સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આપણે શું કરી શકીએ?

       શ્રી. હરનિશ જાનીના વિચારપ્રેરક લેખ ‘ એ તો એમ જ ચાલે.’ પરથી ઘણા વિચારો ઊભા થયા. આ જ બાબતને ‘ આવાહંક ( આક્રમક વાહન હંકારવાની કળા) ‘ લેખશ્રેણીમાં બહુ હળવાશથી,  પણ ભીતરી વ્યથાના ઓથાર નીચે અભિવ્યક્ત કરી હતી.

એ બધા સંદર્ભો અહીં …

      આવું ઘણું લખાયું છે.  સામ્પ્રત સમાજની લાક્ષણિક અને ઊડીને આંખે વળગે તેવી નબળાઈઓ માટે ભાગ્યે જ કોઈ પણ ભારતીય અદનો આદમી, કોઈ પણ નેતા, કોઈ પણ ધર્મ કે સમ્પ્રદાયના વડા હશે કે, જેનો જીવ બળતો ન હોય. ભલે આપણે એને હસીને આપણો અણગમો વ્યક્ત કરીએ; સવાલ હમ્મેશ એ જ ઊઠે છે કે,

આપણે આમાં શું કરી શકીએ?

પણ આ સવાલનો અર્થ આપણે હમ્મેશ નકારાત્મક જ લઈએ છીએ.

આપણે એમાં કશું કરી શકીએ તેમ નથી.
અથવા  લાક્ષણિક ગુજરાતી રીતે –
‘એમાં આપણા કેટલા ટકા?’

      અમેરિકામાં રહીને દસથી વધારે વર્ષ આ બધી બાબતોમાં ઘણી બધી હકારાત્મકતા જોયા અનુભવ્યા બાદ કશુંક પણ સૂચન મારા જેવા આપે; તો લોકો તેને અવગણવાના  જ.

‘ એ તો ભાઈ! તમારે અમેરિકામાં રહ્યે રહ્યે બોલવાનું છે.
અમારી વ્યથાઓ તમને ક્યાંથી સમજાય? ‘

અને વાત પણ સાવ સાચી તો છે જ.

      અમદાવાદ કે કોઈ પણ, નાના મોટા શહેરમાં આ જ રીત વ્યાપક છે.

    રસ્તાઓની સંકડાશ, વાહનોની અવિરત વધતી સંખ્યા, સામાન્ય લોકોની વધતી જતી અપેક્ષાઓ, રાજકીય, કાયદો અને વ્યવસ્થાના પાલકો, અને  ધાર્મિક, સામાજિક નેતાઓની આ બાબત અસૂયા….. આવાં અનેક કારણોને લીધે ખાસ કશું હકારાત્મક થતું નથી.

     નવી સગવડો જરૂર ઊભી થઈ છે; પણ તે જરૂરિયાત કરતાં ઘણા વર્ષો પછી થઈ છે; અને ભવિષ્યની વધનારી જરૂરિયાતોને મોટા ભાગે ધ્યાનમાં રાખ્યા વગર જ આડે ધડે ઊભી કરી દેવાતી જોવા મળે છે.

    અને છતાં નીચેના પ્રશ્નો ભારતમાં વસનાર પ્રત્યેક વાચક પોતાની જાતને પૂછી શકે –

  1. સરકારી કે મ્યુનિસિપલ તંત્રની ટીકા કરવાને બદલે,મારી જાત માટે નિયમ પાલન કરવા બની શકે ત્યાં  હું પોતે આગ્રહ રાખીશ?
  2. મારા પોતાના કે અંતરંગ વર્તુળમાં કોઈ વ્યક્તિ ટ્રાફિકના ગુના માટે પકડાય તો તેને ગુનાની સજા પ્રામાણિક રીતે ભોગવી લેવાની સલાહ હું આપીશ કે લાગવગ/ લાંચ વિ.નો વ્યાવહારિક રસ્તો અપનાવીશ?
  3. જો હું સત્તાસ્થાને હોઉં તો, આવાં દબાણો કે લાલચોને વશ થાઉં કે મારી ફરજ નિષ્ઠાથી બજાવું ?
  4. જો હું કોઈ ધાર્મિક સંસ્થાની નેતાગીરી કરતો હોઉં અને મારા અનુયાયીઓ મારો ઉપદેશ કે સલાહ સાંભળતા હોય તો, હું બીજી બધી ધાર્મિક/ આધ્યાત્મિક બાબતોની સાથે આ બાબત જાગૃતિ લાવવા તૈયાર છું ?

———————-

     આ બાબત વાચકો પોતાના વિચારો / વ્યાવહારિક સૂચનો જણાવશે તો કદાચ ઠીક ઠીક વિચાર દોહન થશે… અને કદાચ એક ડગલું / ચપટીક સુધાર થાય પણ ખરો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: