સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હવે તે નથી – સ્વ. તુષાર ભટ્ટ

      કોઈ પણ પરિચિત વ્યક્તિના નામ આગળ સ્વ. લખતાં જીવ ચાલતો નથી હોતો. પણ હકિકત સ્વીકાર્યા વિના છૂટકો પણ નથી જ થતો હોતો.

      જાણીતા પત્રકાર શ્રી. તુષાર ભટ્ટ ૩૦મી માર્ચ -૨૦૧૨ના રોજ અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે.

દિલગીરી એ વાતની રહી કે, મને આટલી મોડી ખબર પડી. એક મિત્રના ઘેર જૂનું ગુજરાત ટાઈમ્સ પડેલું હતું. એનાં પાનાં ફેરવતાં આ દુઃખદ માહિતી જાણવા મળી.

       હજુ હમણાં તો – ગઈસાલ જ એમને અમદાવાદમાં તેમના ઘેર મળવા ગયો હતો. પાર્કિન્સન બિમારીથી ધ્રૂજતા એમના હાથ જોઈ મેં એમને તબિયતની કાળજી લેવા પણ કહ્યું હતું. શી ખબર કે, એ પહેલી અને  આખરી મુલાકાત નીવડશે?

      જે  ચાર વિદ્વાન વ્યક્તિઓને અમદાવાદની એ મૂલાકાત દરમિયાન મળ્યો એમાંના એક તુષાર ભાઈ. (અન્ય ત્રણ માનનીય વ્યક્તિઓ –  શ્રી. કનુભાઈ જાની, રાજેન્દ્ર શુકલ અને જુગલકિશોર વ્યાસ )

આ રહી એ તસ્વીરો …

This slideshow requires JavaScript.

એમનો પરિચય અહીં ..

      આટલા મોટા ગજાના પત્રકાર અને લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિ હોવા છતાં, તુષારભાઈનો બહુ જ પ્રેમ મને સાંપડ્યો છે. એમની સાથે કોણ જાણે કેટલી બધી વખત ચેટ કરી છે. અને મારી પાસે તો વેબ કેમ નહીં; પણ એ તો વેબ કેમેરાથી મને દર્શન પણ કરાવી દે!  મારા જેવા સામાન્ય માણસને આટલા મોટા ગજાની વ્યક્તિ આટલી સાલસતાથી સંવાદ કરે એ તો પહેલી નેટ મુલાકાતમાં હું માની જ નહોતો શક્યો. આ લખતાં લેખન વિકાસ માટે તેમણે આપેલાં સૂચનો જાણે કાલે જ આપ્યાં હોય તેમ, યાદ આવી જાય છે.

      જ્યારે પહેલી વખત તેમણે આ બ્લોગ પર પ્રતિભાવ આપ્યો; ત્યારે અહોભાવથી આ જણ ગલવાઈ ગયો હતો.

   આ રહી એ કોમેન્ટ – ‘સ્લમ ડોગ મિલિયોનેર અને લગાન ‘ ની સરખામણી અંગેના લેખ ઉપર…..


Tushar Bhatt

btusharster@gmail.com
59.96.144.205
Submitted on 2009/04/15 at 8:28 am

Bothe films should motivatee Indians to realise that there is government in the world that can help us.Our society alone can raise the resources to fight poverty and illiteracy. Let me give an example. There was a friend, now no more with us, who studied in the street light on the pavement from books borrowed from library and others. He took a PhD in economics and became an important figure.
He forever remembered his early days and how unknown people had helped him.He began paying fees and buying books for poor students in colleges– students who could neither afford the expenses nor get scholarships.He remained nameles and so did the students helped.But he made it a condition that while he did not want the money back,as and when in future the students could help others in a similar plight with whatever they could afford to give. The grateful students in turn helped others. Before he died at the rather young age of 51, the friend told me proudly nearly 20,000 people had benefited. No single charitable trust can do this. If not all, many of us did likewise, what would be the snowballing effect? This is the true Lok Shakti. No Raj Shakti can match it.
Tushar Bhatt

પણ કદી તેમણે એમની મહાનતા પ્રદર્શિત કરી ન હતી. થોડા એક સમય માટે તેમના બ્લોગ પર સાથે તંત્રી બની ( ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના તંત્રીનો સહતંત્રી  – ‘વાહ રે મેં વાહ!” ) અંગ્રેજીમાં લખવાની તાલીમ પણ લીધી હતી. એમની પ્રેરણાથી લખાયેલ આ વાર્તા એકમાત્ર એવી છે; જે પહેલાં અંગ્રેજીમાં લખાણી અને પછી એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.

એ અનુવાદના થોડાક અંશ….

ઝાડની ડાળીઓની આડશમાંથી તેણે દુર દુર કાળા આકાશમાં વાદળો આકાર લેતાં જોયાં. ધીમે ધીમે તેને તેનો આકાર દેખાવા માંડ્યો. એનો રંગ પણ ધીમે ધીમે બદલાવા માંડ્યો. પહેલાં થોડોક રાખોડી, પછી આછો પીળો, પછી હળવો કેસરી, પછી ઘેરો કેસરી, પછી લાલાશ પડતો અને છેવટે અંગાર જેવા લાલ રંગોમાં   વાદળો રંગાયાં. આ લાલચોળ વાદળોને વીંધીને એમની વચ્ચેથી સુર્યનાં પ્રથમ કીરણો તેની સમક્ષ આવી ઉભાં. કોઈ મહાન અસ્તીત્વની વીશાળ અને લાલચોળ આંખ ઉભરવા માંડી. તેનું સમગ્ર હોવાપણું એક ઉંડી એકલતામાંથી આળસ મરડીને અંગડાવા લાગ્યું. હળુ–હળુ તેના શરીરમાં જીવનનો આછો–પાતળો સંચાર થવા લાગ્યો. કશાય આકાર કે રુપ વીનાનું, અજાણ્યું અને અતીવીશાળ હોવાપણું તેના સમસ્ત હોવાપણાને ઘેરી વળ્યું હોય તેવી અનુભુતી તેને થવા માંડી. એ લાલચોળ આંખમાંથી સુર્યનાં સોનેરી કીરણો રેલાવા માંડ્યાં. તે જાણે કે, એને કાંઈક કહી રહ્યાં હતાં. એનો એ ગુપ્ત સંદેશ તેનું જાગૃત મન ઝીલી શકે તેવા કોઈ જાણીતા શબ્દ કે ઈશારા વીનાનો હતો. એ સંદેશની તો તેનું હોવાપણું માત્ર અનુભુતી જ કરી શકે તેમ હતું – કોઈ સમજણ તો નહીં જ.

આ સાવ નવા નક્કોર અનુભવથી તેના રોમેરોમમાં કોઈક અજાણી ઝણઝણાટી થઈ આવી. અને આ નુતન અનુભુતીના આવીર્ભાવે તેની જીવંતતા પણ ધીમેથી સંચાર કરતી સળવળવા લાગતી હોય તેમ તેને લાગવા માંડ્યું. તે અ–હોવાપણામાંથી હોવાપણામાં ધીમા પગરવ પાડી રહ્યો હતો. તેનાં અંગ–પ્રત્યંગ ધીમે ધીમે જાગૃત થવાં માંડ્યાં અને  નુતન જીવનના પગરણ તે અનુભવી રહ્યો. તેના પગનો દુખાવો અને પીડા આશ્ચર્યજનક રીતે ઓછાં થઈ ગયાં હતાં. મનુ ધીમે ધીમે ડાળ પરથી નીચે ઉતરવા લાગ્યો. છેવટે થડ પરથી સરકીને જમીન પર આવીને ઉભો અને કોઈ ઈચ્છા વગર, દીશાના કોઈ ભાન વગર કે તે શોધવાની કોઈ આકાંક્ષા વગર ચાલવા લાગ્યો.

—-

તે ઘટના આકારહીન, રુપહીન, અજાણી હોવા છતાં મનુએ તેનો આભાર માન્યો. તે જ દીવ્ય અને સોનેરી આંખે તેને નવજીવન  બક્ષ્યું હતું અને તેને હેમ–ખેમ ઉગારી, સ્વજનો વચ્ચે ગુફા ભેગો કર્યો હતો. મનુએ તેને ‘ઈશ્વર’ કહ્યો.

ત્યારે જ ઈશ્વરનો જન્મ થયો અને ત્યારથી જ માનવમનમાં તે હરહમેશ વસતો રહ્યો છે.

( આખી વાર્તા ગુજરાતીમાં અહીં…. )

———————–

અને જુઓ તો ખરા…. કેવા પ્રેમથી તેમણે પ્રતિભાવ પણ આપેલો?

2. Tushar Bhatt  |  June 15, 2009 at 7:56 pm

Dear Sureshbhai,
It has come out well.You have a rational mind,an open mind. The storyline is plausible. Man must have reviewed in the way you have visualised. Two additional suggestions. After a gap of a week or ten days, go through the piece again with a blue pencil.For this,one must read it loudly but without emotions–like a TV news reader.Mark the spots where it sounds a bit jarring. Our ears are great editors. Two, mark all the places, where you may have used double adjectives to emphasise any point. Cut out one adjective which sounds weaker.Too many adjectives do not make anything stronger.
Just as too much of tomato ketchup does not hide bad quality of a hamburger. Meanwhile, congratulations for this article.
Tushar Bhatt

ખેર.

याद रग जाती है और वक़्त गुज़र जाता है

फूल खिलता है मगर खिल के बिखर जाता है

सब चले जाते हैं फिर दर्दे जिगर जाता है

दाग़ जो तूने दिया दिल ने मिटाया ना गया

हम से आया न गया …

( આ મનભાવન ગીત અહીં  વાંચો …
આખું / અકબંધ –

ભલે તે મૃત્યુના કાળા, ડિબાંગ ઓથારનું
ડૂસકું ન હોય…
)

તુષારભાઈને શત શત વંદન અને ભાવભરી યાદ

10 responses to “હવે તે નથી – સ્વ. તુષાર ભટ્ટ

 1. અક્ષયપાત્ર/Axaypatra મે 30, 2012 પર 8:11 પી એમ(pm)

  એમના આત્માની પરમશાંતી માટે પ્રાર્થના.

 2. pravina મે 30, 2012 પર 9:24 પી એમ(pm)

  એમના આત્માની પરમ શાંતી માટે પ્રાર્થના.

 3. pravinshastri મે 30, 2012 પર 9:34 પી એમ(pm)

  સદગત શ્રી તુષારભાઈ સાથે બાળપણમાં ચિખલીમાં પ્રસંગોપાત મળવાનું થતું. તુષારભાઈ સગા અને સ્નેહી પણ ખરા. ત્યાર પછી ખાસ મળાયું નહીં. અવાર નવાર એમને અમેરિકા આવવાનું થતું પણ પ્રત્યક્ષ મુલાકાત શક્ય ન બની.
  આ વર્ષની ૩ જી માર્ચને દિવસે હું મારા નાના ભાઈ મહેશભાઈ સાથે અમદાવાદ એમની ખબર કાઢવા ગયો. સર્જરી પછી ઘણા નબળા પડી ગયા હતા. મનોબળ ઘણું હતું અને અને કહેતા હતા. હવે સારું છે. ધીમે ધીમે પાછો હતો તેવો થઈ જઈશ. એમને બોલવાની તકલીફ. મને સાંભળવાની તકલીફ. એમના પત્ની અને એમના માતુશ્રી મંજુલાબેન (જેમનો એમણે એમણે યશોદા મૈયા તરીકે કર્યો છે.) મારા દુભાષિયા બન્યા. કૌટુંબિક અને સાંસારિક, સાહિત્ય અને પત્રકારક; ઘણી વાતો થઈ. મેં મારી ‘શ્વેતા’ નવલકથાનો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું મને આપો. હું વાંચીશ. મારો અભિપ્રાય આપીશ.
  …..અને ખરેખર એમણે પ્રતિભાવ એમના શીલાબહેન મારફતે તરતજ મોકલી આપ્યો. આ રહ્યો એમનો ઈ-મેઇલ
  From: Tushar Bhatt
  J-3/14, Patrakar Colony
  Naranpura
  Ahmedabad.

  Dear Pravinbhai/Maheshbhai,

  It was very nice of you both to have paid a visit to my house to enquire after my health. The following are few lines I have sent regarding “Shweta”. Hope my views will be useful to you.

  “Shweta”, an action-based novel is set in USA where the author lives and is using a various mixture of Gujarati as spoken in America and English in Gujarat by NRIs.

  It is a welcome effort because very few attempts have been made to document new emerging Gujaratis as in USA. Also devoid of pompus Gujaratis, which is ornamental and as if same special language is used in literature. It is not so. Mr. Shashtri is a Surti and after 42 years still loves his motherland.

  Pravinbhai as he is known among friends is an unassuming man. It is a good marketing tactic. His style does not possess, literary embellishment and is easy to read. It also keeps in pace with modern trend in world literature. He deserves a better notice. Gujaratis in America have a habit of using literature as social stepping stone, which devalues both literature and writers. Pravinbhai is mercifully free from this.

  Tushar Bhatt
  Former Editor, Times of India

  P.S. Pravinbhai, my younger sister Beena is in USA and her contact no. is 16613249276

  અમેરિકા પાછા આવ્યા પછી થોડાજ દિવસમા બીના બહેન નો ફોન આવ્યો. ભાઈ આઈ સી યુ માં છે. એમના છેલ્લા શ્વાસ પછી અડધા કલાકમાં જ બીનાબહેને દુઃખદ સમાચાર આપ્યા. ભાઈ ચાલ્યા ગયા.
  મેં અને આપણે સૌએ પ્રભાવશાળી છતાં Down to earth, વિશાળ હ્ર્દયના ઉમદા સ્નેહી ગુમાવ્યા છે.
  સુરેશભાઈની લાગણી સભર શ્રદ્ધાંજલીમાં હું અને મારો પરિવાર સામેલ છીએ.
  PravIn shastri.

 4. pragnaju મે 30, 2012 પર 9:37 પી એમ(pm)

  ‘પ્રેમનું તત્ત્વ એ ભગવાન શ્રીકૃષ્ણનું તત્ત્વ છે

  અને

  પ્રેમાનુભવ દ્વારા જ જીવનની ચરિતાર્થતાનો અનુભવ થાય છે.’

  વિશ્વ એમને ‘શ્રીકૃષ્ણના એક પ્રેમી અને સંવેદનશીલ, સ્નેહાળ માણસ અને તેવા જ વિવેચક −

  સાહિત્યકાર’ તરીકે ઓળખે એવું ઈચ્છતાં શ્રી તુષાર ભટ્ટ એવું જ જીવન જીવી ગયા…

  એમના આત્માની શાંતી માટે પ્રાર્થના.

 5. aataawaani મે 31, 2012 પર 7:00 એ એમ (am)

  શ્રી તુષાર ભટ્ટ નાં પરલોક ગમનથી . સાહિત્ય જગતમાં મોટી ખોટ પડી કહેવાય
  પરમેશ્વર એમના આત્મા ને ચીર :શાંતિ બક્ષે એજ અભ્યર્થના

 6. Anila Patel મે 31, 2012 પર 9:44 એ એમ (am)

  Aapni pasenaa fulona guldastaamaathi koi ekad gamtu ful kathi le toye e khali padeli jagya aapanane khatake chhe to to aahastu ane vatodiyu ful ishvarne sharnejay toye aapane kem ena vagar rahevu eprashn aapanane saday khatakvaanoj, pan e ful eni suvas aapani pase mooki gayu chhe etalo eno aabhar maani ishvar emanaa aatmaane chir shanti arpe ej abhyarthnaa.

 7. Chirag જૂન 2, 2012 પર 1:30 પી એમ(pm)

  ‘મા’ તુષારભાઈના આત્માને શાંતિ અને પરમપથનું નિદર્શન કરે એવી પ્રાર્થના.

 8. nabhakashdeep જૂન 5, 2012 પર 3:55 પી એમ(pm)

  શ્રી તુષારભાઈ અને શ્રી ભોળાભાઈ પટેલ જેવા છોડી જાય અને ખાલીપો
  કેમ ન અનુભવાય..સાચે જ ગમગીની છાયી જાય છે. સમાજને સાહિત્ય
  દ્વારા શ્રીમંત બનાવનારને પ્રભુ અક્ષર સુખ આપે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. dhavalrajgeera જૂન 11, 2012 પર 11:47 એ એમ (am)

  એમના આત્માને શાંતી પ્રાર્થના…… લાગણી સભર શ્રદ્ધાંજલીમાં હું અને મારો પરિવાર સામેલ છીએ.
  Trivedi Parivar
  http://www.bpaindia.org

 10. pravinshastri નવેમ્બર 25, 2013 પર 5:27 પી એમ(pm)

  શ્રી વલીભાઈએ સદગત સ્નેહી ની યાદ તાજી કરાવી. અને સુરેશભાઈ આપે એનું પુષ્ટિકરણ કર્યું. આપ બન્નેને હાર્દિક ધન્યવાદ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: