હાથ, પગ અને હૈયું – ત્રણ પાયાની મુડી, એ સાબૂત હોય તો દુનિયા ઝખ મારે છે.
પણ..
પહેલા બે ન હોય તો?
તો પણ દુનિયા ઝખ મારે છે.
– નિક વુજિસિક ઉવાચ

——————-
ઓસ્ટ્ર્લિયાના મેલબોર્નમાં ૧૯૮૨માં એક પણ હાથ કે પગ વગર જન્મેલો નિક, કશી આશા ન હોવા છતાં અત્યારે આખી દુનિયાના નીરાશ, વ્યથિત, અપંગ લોકોના જીવનમાં આશા અને ઉમંગ પૂરી રહ્યો છે.
એના અને એના કામ વિશે વિશેષ – માત્ર ૧૭ વર્ષની ઉમ્મરે એણે બનાવેલી વૈશ્વિક સંસ્થાની વેબ સાઈટ પર જ વાંચી/ નિહાળી લો ને?
– અહીં ‘ક્લિક’ કરીને…
અને ..
‘વિકી’ ઉપર …
અને લો! આ સ્લાઈડ શો અહીં જોઈ લો – બાબાથી આંતરરાષ્ટ્રીય વક્તા અને …… ‘બાપા’ બનવા સુધીની જીવન યાત્રાનો.
મિત્રોને , સંબંધીઓને બતાવો, અને હસતા રહો, સ્વપ્નો સેવતા અને એને માટે ઝઝૂમતા રહો…
This slideshow requires JavaScript.
સ્વપ્ન બુલંદ હોય અને
હાથ પગ ન હોય તો પણ;
હવાઈ કિલ્લા
જમીન પર ઉતારી શકાય છે.
Like this:
Like Loading...
Related
જ્યારે જ્યારે આવી માહિતી જાણમાં આવે છે; ત્યારે જેમની યાદ અચૂક આવે છે; તેવા સાન દિયેગોના શ્રી. વિનોદભાઈએ આ ઈમેલ કર્યો. આ લેખના સત્વમાં એ ઉમેરો કરતો લાગ્યો ; માટે સાંગોપાંગ રજૂ કરું છું.
————-
પ્રિય સુરેશભાઈ,
ગદ્યસુરની આ પોસ્ટ વાંચીને બન્ને હાથ-પગ વિનાના નીકના જીવન સાફલ્ય ઉપર મન ઓવારી ગયું.
બાળ પોલિયોનો ભોગ બની એક હાથ અને એક પગની શક્તિ ગુમાવેલ મને નીકને જોઈ ભગવાનનો
આભાર માનવાનું દિલ કરે છે કે નીક કરતાં તો હું કેટલો ભાગ્યશાળી છું !
મારો અનુભવ મને કહે છે કે જ્યારે તમારું કોઈ અંગ અશક્ત બને છે ત્યારે શરીરના બીજા અંગોની શક્તિઓ એની મદદએ
આવે છે ,ખોટ જણાવવા દેતાં નથી.ખાસ કરીને અંદરનો સ્પીરીટ, ખીલી ઉઠેલી માનસિક શક્તિ અને તમારા હૈયાની હામથી
કોઈ પણ મુશ્કેલ કામ સરળ બની જાય છે.નીક જેવી વ્યક્તિને Disable કહીને એની દયા ખાનાર વ્યક્તિ માનસિક ખોડ
ધરાવે છે એમ કહેવું ખોટું નથી !
કવી ઉમાશંકરે કહ્યું છે-
ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું -મસ્તક-હાથ ,
બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું.
નીક પાસે તો બન્ને હાથ-પગ પણ નથી તેથી શું થયું ,હૈયું અને મસ્તક તો દીનાનાથે ભરપુર દઈ દીધું છે.
ભગવાનને એક માનવીનું સર્જન કરીને એની આવી ક્રૂર મજાક કરવાનું કેમ મન થતું હશે.? એ મજાકને સુધારી
લેતાં પણ એને આવડે છે !આ ધરતી ઉપર વિહરી રહેલા શારીરિક રીતે પહેલવાનોને પણ ઈર્ષ્યા ઉપજાવે એવી
અડધા શરીરે ગૌરવ પૂર્વક ,હસતા મુખે જીવનયાત્રા શોભાવી રહેલ નીકની સિધ્ધિઓને લાખ લાખસલામ.
વિનોદભાઈ