨૦૧૧

    ….વસંતનાં વધામણાં થઈ ચૂક્યાં છે. હવે તો મ્હાલવું છે – ફાગણના ફાગમાં. ભલેને બળબળતો વૈશાખ હોય કે, સાંબેલાધારે વરસતો શ્રાવણ હોય કે થીજાવી દે તેવો પોષ.

   ફુદીનો મ્હાલે, કરમાય, ગંદા- ગોબરાં મૂળ વાળો થાય; એને ઉઝેડીને ફરીથી વાવીએ. બાળક કે જુવાન હોઈએ કે વળી ઘરડાં હોઈએ. જેવાં હોઈએ એવાં મ્હાલીએ.

અને એનાથી થોડેક જ પહેલાં – કડકડતા શિયાળામાં એક અભિપ્સાનું દર્શન..

   …..સુસવાટા મારતા પવનમાં સુસવાતી;   ઠંડીની તીખી તલવારના જલ્લાદી ઘા જીરવતી;  ઠંડાગાર વરસાદની ઝાપટોમાં ઝપટાતી; કદીક સ્નો, બરફ અને હીમકણોમાં થથરાતી; અને આ ઘડી મોત આવશે કે, આની પછીની ઘડીમાં – તે ક્ષણો ગણતી; તેની ચેતના બધી જ આશા બાજુએ મુકીને, એક જ અભીપ્સા દીલમાં સમાવીને બેસી છે. સુર્યના પહેલા કીરણથી ઢંઢોળાઈ, આળસ મરડીને ઉઠવા માટેની.

     વસંતની ઉષ્માનું પહેલું કીરણ એની ઢબુરાઈ ગયેલી ચેતનાને ઢંઢોળીને જગાડશે. એના કણકણ ધીમે ધીમે જાગતા જશે. એક અને બીજો અને ત્રીજો અને પછી અનેક અંકુરો ફટાફટ ફુટવા માંડશે. વસંતનો હુંફાળો વાયરો અને સુર્યકીરણોની વ્હાલભરી આળપંપાળ એ ઝાડને ફરી નવપલ્લવીત કરી દેશે. નવાં પર્ણો ફુટશે; નવાં પુષ્પાંકુર ફુટશે; કુસુમો ખીલશે, ફળો નવા જીવનનાં બી ધારણ કરી નવી શક્યતાઓ સર્જવા તલપાપડ બનીને અધુકડાં બેસી જશે.

     બસ એ જ અભીપ્સા એના જીવતરને, એના સમગ્ર હોવાપણાને જીવીત રાખી રહી છે.

    આપણા મનની નહીં પણ આપણા હોવાપણાની અભીપ્સા શું હશે?

———————————–

     તમે કહેશો…આ તો બધી જૂની વાત. આમાં નવું શું કહ્યું?

    વાત તો એની એ જ છે. એમાં નવું હોય પણ શું?

    વસંત, ગ્રીષ્મ, પાનખર, શિયાળો ..

    અને ફરી પાછો એનો એ જ ક્રમ – દર સાલ.

   લો ત્યારે આ વર્ષે… નવી શીખેલી ટેક્નિકથી વસંત દર્શન.. બેકયાર્ડમાં અને પાડોશમાં આળસ મરડીને ઊઠતી પ્રકૃતિના દર્શનનો આ સ્લાઈડ શો.

This slideshow requires JavaScript.

અને આ ફોટો ગેલરી..

અને એક નવી વાત પણ છે!

     વાસંતી વાયરો ગમે ત્યારે વાઈ શકે છે.

 • વસંતરાણીના આગમન સાથે જ નહીં 
  • બાળપણ કે જુવાનીમાં જ નહીં – ઘરડા ખખ થઈ ગયા હોઈએ ત્યારે પણ.
  • કોક ક્ષણે મનમાં ફૂટેલ કોઈ આરજ઼ૂ કે શમણાં સાથે પણ. 
  • નીરાશાની રાત્રિ વિત્યા બાદ આશાનું નવું કિરણ ફૂટી આવે ત્યારે પણ.
  • કોઈકનું દુર્ભાગ્ય નજરે ચઢે, અને અંતરમાં એને માટે કરૂણાના બે અશ્રુ ટપકી જાય; ત્યારે પણ.

એવા વાસંતી વાયરાને
મોસમનું કોઈ આમંત્રણ
જરૂરી નથી.

કેવું કૌતૂક?

વૈશાખમાં વસંત !

ક્ષણમાં મ્હોર્યા. 

10 responses to “વસંત – રિયર વ્યૂ મિરરમાં

 1. સુરેશ માર્ચ 5, 2012 પર 8:42 એ એમ (am)

  આપણને ‘વૈશાખમાં વસંત’ સાંભળી કે વાંચીને કૌતૂક થાય છે.
  કારણ કે, આપણે ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, આર્જેન્ટિના કે દક્ષિણ આફ્રિકામાં નથી!
  ઉત્તરને બદલે દક્ષિણમાં હોઈએ – તો એમ ન લાગે.
  બદો આધાર આપણે કઈ દિશામાં છીએ – તેની ઉપર હોય છે.
  દૃષ્ય બદલવા દિશા બદલી શકાય !

 2. Chirag માર્ચ 5, 2012 પર 12:38 પી એમ(pm)

  dada, tamaaraa janm dine aa vasant no vaibhav tamaaraa dil ni raliyaamani vasant hayaat hovaano puraavo chhe. bahu j umadaa.

 3. pravina માર્ચ 5, 2012 પર 5:43 પી એમ(pm)

  ખુબ સુંદર વસંતની વાત લાવ્યા.

  વસંતના વધામણા

  click on

  http://www.pravinash.wordpress.com

 4. અક્ષયપાત્ર/Axaypatra માર્ચ 5, 2012 પર 9:33 પી એમ(pm)

  ક્ષણમાં મ્હોર્યા -‌ બહુ ગમ્યુ. વસંત એટલે નવજીવન જ સ્તો!

 5. readsetu માર્ચ 6, 2012 પર 12:43 પી એમ(pm)

  Vah.. Kaviraj……….. majaa padi gai

  lata hirani

 6. readsetu માર્ચ 6, 2012 પર 12:44 પી એમ(pm)

  બદો આધાર આપણે કઈ દિશામાં છીએ – તેની ઉપર હોય છે.

  ekadam sachi vat

 7. Vinod R. Patel માર્ચ 6, 2012 પર 2:36 પી એમ(pm)

  આખો લેખ કાવ્યમય છે.
  જેને ઋતુઓના રંગ રાગ પારખવાની સૂઝ અને સમજ હોય એ જીવનનો ખરો આનંદ
  લઇ શકે.પોતે માણી શકે અને બધાંને વહેંચી શકે.
  સુરેશભાઈએ દરેક ઋતુમાં બદલાતી કુદરતી લીલાનું શબ્દો અને ચિત્રોથી એક અનોખું શબ્દચિત્ર
  રચી દીધું છે.અભિનંદન .

 8. પરાર્થે સમર્પણ માર્ચ 7, 2012 પર 1:50 એ એમ (am)

  આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,

  આપે વસંતની વ્હાલપને ક્ષણે ક્ષણે મન ભરીને માણી છે.

 9. nabhakashdeep માર્ચ 7, 2012 પર 3:03 પી એમ(pm)

  આપને તથા પરિવારને હોળીની ખૂબખૂબ શુભેચ્છાઓ
  રમેશ પટેલ(આકાશદીપ)
  ….વસંતનાં વધામણાં થઈ ચૂક્યાં છે. હવે તો મ્હાલવું છે – ફાગણના ફાગમાં. ભલેને બળબળતો વૈશાખ હોય કે, સાંબેલાધારે વરસતો શ્રાવણ હોય કે થીજાવી દે તેવો પોષ.

  ફુદીનો મ્હાલે, કરમાય, ગંદા- ગોબરાં મૂળ વાળો થાય; એને ઉઝેડીને ફરીથી વાવીએ. બાળક કે જુવાન હોઈએ કે વળી ઘરડાં હોઈએ. જેવાં હોઈએ એવાં મ્હાલીએ.
  ……………………………..
  શ્રી સુરેશભાઈ
  કુદરતની આ મહાશક્તિ અંતરને સાચે જ આનંદથી ભરી દે છે. વિવિધતા
  સાથે સદા જીવન પોષક આ રૂપને આપે માણ્યું ને સૌને ભાગીદાર કરી
  સાચે જ વસંતના વાયરા થઈ આપ વહ્યા છો.મૌલિક આધુનિક વસંતના
  આપ જનક જેવા છો.

  આપને તથા પરિવારને હોળીની ખૂબખૂબ શુભેચ્છાઓ
  રમેશ પટેલ(આકાશદીપ)

 10. Pingback: » વસંત – રિયર વ્યૂ મિરરમાં » GujaratiLinks.com

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: