સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમાસનો ચન્દ્ર – એક અવલોકન

અમાસનો ચન્દ્ર? તમે પૂછશો , શી રીતે જોયો?

કેમ જોઈએ તેનું જ અવલોકન કરાય? અદ્રષ્ટનું ન કરાય?

પણ અમાસનો ચન્દ્ર ખરેખર જોયો હતો ; તેની જ આજે વાત કરવાની છે.

મને વર્ષ યાદ નથી; પણ તે અમાસના દિવસે હું પાવર હાઉસમાં નોકરી કરતો હતો. અને એ આવો દેખાયો –

ઓહો! સૂર્યગ્રહણની વાત છે. હા! અમારે ત્યાં તો ખંડિત ગ્રહણ જ હતું – વેલ્ડરનો કાચ વાપરીને જોયેલું.

પણ બીજી કોક કોક જગ્યાઓએ આખો સૂર્ય ચન્દ્રથી ઢંકાઈ ગયો હતો – કંકણાકૃતિ ગ્રહણ – આવું …

       જે સાવ અદૃષ્ય છે; દેખીતા અસ્તિત્વ વગરનો છે; પૃથ્વીથી ૫૦  ગણો નાનો છે – એવા ચન્દ્રે પૃથ્વીથી ૧૩ લાખ  ગણા મોટા સૂર્યને ગ્રસી લીધો હતો.

जब आगमें गिरता है;
तब शीतलता देनेवाला चंदन भी
आग ऊगलने लगता है ।

    આખું વરસ દબાયેલા રહેલા ચન્દ્રની પણ ઘડી આવી જતી હોય છે – ‘Even a dog has his day.’

…..

    સૈકાઓથી શાસકોની એડી હેઠળ દબાયેલી, કચડાયેલી, દલિત અને રાંક જનતાના રોષની હુતાશણી પ્રગટી શકે છે– જેમાં મોટાં મોટાં સામ્રાજ્યો તહસનહસ થઈ શકે છે; મોટા મોટા માંધાતાઓનાં માથાં ધૂળમાં રગદોળાતાં થઈ શકે છે. જ્યારે યુગપરિવર્તનની વેળા બારણે ટકોરા મારતી  આવી જાય છે; ત્યારે ઘાસનાં તણખલાં જેવાં મનુષ્યોમાં પણ પ્રભંજન જેવી પ્રચંડ તાકાત આવી જાય છે.

     આપણે એ આશા રાખીએ કે, જ્યારે ‘Hour of God’ આવશે ત્યારે બધાંય કુરૂપ, કુટિલ,  કુત્સિત સૂર્યો ઢંકાઈ જ નહીં , અદૃશ્ય બની જશે.

Comments are closed.

%d bloggers like this: