સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખીસ્સું – એક અવલોકન

     ‘હાસ્ય દરબાર’ પર સુરતી મિત્ર શ્રી. ધીરજલાલ વૈદ્યની  આ કોમેન્ટ વાંચી મન વિચારે ચઢી ગયું.-

“માનવી જન્મે છે ત્યારે ઝભલું અને મૃત્યુ પામે ત્યારે કફન એ બંન્ને અંતિમ છેડાના દેહના આવરણો ને ખીસુ(ગજવું) નથી હોતું.”

      કેટલું સરસ અવલોકન?- ‘કશું લીધા વગર આવ્યા હતા; અને કશું લીધા વગર જવાનું છે.” –  એ નકરા સત્યનું એકદમ બંધબેસતું ઉદાહરણ. આનાથી ઉંધું અવલોકન અહીં કર્યું હતું ; તે તરત યાદ આવી ગયું –

‘ અન્ડરવેરને ખિસ્સું ‘

      વાત તો એક જ છે. ખિસ્સાના ખેલ! એ અર્થહીન છે; તે જાણ્યા છતાં એના વગર આપણે જીવી નથી શકતા. બાળ અને કિશોર વયથી શરૂ થયેલી એ આદત – સોગાત ભેગી કરવાની- કફન ઓઢાડાય ત્યાં સુધી નથી જ જવાની! ખીસ્સું ભરેલું હોય કે ખાલી; બેન્ક એકાઉન્ટ તરબતર હોય કે, લઘુત્તમની નજીક – એ તો રહેવાના જ. લાખ ઉપદેશો ભલે ને મળ્યા કરે – બે કાન ભગવાને નિરર્થક નથી આપ્યા!

      આને માનવ જીવનની લાક્ષણિકતા ગણીએ કે વિડંબના – એ જ તો માનવ જીવન છે. માટે આ બધી તરખડમાં પડ્યા વિના, ‘આ ઘડી’ નું ખીસ્સું ખાલી ન રહી જાય, આનંદવિહોણું ન રહે – એનો હિસાબ રાખતા રહીએ તો?

Comments are closed.

%d bloggers like this: