સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોપર બોટમ – એક અવલોકન

ફરી પાછું ચા બનાવતાં અવલોકન! પણ આ   વખતે ચા બનાવવાની જગ્યા બદલાઈ છે – દીકરાને ઘેર.

ઉમંગને ઘેર કોપર બોટમ પેન છે. ( તાંબાના તળીયાવાળી તપેલી? – છી, ભદ્રંભદ્રીય લાગે છે!)

એમાં ચા બનાવી અને પ્યાલા ભરી દીધા. તપેલી સાવ સાફ રહી હતી. ઋચાને ઘેર તો ચા/દૂધની એટલી છારી ચોંટી જાય કે, ધાતુના કૂચાથી એને ઊડકવી પડે. પણ આ તો સાવ કોરી ધાક્કોર રહી હતી.

તાંબાની ગરમી વહન કરવાની ઉચ્ચ ક્ષમતાને કારણે જ તો ને? સ્ટવની ગરમી તરત દિવાલો સુધી પ્રસરી જાય.

મારા માનીતા ભૌતિકશાસ્ત્રનો સિદ્ધાંત.

….

જ્યાં વહન વધારે થાય છે; ત્યાં સંચય ઓછો થાય છે. નદીના પાણીમાં લીલ થતી નથી; તળિયું પણ સ્વચ્છ રહે છે.

માનવ જીવનમાં ઘણી બધી આપદાઓ સંચયના કારણે જ ઊભી થતી હોય છે ને? ગણ્યા ગાંઠ્યા લોકો કરોડોને લૂંટી, સો પેઢી ચાલે એટલી સંપદા ભેગી કરી લે;  અને મોટા ભાગની માનવતા દરિદ્રતામાં કણસે.

વનસ્પતિ જગત આખી પ્રાણી સૃષ્ટિનો ખોરાક બનાવે છે; અને છતાં કેવી લીલ્લુડી મનોહરતા જાળવી રાખે છે? એ પણ કોપર બોટમ!

Comments are closed.

%d bloggers like this: