સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઓટોપ્સી – એક ચર્ચા

આમ તો ગુરૂભાઈ શ્રી. શરદ શાહે મોકલાવેલી  ‘ ઓટોપ્સી’ નામની જોક, હસવા માટે જ,  હાસ્ય દરબાર પર મૂકી હતી…..

અને મિત્રો ઠીક ઠીક હસ્યા પણ ખરા.

પણ ડો. રાજેન્દ્ર ત્રિવેદી ( મારા બીજા સ્વજન -મિત્ર ) તરફથી  નીચેની કોમેન્ટ આવી –

dhavalrajgeera | April 19, 2012 at 1:45 pm | Replyસંપાદન કરો

I have seen and removed the part of the sick brain like Cancer tumor or extra water etc…
Yet,over 4 years of Neurological Surgery in Mumbai, Europe or America didn’t find Mind.
Where is mind?
Inside Skull or Outside ???
Who can answer…….

Rajendra Trivedi,M.D.
Dhavalrajgeera

     અને પાટો બ્રેન પરથી મન તરફ ફંટાયો!  ત્યાં થયેલી બહુ જ મનન માંગી લે તેવી ચર્ચા અહીં રજૂ કરી, સ્થાયી સ્વરૂપ આપવું ગનીમત લાગ્યું – એટલે એ બધું અહીં, આ રહ્યું

સુરેશ જાની – 

સુરેશ જાની | April 19, 2012 at 8:32 pm | Replyસંપાદન કરો

કોમ્પ્યુટરની ભાષામાં..
સ્થૂળ મગજ એ કોમ્યુટરનું મશીન છે.
આપણે જેને, મન, વિચાર, તરંગ, લાગણી, પ્રેરણા, સર્જનાત્મકતા ….. ષડરિપુ વિ. કહીએ છીએ, તે બધા જાતજાતના સ્કોફ્ટવેર છે.
એ બધાનો બાપ માણસ છે ! તમે, હું અને સૌ !!!
ટુંકમાં ‘ હું’ છે – તો જ બધું છે.
એકદી ‘હું’ મોટા ‘હું’ માં ભળી જશે ….
અને સઘળો દરબાર ખાલીખમ્મ !
માટે આજની ઘડી માણી લો – ચપટીક હસી લો . કાલે હસનાર, હસાવનાર, હાસ્ય કશું નહીં હોય .
खाली खाली तंबु है ; खाली खाली कुर्सियां है ….

પ્રજ્ઞાબેન વ્યાસ –  

ragnaju | April 19, 2012 at 4:17 am | Replyસંપાદન કરો

સરસ ગંમત … સુ જાની માફી સાથે એક મઝાની આડ વાત(આદતસે મજબૂર)
વર્ષોથી સચવાયેલું આઈન્સ્ટાઈનનું મગજ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું!
છેલ્લાં હજાર વર્ષ (સહસ્ત્રાબ્દી)ના શ્રેષ્ઠ વિજ્ઞાની ગણાતા આઈન્સ્ટાઈનના મગજને વિજ્ઞાનીઓએ સાચવી રાખ્યું છે. વર્ષો સુધી સંશોધન કર્યા પછી એ મગજના ૪૬ ટુકડાઓ હવે અમેરિકાના ફિલાડેલ્ફિયા ખાતે પ્રદર્શનાર્થે મુકાશે. સાપેક્ષવાદથી માંડીને બ્રહ્માંડના અનેક રહસ્યો ઉજાગર કરનારા એ મગજની ભીતર એકાદ મહિના પછી આવનારા ઈઝરાયેલના સ્થાપના દિવસે આલ્બર્ટ આઈન્સ્ટાઈને વકતવ્ય આપવાનું હતું. થોડા બીમાર હોવા છતાં તેમણે કામ ચાલુ રાખ્યું. તબિયત સુધરવાને બદલે બગડતી રહેતી હતી અને ડો. આઈન્સ્ટાઈન તેની અવગણના કરી કામ કરી રહ્યા હતા. આખરે તેમને હોસ્પિટલાઈઝ્ડ કરવા પડયા. ન્યૂજર્સીની પ્રિસ્ટન હોસ્પિટલ હવે તેમનો અંતિમ મુકામ હતો.
તબિયત વધુ બગડી અને પેટમાં લોહી વહેવાનું ચાલુ થયું. આખરે એ જ દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધો.
સવારે આઠ વાગ્યે, એપ્રિલ ૧૮,
ડો. થોમસ હાર્વે નામના પેથોલોજિસ્ટે એમની ઓટોપ્સી (મોત પછી કોઈ પણ અંગ બહાર કાઢીને તેને તપાસવાની ક્રિયા એટલે ઓટોપ્સી) કરી અને એ વખતે મગજ બહાર કાઢયું. ઓટોપ્સીની કાર્યવાહી પૂરી થયા પછી થોમસે એ મગજ ફરીથી અંદર મૂકવાને બદલે બહાર જ રાખી લીધું. મગજમાં ફોર્માલિન રસાયણનાં ઈંજેક્શન મારી દીધાં જેથી મગજ યથાસ્થિતિમાં સચવાઈ રહે. એ પછી તેમણે મગજ બરણીમાં ભરી મૂકી દીધું. હાર્વેએ આ રીતે આઈન્સ્ટાઈનની આંખો પણ કાઢી લીધેલી.૧૯૭૨
રોનાલ્ડ ક્લાર્કે લખેલું પુસ્તક ‘આઈન્સ્ટાઈનઃ ધ લાઈફ એન્ડ ટાઈમ્સ’ બહાર પડયું. એ પુસ્તકના ૭૬૩મા પાને એક વાક્ય હતું કે આઈન્સ્ટાઈન પોતે ઈચ્છતા હતા કે તેમનું મગજ સંશોધન માટે વપરાય તો સારું!
***

પુસ્તક વાંચ્યા પછી ઘણા વિજ્ઞાનીઓ-સંશોધકોને સવાલ થયો કે આઈન્સ્ટાઈનનું મગજ ખરેખર ક્યાં છે? થોમસ હાર્વેએ મગજ કાઢી લીધા પછી તેના ૨૪૦ ટુકડા કરેલા. એ ટુકડા વળી તેણે મગજના જાણકારો (ન્યૂરો સાયન્ટિસ્ટ)ને તપાસ માટે મોકલેલા. મતલબ કે પુસ્તક આવ્યું ત્યારે જગતભરમાં આઈન્સ્ટાઈનનું મગજ ટુકડાઓરૂપે ફરતું હતું! એ વખતે જ વિવાદ ચગ્યો અને બધાંને ખબર પડી કે આઈન્સ્ટાઈનના મગજ પર તો સંશોધન ચાલે છે. વિજ્ઞાનીઓને વિવાદ કરતાં આઈન્સ્ટાઈન જેવા જિનિયસના મગજમાં શું હીરા-મોતી ટાંક્યાં છે એ જાણવામાં રસ હતો એટલે તેમણે સંશોધન આગળ ચાલવા દીધું. માનવ મગજ માનવ શરીરનો સૌથી અઘરો ગણાતો ભાગ છે. વિજ્ઞાનીઓ સામાન્ય માણસના મગજને જ હજુ સુધી પૂરેપૂરું સમજી શક્યા નથી એટલે આઈન્સ્ટાઈનના મગજને પૂરેપૂરું સમજવાનો તો કોઈ સવાલ નથી. પણ એ મગજના અભ્યાસ પછી કેટલીક રસપ્રદ વિગતો બહાર આવી છે. એ સમજવા માટે પહેલાં માનવ મગજની રચના સમજવી પડશે.

માઇન્ડ ઈટઃ મગજ કેમ કામ કરે છે?

મગજ આખા શરીરનું પાવર સેન્ટર છે. વિવિધ કામો માટે મગજ વિવિધ હિસ્સાઓમાં વહેંચાયેલું છે. કાગળનો ગોટો વાળ્યો હોય તેમ તેના પર કરચલી પડી ગઈ હોય એવું કરચલીવાળો મગજનો આકાર છે. આખા મગજમાં સરેરાશ ૧૦૦ અબજ જ્ઞાનકોષો હોય છે. એ જ્ઞાનકોષો વળી જ્ઞાનતંતુઓ નામના દોરડાંથી જોડાયેલા હોય છે. ઊનના ગૂંથેલા સ્વેટર જેવા જ્ઞાનતંતુઓ-જ્ઞાનકોષનું નેટવર્ક આખા શરીરને કન્ટ્રોલમાં રાખે છે. શરીરથી મગજમાં જતો સંદેશો કંઈ પણ હોઈ શકે. એટલે પહેલાં તો એ કયા ભાગ માટે કામનો છે એ નક્કી થાય છે. જેમ કે, ગણિતના દાખલાઓ અને લોજિક લડાવવાનું કામ એક હિસ્સો કરતો હોય છે. એ સંબંધિત સંદેશો હોય તો મગજના એ ભાગમાં પહોંચે. સંદેશાના વહન વખતે જ્ઞાનતંતુઓ અને જ્ઞાનકોષો વચ્ચે સાઈનેપ્સ નામનો એક બ્રિજ રચાય છે. મગજની ક્ષમતાનો આધાર આ અત્યંત સૂક્ષ્મ કદના સાઈનોપ્સ પર રહેલો છે. સાઈનોપ્સ જેટલી ઝડપથી સંદેશો આગળ પહોંચાડે એટલી ઝડપથી મગજ કામ કરે.

આઈન્સ્ટાઈનના મગજમાં શું હતું?

પાંત્રીસેક વર્ષના સંશોધન પછી વિજ્ઞાનીઓ એટલું જાહેર કરી શક્યા કે આઈન્સ્ટાઈનના મગજમાં સાઈનોપ્સનું નેટવર્ક સામાન્ય માનવ મગજ કરતાં ૭૩ ટકા પાવરફુલ હતું. ગણિત અને તર્કશાસ્ત્રનું કામકાજ મગજનો જે હિસ્સો સંભાળતો હોય એ હિસ્સો આઈન્સ્ટાઈનના મગજમાં સરેરાશ વ્યક્તિના હિસ્સા કરતાં ૧૫ ટકા મોટો હતો. જેમ મગજ મોટું એમ વધુ જ્ઞાનકોષો સમાય. જેમ જ્ઞાનકોષો વધારે એમ ક્ષમતા પણ વધતી જાય. મગજમાં ૮૦ અબજથી લઈને તેના કદ પ્રમાણે ૧૨૦ અબજ સુધી જ્ઞાનકોષો વાડામાં બકરાં પૂર્યાં હોય એમ અડોઅડ ગોઠવાયેલા હોય છે. ૧૨૩૦ ગ્રામ વજન ધરાવતું એ મગજ (એવરેજ વ્યક્તિનું મગજ ૧૪૦૦ ગ્રામનું હોય છે) જોકે સરેરાશ મગજ કરતાં નાનું હતું પણ આગળ નોંધ્યું એમ તેના કેટલાક હિસ્સા થોડા મોટા હતા. પરિણામે તેમની વિચારશક્તિ અદ્ભુત રીતે ખીલેલી હતી. ખગોળ વિજ્ઞાની ડો. પંકજ જોશી આઈન્સ્ટાઈનના મગજને સમજાવતાં કહે છે, ‘સામાન્ય વ્યક્તિમાં વિચારોનું ઊંડાણ બહુ ઓછું હોય છે. આપણે વર્ષમાં એકાદ વખત અત્યંત ઊંડાણપૂર્વક વિચાર કરતાં હોઈએ છીએ. જ્યારે આઈન્સ્ટાઈન રોજ અનેક વખત ઊંડા વિચારો કરતા અને સરવાળે એમાંથી જ સંશોધનો જન્મતાં.’ મગજના જે હિસ્સામાં સંગીતપ્રેમ વિકસે એ હિસ્સો પણ આઈન્સ્ટાઈનના મગજમાં મોટો હતો. એટલે જ તો આઈન્સ્ટાઈન બહુ સારા વાયોલિનવાદક હતા અને જ્યારે નવરા પડે ત્યારે વાયોલિન વગાડવા બેસી જતા. વધુમાં સંશોધકોને એ પણ જાણવા મળ્યું કે આઈન્સ્ટાઈનનું મગજ કોઈ યુવા માણસનું મગજ હોય એવું હતું. તેમનું મોત તો વૃદ્ધાવસ્થાએ થયેલું, તો પછી મગજ કેમ જવાન હતું? એ સહિતના ઘણા સવાલોના જવાબો હજુ શોધવાના બાકી છે. ક્યારે મળશે એ કોઈને ખબર નથી. મળશે કે નહીં એ પણ ખબર નથી.
ઓપન ફોર ઓલ

વર્ષોથી સચવાયેલા આ મગજનો થોડો હિસ્સો હવે જનતા જોઈ શકે એમ છે. મગજ ફિલાડેલ્ફિયાના મટર મ્યુઝિયમની મેડિકલ લાઇબ્રેરીમાં મગજના પાર્ટ્સ ડિસ્પ્લે તરીકે મુકાયા છે. મગજના જે ૪૬ ટુકડા પ્રર્દિશત કરાયા છે એ હકીકતમાં સ્લાઈડ છે. તેની જાડાઈ ૨૦થી ૫૦ માઈક્રોન જેવી છે. એટલે તેને પહેલેથી જ મેગ્નિફાઈન્ડ ગ્લાસમાં ફીટ કરાયા છે, જેથી સરળતાથી જોઈ શકાય (સરખામણીઃ આપણા માથા પરના વાળની જાડાઈ ૧૦૦ માઈક્રોન હોય છે). થિયરી ઓફ રિલેટિવિટી સહિતનાં સંશોધનો આપનાર એ મગજનાં દર્શન હવે શક્ય છે.

ક્યાં છે એ જિનિયસ બ્રેઈન?

નિવૃત્ત થયા પછી ડો. હાર્વેએ પ્રિસ્ટન યુનિર્વિસટીના મેડિકલ સેન્ટરને આઈન્સ્ટાઈનનું મગજ સોંપી દીધું. ત્યાં વળી તેના પર વધારે સંશોધનો થયાં. ૨૦૦૫માં આઈન્સ્ટાઈનની ૫૦મી પુણ્યતિથિએ ૯૨ વર્ષની વયે પહોંચેલા

ડો. થોમસે પોતે મગજને કઈ રીતે સાચવ્યું તેનાં વર્ણનો કરતાં ઈન્ટરવ્યૂ પણ આપ્યા. છેલ્લે ૨૦૦૭માં એ જ પ્રિસ્ટન યુનિર્વિસટીના મેડિકલ સેન્ટરમાં ડો. થોમસ મૃત્યુ પામ્યા જ્યાં આઈન્સ્ટાઈને પણ અંતિમ સોડ તાણેલી.
આઈન્સ્ટાઈન એટલે કોણ?

ઘરના છાપરા પર સોલાર પેનલ ફીટ કરીને હિટર ચલાવી શકાય છે અને સોલાર પાવર ફાર્મ ઉભા કરી શકાય છે એ માટે થેન્ક્સ ટુ આઈન્સ્ટાઈન. તેમણે ફોટોવોલ્ટિક ઈફેક્ટની શોધ કરેલી જેના પ્રતાપે સોલાર સેલ દ્વારા સૌર ઊર્જા મેળવવાનું પ્રેક્ટિકલી શક્ય બન્યું. આઈન્સ્ટાઈનને નોબેલ પ્રાઈઝ પણ તેની આ જ શોધ માટે મળેલું નહીં કે તેમની બહુ પ્રચલિત થિયરી ઓફ રિલેટિવીટી માટે!

૧૯૦૫માં ૨૬ વર્ષની વયે આઈન્સ્ટાઈને બ્રહ્માંડ સમય અને અવકાશ (ટાઈમ એન્ડ સ્પેસ) બન્નેના મિશ્રણથી બનેલું છે એવી વાત જાહેર કરી ભૌતિક જગતમાં ખળભળાટ મચાવી દીધેલો. બ્રહ્માંડ વિશેના બધા ખયાલો એ સાથે જ ખોટા સાબિત થયા અને બધી થિયરીઓ નવેસરથી રચાઈ.

જોકે બાળપણમાં આઈન્સ્ટાઈન ઠોઠ નિશાળીયા હતા. બાળપણમાં એ ડિસ્કલેક્સિયા નામની મગજની બીમારીનો ભોગ બનેલા. એટલે થોડા વર્ષો સુધી તો તો તેમનો વિકાસ બહુ ધીમો થયેલો. ૯ વર્ષ સુધી એ સરખું બોલતા શીખી શક્યા ન હતા તો વળી ૧૮૯૪માં તેમને સ્કૂલમાંથી પણ ઘરભેગા કરી દેવાયેલા. જુવાન થયા બાદ પિતા હેરમાન આઈન્સ્ટાઈનને દીકરાની બહુ ચિંતા થયા કરતી. આખરે એમને ઓળખાણથી સ્વિત્ઝરલેન્ડના બર્ન શહેરમાં પેટન્ટ ઓફિસમાં સામાન્ય ક્લાર્કની નોકરી મળી. અહીં જ તેમણે જગતને બદલી નાખનારો સાપેક્ષવાદનો સિદ્ધાંધ ઘડી કાઢયો. એક વખત પરિક્ષાનું ફોર્મ ભરતી વખતે તેમણે નાગરિકત્વના ખાનામાં લખેલું ‘ક્યાંયનું નહીં!’ વર્ષો પછી એમણે બ્રહ્માંડ વિશે સંશોધનો આપી આખા જગતનું ‘નાગરિક્ત્વ’ મેળવી લીધેલું.

આઈન્સ્ટાઈ ક્યાં ખોટા પડેલા?

આઈન્સ્ટાઈને કરેલી શોધો વિજ્ઞાનજગત માટે કાયમ દીવાદાંડી બનીને રહેવાની છે. પણ એ સુપર બ્રેઈન આઈન્સ્ટાઈને પણ કેટલીક ભૂલો કરેલી. ૧૯૧૭માં આઈન્સ્ટાઈને એવું કહેલું કે બ્રહ્માંડ સ્થિર છે. એ વાત બાદમાં ખોટી સાબિત થઈ. ૧૯૨૩માં આકાશગંગાઓ વચ્ચે વધતા જતા અંતરનો અભ્યાસ કરી એડવિન હબલે સાબિત કરી આપ્યું કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. આઈન્સ્ટાઈને જોકે ખેલદિલી દાખવીને ૧૯૩૧માં પોતાની ભૂલ સ્વીકારી લીધેલી. ૧૯૧૫માં વળી તેમણે એવું કહેલું કે બ્લેકહોલ ક્યારેય શક્ય જ નથી. એ વાતને ભારતીય મુળના ખગોળશાસ્ત્રી સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરે ૧૯૩૦માં ખોટી સાબિત કરી દેખાડી. અત્યારે પરમાણુ ઊર્જાની બોલબાલા છે. પણ આઈન્સ્ટાઈને ૧૯૩૪માં એવું કહેલું કે પરમાણુ ઊર્જા શક્ય નથી! ૧૯૩૦માં ઓસ્ટ્રીયન મહિલા વિજ્ઞાની ઓટો ફ્રિશે અણુનું સફળતાપૂર્વક વિભાજન કરી આઈન્સ્ટાઈનને ખોટા સાબિત કરી બતાવ્યા!

આઈન્સ્ટાઈન છેલ્લા જિનિયસ હતા?

કોઈ પણ ક્ષેત્રમાં રેરેસ્ટ ઓફ ધ રેર અને અતિ અસાધારણ કામ કરનારા મહાનુભાવો માટે જિનિયસ શબ્દ વાપરી શકાય છે. કેટલાક વિજ્ઞાનીઓના મતે આઈન્સ્ટાઈન વિજ્ઞાનજગતના છેલ્લા જિનિયસ હતા. આઈન્સ્ટાઈન પહેલાં ગેલેલિયો, કોપરનિક્સ અને એડિસન આવી જિનિયસનેસ દેખાડી ચૂકેલા.

કોનાં કોનાં અંગો સચવાયાં છે?

આઈન્સ્ટાઈનનું મગજ તો ઠીક છે, વિજ્ઞાનીઓ માટે રાહબરનું કામ કરનારું હતું એટલે તેની જાળવણી થવી જ રહી. પણ એ સિવાય ઘણાં મહાનુભાવોના શરીરનાં અમુક અંગો સચવાયાં છે.

* અમેરિકાના પોર્ટલેન્ડમાં આવેલા માઈન હિસ્ટોરિકલ સેન્ટરમાં અમેરિકાના પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનના વાળ સચવાયેલા છે.

* અવકાશ સંશોધનની દિશાઓ ઉઘાડનારા વિજ્ઞાની ગેલેલિયો ગેલેલીની આંગળી ઈટાલીના ફ્લોરેન્સ હિસ્ટરી સંગ્રહાલયમાં સચવાયેલી પડી છે. ગેલેલિયોની આંગળી તો છેક ત્રણસો વર્ષ કરતાં વધારે સમયથી સચવાયેલી પડી છે. એ આંગળી ગેલેલિયોના જમણા હાથની વચલી આંગળી છે.

* બીજા વિશ્વયુદ્ધ વખતના ઈટાલિયન સરમુખત્યાર બેનિટો મુસોલીનીનું મગજ પણ સાચવી રખાયું છે. એ મગજ તો વળી કોઈ ચોરી ગયું હોવાનો બનાવ પણ નોંધાયેલો. વાત એટલેથી અટકી ન હતી. ચોરી પછી એ મગજ ઇન્ટરનેટ પર વેચાણ માટે ઈ-બે કંપનીની વેબસાઈટ પર પણ મુકાયેલું.

સંશોધનની આદર્શ ઉંમર કઈ?

આઈન્સ્ટાઈને એક વખત કહેલું કે કોઈ વ્યક્તિ મહત્ત્વપૂર્ણ શોધ કરે તો એ ૩૦ વર્ષની ઉંમર પહેલાં જ કરી નાખશે. તેમની વાત સાવ તો નહીં પણ કેટલેક અંશે સાચી સાબિત થઈ છે. ૧૯૦૧થી લઈને ૨૦૦૮ સુધીમાં ફિઝિક્સ, મેડિસિન અને કેમેસ્ટ્રીનાં કુલ ૫૨૫ નોબેલ પ્રાઈઝ અપાયાં છે. એમાંથી ૬૫ ટકા વિજ્ઞાનીઓએ પોતાનું એવોર્ડ વિનિંગ સંશોધન ૪૦ વર્ષની ઉંમર પહેલાં કરી લીધું હતું. તો વળી ૨૦ ટકા એવા હતા જેમણે ૩૦ વર્ષની વય પહેલાં જ તીર મારી દીધેલાં.

માનવ મગજનો દસ કે અમુક ટકા હિસ્સો જ વપરાય છે?

શરીરનો કોઈ એવો હિસ્સો નથી કે જેનો વપરાશ ન થતો હોય. મગજનો ૯૦ ટકા હિસ્સો વપરાવાનો જ ન હોય તો કુદરત એ ભાગનું સર્જન કરે જ શા માટે? હકીકતે મગજમાં વિવિધ વિભાગો છે. અલગ અલગ કામ પ્રમાણે અલગ અલગ વિભાગો વપરાય છે. જેમ કે, યાદ શક્તિ માટે એક વિભાગ તો શરીર સંતુલન માટે બીજો. પરિણામે કોઈ એક સમયે આખું મગજ વપરાતું હોય એવું દર વખતે બને નહીં. એટલે આ માન્યતા મજબૂત થઈ કે આપણા મગજનો સંપૂર્ણ વપરાશ થતો નથી.

pragnaju | April 20, 2012 at 4:24 am | Replyસંપાદન કરો

“Sharad Shah”
Osho on
What is Mind and Mind Conditioning

Every one is born fresh. For an Infant every thing is new and unknown. The Infant does not have any idea about things and cannot distinguish between things. The Infant is not even aware of its own Body.

Slowly with mother’s touch the Infant starts recognizing its body. Then the Infant starts recognizing the Mother, father and then after some time it starts recognizing its own name given by the parents. With time the Child gets identified with more things like – this is my body, these are my toys, these things are good and these things are bad and so on. Slowly a belief system is formed which defines good and bad for the child. Society, Parents, Religion and upbringing plays an important role in shaping the belief system of the child.

This belief system act as a protection for the innocent and pure child. Because if we act according to the society then we are accepted otherwise we have to face their criticism. E.g. small Children often play and suck their thumbs, explore their genitals and eat sand. But mothers stop them from doing so. So the child comes to know that these things are not allowed. This information forms the belief system of the child. In a subtle way every child is programmed to act in a certain way. Every Child goes through this programming and starts functioning as per the programming. This programming is our Mind.

For understanding we can compare our Mind with operating system of our Computer. But this programming done in our childhood is not the only factor which shapes our mind. Many beliefs we carry from our past lives also. These Past lives tendencies can be compared with “Read only memory” of computer.

In a way we are a Biological Computer. Our actions are decided by our Programming. No person is a fool to do any thing wrong. Even criminals have a valid reason to commit the crime. For a criminal that is not the crime because in his belief system that is the right thing to do. Every moment Mind works in the background and makes us to do things. Even while reading this article our Mind is acting as a Judge.

Mind has many layers of conditioning. Suppose some one dies after falling from a high building in previous life then in this life that person will be afraid of heights. Every experience adds one layer to our mind. It’s like a wall which is being painted with different color every moment.

Our mental state or Mind is always in Flux state, with many emotions keeping on coming and going. Emotions start with a thought. Idea of doing any thing also starts with a thought. Our Mind is always full of thoughts. In spiritual world Mind is recognized as the ‘thinking mechanism’. Thought is a door to Mind or thought is Mind. Twenty fours in a day we are thinking and dreaming. One thought comes, then next thought comes which is always related with the previous thought. Those who practice meditation say that “thoughts are always related. One thought leads to another thought. It’s like a continuous Traffic of thoughts in which one thought is followed by another thought”.

Most of us believe that they are thinking good and bad thoughts. If that is the case then we can definitely stop this process of thoughts for a while. But no matter how hard we try we cannot be with out a thought for even a single second. Even the idea of having no thought for a second is itself a thought and will lead to another related thought and the Next thought is already in the Traffic. Thoughts come from outside. That is reason we can not stop our thoughts because they are not ours.

Most of us not only take the responsibility for good and bad thoughts and but we even fight for them. Many times fulfilling a single thought consumes our whole life. What ever actions we do in life starts with a Thought and thought is Mind and Mind means the programming done from so many lives. We make our decisions in life based upon our thinking but no thought is ours. Then what are we doing in this life which we can call ours? Until and unless we become aware of the Mind then our life is no more than a dream because we are sleeping. No action of ours come from our Individuality but is influenced by our Mind.

Mind is a Limitation which limits the Man to mediocrity otherwise if Man works from its source then Man has an infinite potential. Meditation is one device which brings us closer to our source. Any action done with meditation is authentic and is not influenced by Mind. Meditation liberates man from the slavery of Mind. With meditation what ever we do is as fresh as a new Born Baby. All that corruption which Mind has done to us loses its strength against Meditation. Meditation is the only medication.

As of now all our actions are controlled by Mind. Mind has become our master and it’s not so easy to get rid from the slavery of mind. Even if we come to know of this slavery then also Mind is going to deceive us. Mind is very cunning and plays subtle games with us. First step towards becoming more authentic is to be aware of the Mind games. Thinking is the door through which Mind enter again and again all the time fooling us, making us do things which we feel we ourselves have decided to do and all the time creating misery for us and then rationalizing every thing and every action which we have done. Mind deceives us through various ways.

1. Mind is either in Past or in future. All the time our thoughts are moving in past or future. Always we are dreaming. When ever we come to present moment, Mind stops for a while.

2. We are driving at 100Kmph and suddenly to stop accident we apply break. Then for a brief moment our mind stops. Because if in that dangerous situation we start thinking , we will be dead. Then in that situation the decision of applying brakes, comes from our being or our center or from spontaneity or from our soul. These are all same but different authors have used different terms.

3. Rock climbing, Fast driving, Bungee Jumping – there is so much thrill. because mind stops for a while in those rare moments.

4. In deepest experience of Sex or in ejaculation again mind stops for a while. But it happens for a while and then again it comes back.

5. But whenever mind stops suddenly on that occasion either we are in shock or thrill but we are never relaxed.

6. Mind also stops in deep meditation but then we are relaxed and blissful. That is the beauty of meditation. In Samadhi state mind stops completely.

7. Some times when we are very relaxed then also for few moments mind stops. Some times when we are with our lover watching sunset or seeing some beautiful thing or sharing intimate moments then also Mind stops for a while. Or we are desiring for some thing for so long and we are putting so much effort for it and suddenly we get that thing then also mind stops for a while. But only for few moments and we cherish those moments through out our life. Same blissful moments are experienced in deep meditation.

8. But these moments when mind have stopped are few because mind again finds some excuse to think. Mind can say now you have found your beloved, you have attained your goal, what a beautiful sunset or rose flower etc. Through thinking mind comes. We verbalize every thing. If see a rose flower then immediately thought comes what a beautiful rose flower. We feel we are appreciating beauty but mind is doing its work. It comes back again and again. But if we keep on doing meditation then these silent moments when mind stops go on increasing and one day its stops on its own. When we completely stop cooperating with mind then its days are numbered.

9. Mind generates guilt feeling. That is another door through which again thinking starts and we get involve in thinking very seriously. Mind starts finding the cause why I acted that way. How can I act that way? I could have done some thing else and all the time mind is discussing some thing which has happened in the Past.

10. Mind loves Comparison. Mind compares with its colleagues, friends, relatives. Suppose my friend gets a better pay hike than me. Mind will be very disturbed. But Mind is not bothered with Bill Gates who is much richer than me. Mind only compares with close ones.
11. Mind is the experience of our collective Past. Mind knows to deal with the things which it knows, with which it is familiar. If any thing new turns up then mind does not know how to react for it. Mind needs some time to function and adjust itself in new situation.

1. Why the mind stops suddenly at the time of a possible accident?
Because Mind is not prepared for such an occasion.
2. Why we feel uncomfortable in new situation, with new people?
Because Mind is not prepared. Slowly mind learns the trick how to adapt with a particular person and occasion. That’s why we are different with each person.
3. When ever we have an option to choose then we should go for New. Because it breaks the habit of Mind, it loosens its grip on us. In a new situation mind does not know how to react because Mind is an experience of our collective past.
4. Some times it happens we go to a garden or a beach – then suddenly we become so much relaxed that the mind stops. Mind does not know how to react so it stops. But after few days when we again go to that place then we don’t feel so blissful. Because firstly we went with the desire to gain peace. Desire is Mind and secondly Mind is prepared now. On first occasion it was a shock for the mind but now its prepared. More we expect, less is the chances of it happening. Expectation, desire, ambition, thoughts all are Mind games.

12. Mind loves Rationalizing. What ever mind does it gives strong reasons for it and that too immediately. Even a criminal has valid reason to commit a crime. Mind rationalizes all its action as well as mistakes.

1. While rationalizing again, thought will enter and so will the mind. Thought is the vehicle for Mind to travel.
2. So if we make any mistakes then no need to feel guilty and no need to rationalize it. We all are human so we are bound to commit mistakes. But as a human we should be wise enough to learn from our mistakes as well from others and not to commit the same mistakes again. Accepting that we have committed mistake is better than rationalizing it. Acceptance of mistakes opens the door to learning from it as well as avoiding it in future.
3. So one should accept the mistake as soon as we found and move on with life rather than brooding over it for a long period of time and suffering.

13. Mind loves contemplation. Many times it happens that we are thinking over a problem for a long period of time but are not able to reach to an conclusion.

1. But still we go on contemplating as mind rationalizes by saying that we are coming to conclusion. In reality even after 5 hours of contemplating we are at the same place as we were 5 hours ago.
2. Mind wants to know every thing before doing or starting any thing. Mind believes that by thinking, by contemplating we are doing some constructive work.
3. Paradoxically when the time comes to take decisions then we always knows what we have to do. In that exact moment we all are able to make decisions. If we take decisions of life moment to moment then our source/being guides us. If we are not bothered with next moment and we live as each moment comes then we are always guided by our being or intuition and we never make any mistakes.
4. But when ever we make any decision from mind. Then we are always deceived and secondly mind will also rationalize our decision but at same time we will always have a guilt feeling.

14. Mind is confusion. Even after hours of thinking mind is not able to come to conclusion because mind is always divided. When ever it speaks in favor after few minutes it will speak against also. Mind is always in dilemma and confusion.

1. Mind is the sum total of all our experiences, all our conditioning, all our belief systems. Mind has nothing of its own, no center. Mind is just a Big hard disk in which all types of data is loaded. Mind needs a master who can make use of this vast information. But that master is sleep and only meditation can awake the master. Once the master is awake then mind is an wonderful servant.
2. It happens we go to a shopping mall and we buy a shirt. After few minutes we always find a shirt which is better than the ones which we have bought. Because mind is never sure of anything nor even of this decision.

15. Mind is desire. Mind contains all the unfulfilled desires of our lives. Not even this life but past lives also. When we die then our body dies but our mind is not dead. Our all memories from past lives are still store with mind but we are not able to access them. But there are ways to access the.

1. Mind has so many desires and is always full of ambition. Mind convinces us with its rationalization that if this desire is fulfilled then I will be happy. But it never happens so. Because at the first place it’s difficult to fulfill a desire and if by chance we are able to do it, by that time mind has moved to some other desires.
2. Fulfilling mind desires is impossible. May be man in future man can make every impossible to possible but it can never satisfy mind.

16. Mind is Doubt. Mind is always in dilemma and lots of questions.

1. When ever ‘How’ and ‘Why’ comes, It means mind has entered. Mind wants to know every thing. It ask all sort of questions. And again it’s impossible to satisfy mind. Because if one question of mind is answered then it will create 1000 other questions.
2. Mind is versatile. it can create doubt and questions in every field. Even in spirituality. Many meditators ask “why we are not doing meditation”, ”are we going in right direction in meditation”. Simple solution to all these questions is to look “who is asking this questions”. Moment we start answering these questions from mind, we have become fool. Its impossible to answer them.

17. Mind is Ambition or Ego. Mind loves power. That power could be in the materialistic world or in he spiritual world.

1. In Spiritual world mind hankers towards spiritual power. Nothing much has changed. Earlier mind was running after money, fame, sex now mind is running after enlightenment, heaven, spiritual power etc.

2. Mind is very capable in making the 180 degree turn.
1. For example one who is totally materialistic can become a great spiritual person in another minute. Its like a movement of pendulum. Once the pendulum reached the other end it changes direction. So is the case with mind. When ever we reaches the other end or extreme of any thing we change direction.
2. That’s why Gautam Buddha teaches the path of Middle. When we are in middle, mind is no more there. Mind is there in past and in future. This very moment it is not there. But to start living in present moment one needs to practice and then only our slavery will break one day.
3. Any thing that is satisfying to our ego, any thing that adds to our ego comes from our mind. Mind always tried to prove how Right I am. How smart, how intelligent, how beautiful I am. All games and tricks of Mind are directed towards feeing the ego. More egoistic the person is, more is misery. More spontaneous, more childlike innocent state leads to happiness.

18. Mind is Extrovert. Mind’s focus is always on the other, outside. Opposite of Mind is meditation. Meditation is inwards. Meditation brings us closer to ourselves and mind takes us away from ourselves. Meditation means death of mind. So it always happens. When ever we start meditating, the mind becomes very alert. It starts working at double, triple of its efficiency. And in beginning all meditators have to pass through this state.

1. Mind is directly related with body. Mind and body are not two mechanism but they are one. Mind is very much connected with breath. More faster, more uneven the breath is, more the mind is working. On the contrary when breath is very slow, in rhythmic, then mind is silent. Vipassana meditation taught by Gautam Buddha is based upon this principle. Simply watching the fall and rise of breath, mind slows down.

2. During meditation Mind not only works faster but it also creates distraction through body also. Some people feels that Ant is walking in their arm, some people feel like aching a part of a body and some feels tired, sleepy and so on. These all are distractions because of the mind. Only solution for it is to ignore them or if some one wants to rub the body then does it with awareness.

19. Mind lives with definitions, principles, beliefs, laws, disciplines. Mind is an order. But in existence there is nothing good and bad. We can define any thing concrete. E.g. if Hitler was killed the moment he was born that would have been a sin but if some body would have killed him before 2nd world war then it would have been good for humanity. Is not it so? So how can we define whether killing is good or bad? If look very subtle, then here our mind is coming to a conclusion that nothing is good and Bad. This will become a new definition for Mind. Mind is at functioning even now while reading this article.

20. Mind is very cunning. On the surface it says some thing but deep down its thinking and planning some thing else. Mind is a very calculative. It checks all the Pro’s and Con’s for doing a thing.

21. Mind needs past and future but life needs present. Living in present moment is the biggest present one can give to oneself. Sages say even till the last step mind follows us, it tries all kind of tricks to be fooling us.

22. Mind gets bored easily. If we do a thing again and again then sooner or later mind gets bored with it and it needs a change. But that change should not be any thing which mind has not experienced before. Some thing from the Past which mind has enjoys before as Logical mind believes doing that thing can give me pleasure again. Repeating any word or Mantra with out awareness is very boring for mind after some time and it falls to sleep. That is base of Transcendental meditation. In Mantra Chanting one should be aware or chant the manta with full intensity as one life is at stake or with great devotion. Chanting Mantra should not be mechanical or one will fall asleep because Mind sleeps.

23. What ever we want to suppress or escape from becomes central to the mind. What ever we try to escape becomes an attraction for the mind and mind starts moving towards it. So no restriction can bind the mind. But becoming aware of the things can help us prevent from distraction.

pragnaju | April 19, 2012 at 8:55 pm | Replyસંપાદન કરો

મનનું સ્થાન ન કેવળ શરીરના અણુ અણુમા પરંતુ વિશ્વના અણુ અણુમા વ્યાપ્ત છે.તેની ચાર સ્થિતીમા ગર્ભમા મન ઘડાય,શિક્ષણથી બુધ્ધિ સ્વરુપે ઘડાય,સતત પ્રયત્નોથી ચિત અને ધર્મથી અહંકાર સ્વરુપે સમજાય! બુધ્ધિ માટે આધુનિક વિજ્ઞાન પ્રમાણે સીરોટીનીન ગણે તો તે વધુ મૉટા આંતરડામા અને વેદ પ્રમાણે મુલાધાર ચક્રમા જે બુધ્ધિદાતા ગણેશનું સ્થન ! જે સંશોધનનો વિષય રહ્યો છે….
મનશ્ચ જ્ઞાનેન્દ્રિય પઞ્ચકં મિલિત્વા,
યો ભવતિ સ મનોમયઃ કોશઃ ।અન્નમય કોશના અંતર્વર્તી અને એની આત્મા પ્રાણમય કોશ છે. પ્રાણમય કોશના અંતર્વર્તી અને એની આત્મા મન છે. આ કોશ ક્રમશ સૂક્ષ્મ થાય છે. સૂક્ષ્મ કોશ તેનાથી સ્થૂલ કોશોમાં અંતઃવ્યાપ્ત થઈ જાય છે અને તેને પોતાના નિતંત્રણમાં રાખે છે. ઉદાહરણ તરીકે , જ્યારે મન કોઈ દુઃખથી ઉદ્વિગ્ન (વ્યાકુળ) થાય છે તો તેનો પ્રભાવ પ્રાણ અને શરીર પર જોવા મળે છે.
મન જ્ઞાનેન્દ્રિયો પાસેથી રૂપ, રસ આદિ વિષયો પ્રાપ્ત કરે છે અને તેની પ્રતિક્રિયા કર્મેન્દ્રિયોને સૂચિત કરે છે. જોકે પાંચ ઇન્દ્રિયોથી પ્રાપ્ત થવાવાળા વિષય અલગ અને ભિન્ન પ્રકારના હોય છે પરંતુ તે મનમાં એકીકૃત થઈને વસ્તુનું બિંબ પ્રસ્તુત કરે છે. મન એને બુદ્ધિની સામે નિર્ણય લેવા માટે પ્રસ્તુત કરે છે.
આ ઉપરાંત મન વિચારોનો સતત પ્રવાહ છે. જો પ્રત્યેક વિચારને એક ડોલ પાણી માની લઇએ તો મન એક નદી છે જેમાં પાણી નિરંતર પ્રવાહિત રહે છે. ઘેરાયેલા પાણીમાં એની શક્તિ નથી દેખાય દેતી પરંતુ તેના પ્રવાહિત થવા પર નદીમાં ગતિ અને શક્તિ આવી જાય છે. આ જ પ્રકારે વિચાર પ્રવાહિત થાય છે તો તેમાં ઘણો ઉદ્વેગ ઉત્પન્ન થાય છે અને મન મનુષ્યનો સૌથી મોટો શક્તિશાળી વિરોધી બની જાય છે.
ગાઢ નિદ્રા સમયે આપણું સુક્ષ્મ શરીર દૂર દૂર સુધી વિહરે છે તે એક પાતળા દોરથી સ્થુળ દેહ સાથે જોડાયેલું રહે છે. આ પાતળા દોરને ‘સિલ્વર કોડ’’’ કહે છે અને તેને આધારે વિહરીને તે સ્થુળ શરીરમાં પ્રવેશે છે. વાયુ, અગ્નિ, આકાશ, જળ અને પૃથ્વી આ પાંચ તત્વોથી બનેલા આ દેહમાંથી જ્યારે દેહવિલય થાય છે ત્યારે જળ અને પૃથ્વી તત્વ નાશ પામે છે. સુક્ષ્મદેહમાં પાંચ જ્ઞાનેંન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા મન, બુઘ્ધિ, ચિત્ત અને અહંકાર આમ ૧૯ તત્વો રહે છે. આ દેહ વાયુપ્રધાન હોય છે.
સાંપ્રત સમયમા સંતો આ રીતે સમાજાવે છે.મન તો કમ્પ્લિટ ફિઝિકલ છે, મિકેનિકલ છે. દા.ત. કોઈ એક માણસ અમુક મશીનરી બનાવે છે. એ બનાવે છે ત્યારે તેનો આત્મા મશીનરી સાથે એકાકાર થઈ જાય છે અને મશીનરી ચાલે ત્યારે અહંકાર કરે કે મેં કેવું સરસ બનાવ્યું ? પણ જો તે મશીન બંધ કરવાનું સાધન તેમાં ના હોય તો પછી પેલો માણસ એને કેવી રીતે બંધ કરે ? અને જો ભૂલેચૂકે એના જ બનાવેલા મશીનના કોઈ ગીયરમાં તેની આંગળી આવી જાય તો શું મશીન તેની શરમ રાખે ? ના રાખે, ફટ દઈને આંગળી કાપી નાખે, કારણ મશીન ફિઝિકલ છે. તેમાં બનાવનારની સત્તા ચાલતી નથી. તેવું જ મનનું છે. બૉડીના પરમાણુ કરતાં હલકા પરમાણુ હોય, તેનાથી વાણી બંધાય અને તેનાથી પણ હલકા પરમાણુથી મન બંધાય.
મન બે પ્રકારનું છે; સ્થૂળ મન અને સૂક્ષ્મ મન. એને જ બીજા શબ્દોમાં સૂક્ષ્મ મનને ‘ભાવ મન’ અને સ્થૂળ મનને ‘દ્રવ્ય મન’ કહે છે, કારણ મન અને કાર્ય મન. ભાવ મનનું સ્થાન કપાળમાં, સેન્ટરમાં ભ્રમરથી અઢી ઈંચ દૂર રહેલું છે અને સ્થૂળ મન હૃદયમાં છે. સ્થૂળ મન પાંખડીઓવાળું છે. તેથી જ ઘણા લોકો કહે છે કે, મારું હૃદય કબૂલ કરતું નથી. કંઈક ધ્રાસકો પડે તો હૃદયમાં ખળભળાટ થઈ જાય છે. તે દ્રવ્ય મન છે. દ્રવ્ય મન કમ્પ્લિટ ઈફેક્ટ છે, ડિસ્ચાર્જ સ્વરૂપે છે. જ્યારે ભાવ મન કૉઝ ઉત્પન્ન કરે છે. તે ચાર્જ કરે છે.
ભાવ મન સહેતુક છે. તેથી નવાં બીજ પડે છે. હેતુ પરથી ભાવ મન પકડાય, પણ તે હેતુ જોવાની દ્રષ્ટિ પોતાને હોય નહીં ને ! જ્યાં ‘પોતે’ શુદ્ધાત્મા થાય અને સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય અને મનને કમ્પ્લિટ જુદું, ફિલ્મની જેમ દેખી શકે, ત્યારે જ ભાવ મન શું છે તે સમજાય. ભાવ મન સુધી તો સર્વજ્ઞ સિવાય કોઈ પહોંચી જ ના શકે. જ્ઞાની પુરુષ જે સર્વજ્ઞ છે તે તમારા ભાવ મન આગળ દાટો મારી આપે. એટલું નવું મન ચાર્જ ના થાય અને કેવળ ડિસ્ચાર્જ મન જ રહે. તે પછી તેની ઈફેક્ટને જ જોવાની અને જાણવાની.
આ અંગ્રેજો સબકોન્શિયસ અને કોન્શિયસ માઈન્ડ કહે છે. તે બધું જ સ્થૂળ મન છે. સૂક્ષ્મ મનનું એક પરમાણુ પણ કોઈથી પકડી શકાય તેમ નથી. એ તો જ્ઞાની પુરુષનું જ કામ છે. કારણ કે તે જ્ઞાનગમ્ય છે.

શરદ શાહ

Sharad Shah | April 20, 2012 at 1:54 am | Replyસંપાદન કરો

Brain is a hardware whereas Mind is a software written with invisible script in every human. Science deals with the object (Brain) not with the subject (Mind). Science can not find soul, love,mind, intellect etc..(But human can experience). It is out of the preview of science.

અને થોડુંક મારું ચિંતન –

સમ્મોહન

2 responses to “ઓટોપ્સી – એક ચર્ચા

 1. સુરેશ એપ્રિલ 20, 2012 પર 10:43 એ એમ (am)

  એક રીતે જોઈએ તો આ શિર્ષક બહુ જ સૂચક અને યોગ્ય છે ..
  મન પરના વિચારોની ઓટોપ્સી !!

 2. nabhakashdeep એપ્રિલ 20, 2012 પર 5:18 પી એમ(pm)

  આજની પોષ્ટ અમે સજોડે વાંચી અને આ દિનચર્યાના અમે છૂપા ભાગીદાર
  મહદ અંશે અનુભવ્યા. જીવનની તદ્દન સાચી તાસીર માણતાં સાચેજ અમે
  તમારી સાથે હસ્યા.જીવનના અનેક રંગો, સવાર ,સાંજ કે સંધ્યા જેવા માણ્યા,
  અનેક રૂઆબો પણ કરી જાણ્યા અને ઢીલાઢફ જેવા દાદાની દુનિયા પણ
  દોહિત્રોને બતાવી સુખેથી સમજી માણી.

  રમેશ પટેલ(આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: