સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ત્યારે સાલું લાગી આવે

મિત્ર ગણીને જેની સાથે સ્નેહ કરેલો;

પેટ ખોલીને જેની સાથે વાત કરેલી; 

બધી સુજનતા વિસરી જઈને

પીઠમાં ખંજર  જ્યારે ભોંક્યું નિર્દયતાથી;

……… ત્યારે સાલું  લાગી આવે. 

——————-

     આમ તો આ રચના હતાશાની છે; પણ એનું શ્રેય  ‘હાસ્ય દરબાર’ પર એક હળવા હાસ્યચિત્ર પર માનનીય પ્રજ્ઞાબેન વ્યાસે આપેલ  કોમેન્ટને જાય છે. ( એ બધી હળવાશ માણવા અહીં ક્લિક કરો,

    અલબત્ત એ કોમેન્ટ અને ત્યાર બાદ મળેલી સઘળી શેર પૂર્તિઓ પણ એવી  જ હળવી હતી. પણ આપણે એ ન ભૂલીએ કે, હાસ્યની પાછળ ઘણી વખત અસહ્ય કરૂણતા  છુપાયેલી હોય છે.

કવિશ્રી. મુકેશ જોશીની એ મૂળ રચનાનો, મને ગમતીલો મક્તાનો શેર ..

તમે હો મુસ્તાક તમારી તલવારો પર

દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે 

હાથ જરા સરકાવો પાછળ,

સાવ જ ખાલી મ્યાન મળે ને,

..……. ત્યારે સાલું લાગી આવે. 

[ આખી રચના અહીં વાંચો; અને સાંભળો . ]

5 responses to “ત્યારે સાલું લાગી આવે

 1. સુરેશ એપ્રિલ 30, 2012 પર 11:48 એ એમ (am)

  આ જ ભાવની મારી જૂની રચના –

  મીત્ર આવા ખોખલા કોને ખબર?
  પ્રીત આવી પાંગળી કોને ખબર?

  http://kaavyasoor.wordpress.com/2007/08/20/kone_khabar_suresh/

  પણ એ જૂના ઘાવોને શીદ પંપાળવા?

 2. pragnaju એપ્રિલ 30, 2012 પર 11:56 એ એમ (am)

  આ સાળુ પહેરવાની વાત નથી
  સાલુ છે…
  મારા રોગ પ્રમાણે મનમા ગરબો

  હળવે હલું તો કેર ચહી જાય, હાલુ ઉતાવળે તો પગ લચકાય,
  સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય, ધડકંતો છેડલો સરી સરી જાય
  ગૂજવા માંડ્યો

  હે ઘમર ઘમર મારો ગરબો રે માથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ,
  હે લરફર લરફર સૈયર સંગે રૂમક ઝુમક જાયે રૂપરંગ રે…
  હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો, સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર,
  હે મધુભર રસભર નૈન નચાવે નાજુક નમણી નાગરવેલ…

  હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,
  જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…

  હે વાટકી જેવડી વાવલડી ને મંઈ ખોબલો પાણી માંઈ રે,
  જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
  હે દુધે તે ભરી…

  ગરબો માથે કોરિયો માએ ઝબક દીવડો થાય મારી માડી,
  ગરબો રૂડો ડોલરીયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી,
  હે તાળીઓની રમઝટ,
  હે તાળીઓની રમઝટ પગ પડે ને ત્યાં ધરણી ધમધમ થાય રે…
  જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
  હે દુધે તે ભરી…

  હળવે હલું તો કેર ચહી જાય, હાલુ ઉતાવળે તો પગ લચકાય,
  સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય, ધડકંતો છેડલો સરી સરી જાય…
  હે પગને ઠેકે ધૂળની ડમરી ગગનમાં છવાઈ રે…
  જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
  હે દુધે તે ભરી…

  ચ્યમ જઉં ઘર આંગણીયે, આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા…
  થઈ જાઉં હું તો ઘેલી ઘેલી હૈયા હિલોળાં ખાય મારા વ્હાલા…
  હે સરખેસરખી સૈયર ટોળે ઝટપટ ઝટપટ જાય રે…
  જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
  હે દુધે તે ભરી…

 3. facebook covers જુલાઇ 27, 2012 પર 9:20 એ એમ (am)

  Great of an article, can let a person will have insight some life philosophy. Content is good rich logical, description with humor, let a person look at a comfortable happy. I’ll read again a few times, or let oneself know more.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: