સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અલેક્ઝાન્ડર સેલ્કર્ક, મૂળ રોબિન્સન ક્રુઝો

આજથી એક નવો વિભાગ ‘ ગદ્યસૂર’ પર શરૂ કરવામાં આવે છે. વાંચેલી અને ભૂલાઈ જાય તે ન ગમે તેવી, યાદગાર અંગ્રેજી ચોપડીઓનો એકદમ સંક્ષિપ્તમાં પરિચય.

યાદગાર પુસ્તકો

——————-

‘રોબિન્સન ક્રુઝો’ વિશે કોણ અજાણ હશે? પણ જે અદ્‍ભૂત માણસના જીવન પરથી ડેનિયલ ડેફોએ એ સાહસકથા લખી હતી; તેના વિશે સરસ માહિતી વાંચવા મળી અને મન મહોરી ઊઠ્યું.

This slideshow requires JavaScript.

સપ્ટેમ્બર -૧૭૦૪માં ચીલીના વાલપારિસોથી ૩૬૦ માઈલ પશ્ચિમમાં આવેલ , જુઆન ફર્નાન્ડિઝ ટાપુ પર, એક અંગ્રેજ  ચાંચિયા વહાણના કેપ્ટનની વિરુદ્ધ જવાની શિક્ષા માટે વહાણના બીજા નમ્બરના અધિકારી –  અલેક્ઝાન્ડર સેલ્કર્કને ઉતારી દેવામાં આવ્યો.

અને એ ટાપુ ઉપર એ સાવ એકલો ( પ્રાણીઓ, પક્ષીઓ, માછલીઓ અને જીવડાં ન ગણીએ તો !) ચાર વર્ષ અને ચાર મહિના રહ્યો.

અને વધારે નવાઈની વાત તો એ કે,

ત્યાર બાદ બીજા અંગ્રેજ ચાંચિયા વહાણે તેને આ કેદમાંથી ઉગાર્યો; મનીલાથી મેક્સિકો જતા અઢળક ખજાનાથી ભરેલા સ્પેનિશ ગેલિયન અને બીજા ચાર – પાંચ વહાણો લૂંટ્યા; ૧૭૧૧ માં લન્ડન પરત આવી સમૃદ્ધ બન્યો ; પણ ….

આ જણને એ ટાપુ પરની શાંતિ અને સુખની તલપ જિંદગી ભર રહી. સુખ અને સાહ્યબીવાળા જીવનને તિલાંજલી આપી, ઇન્ગ્લેન્ડના નેવીના વહાણ પર બીજા નમ્બરના અધિકારી તરીકે જોડાયો અને દરિયાઈ માંદગીમાં સપડાતાં માત્ર ૪૧ વર્ષની ઉમ્મરે એટલેન્ટિક મહાસાગરમાં ચિર નિદ્રામાં પોઢી ગયો.

—————-

વિશેષ વાંચન …

વિકીપિડિયા ઉપર

‘ ટેલિગ્રાફ’ ઉપર

સ્મિથસોનિયન ઉપર

Robinson_Crusoe_BT.pdf

2 responses to “અલેક્ઝાન્ડર સેલ્કર્ક, મૂળ રોબિન્સન ક્રુઝો

  1. Arvind Adalja મે 9, 2012 પર 3:22 એ એમ (am)

    મારાં પ્રિય પુસ્તકોમાનું એક છે.

  2. Pingback: બગલો અને બતક – એક અવલોકન « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: