સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પડછાયા, ભાગ -૨ , એક અવલોકન

     આજે ડો. કનક રાવળે ‘ પડછાયા કળા’ અંગેના થોડાક ફોટા મોકલ્યા; અને મને ગમી ગયા. તરત હોબીના બ્લોગ પર ચઢાવી દીધા – અહીં.  જોડે નેટ ઉપર શોધીને બીજા ઘણા બધા ફોટા પણ ચઢાવ્યા. ઢગલાબંધ વિડિયો ક્લિપ પણ નજરે ચઢી ગઈ. એમાંની એક પણ ચઢાવી દીધી.

     અને થોડીક વારે ઝબકારો થયો કે, પડછાયા શાસ્ત્ર ઉપર તો એક નાનકડો લેખ પણ લખ્યો હતો. આ રહ્યો એ.

     પડછાયા વિશે ઘણી બધી વાતો એમાં લખી હતી; એનું પુનરાવર્તન અહીં કરવું નથી. એનો સાર આ હતો…

     પડછાયાનું પણ એક શાસ્ત્ર હોય છે ! આપણી જાગ્રુત અવસ્થાનો આ હમ્મેશનો સાથી આપણને ઘણું બધું કહી જાય છે.

    પણ આ ફોટાઓ એક સાવ નવા નક્કોર અભિગમ તરફ અંગુલિનિર્દેશ કરી ગયા. આપણે પડછાયાઓને આપણી ચિત્ત વૃત્તિ મૂજબ મૂલવીએ – એક વાત છે; અને એનો કલાના સર્જન માટે ઉપયોગ કરીએ, એ બીજી વાત છે.

     અને તરત મન વિચારે ચઢ્યું.

   આ દસેક વરસના નવરાધૂપ ગાળાની એક નિષ્પત્તિ હોબીઓ તરફ અનુરાગ પણ રહી છે. બહુ થોડી પર હાથ અજમાવ્યો છે; પણ આવી અનેક જાતની હોબીઓ હોઈ શકે છે; તેની આછી ઝલક મળી છે. અને થોડાક દાડા થાય અને કશુંક નવું જાણવા મળતું જ રહે છે.

    પડછાયાના ઓલ્યા અવલોકનની ભીતર મનના વિચારોની પ્રક્રિયા જ હતી – આ ૬૯ વરસના આયખામાં એકઠા કરેલ શિક્ષણ, સંસ્કાર, અભિગમ, ગમા, અણગમા; અને એવું બધું.

    પણ એ સિવાય પણ કશુંક સાવ અલગ હોઈ શકે છે – આ પડછાયા આકૃતિઓ જેવું. મૂળ ચીજ પર ક્યાંથી, કેવો પ્રકાશ પડે અને ક્યાં, કેવી રીતે ઝિલાય એના આધારે પડછાયા સાવ અલગ જ આકાર ધારણ કરી શકે છે – આપણે કદીયે જોયો કે કલ્પ્યો ન હોય તેવો.  પડછાયો માત્ર જ જોઈએ, તો મૂળ ચીજ કેવી હશે, એનો કોઇ અંદાજ બાંધી ન શકાય.

લો! પડછાયા કળા પર એક સરસ , મજાનો વિડિયો – અહીં પણ …

    આપણે અમૂક જ રીતે વિચારવા ટેવાયેલા હોઈએ છીએ. અવલોકનોનો અમૂક જ સીલસીલો હોય છે. પણ એની આરપાર, સાવ નવું જ વિશ્વ હોઈ શકે છે; સાવ નવી જ અનુભૂતિઓ કરી શકાય છે……..અને આપણે સત્યશોધનના ધખારા આદરી બેઠા હોઈએ છીએ!

ખરેખર કશુંયે સત્ય હશે ખરું?
કે બધોય માત્ર આભાસ જ?
આ બધા પડછાયાની કની ! 

Advertisements

Comments are closed.

%d bloggers like this: