સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

‘ ૨૦૦ અવલોકનો ‘ આજની તાજી ખબર…

અવલોકન કર્યા કરવાની અને લખ્યા કરવાની ટેવ ધીરે ધીરે છૂટતી જાય છે.

પણ ત્રણેક અઠવાડિયા પહેલાં કુલ ૩૦૦ જેટલો – વસ્તી વધારો પામેલ આ વૃત્તિ / પ્રવૃત્તિને સંકેલી લેવી કે કેમ તેવો વિચાર જાગ્યો -શબ્દ પ્રત્યે જાગેલી નવી ઉદાસીનતા – ‘ હાલોકન’ જેવી જ તો !

પણ નવાં અવલોકનો તો લખાતાં જ ગયાં – કદાચ મનજી મહેરબાન પર હજી લગામ ન લાગવાને કારણે હજુ લખાશે.

પણ.. એ સાથે એમ થયું કે, આટલી બધી મજુરી કરી છે; તો થોડીક વધારે કરી લઉં અને એક ઈ-બુક બનાવી દઉં .

અને આ વૈતરો ફરીથી એ ઘાણીએ જોતરાયો.

જોડે જોડે વ્હાલીડા વલીદાને પણ જોતર્યા – પ્રસ્તાવના લખવા માટે .

અને એ ભલા અને ઉત્સાહી માણસે સરસ મજાની લખી પણ દીધી.

અને… ‘ અવલોકન પર અવલોકન ‘ મથાળા હેઠળ તેમના બ્લોગ પર છાપી પણ દીધી. ( ‘હાથી પહેલાં અંબાડી’ ની જેમ !)
લો! આ રહી …

હવે હાથીને મેદાનમાં લાવવો જ રહ્યો ને?  અને ફરીથી ઢીલમાં પડેલું એ કામ આજે પૂરું થયું .

અને  આજના અમેરિકન  ‘લેબર ડે’ ના શુભ દિવસે  ‘૨૦૦ અવલોકનો’ નામની ઈ-બુકના રૂપે  એ હાથી નેટ પર ચઢી પણ ગયો ( માત્ર ૩૫૧ પાનાં ! ) ——અહીં

આભાર અવલોકન સુઝાડનાર – પરમ તત્વનો .. પ્રેમથી પ્રસ્તાવના લખી દેનાર – સ્વજન સમા મિત્ર શ્રી. વલીભાઈ મુસા ‘વલીદા’ નો અને મારાં આવાં અળવીતરાં લખાણો ખમી ખાનાર વા્ચકોનો ….

Comments are closed.

%d bloggers like this: