સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સુડોકુ ભાગ -૫ ; એક અવલોકન

       માર્ચ, ૯ – ૨૦૦૮ – મારી પ્રિય રમત, ‘સુડોકુ’ પર પહેલું અવલોકન લખ્યાને ચાર વર્ષ અને ચાર મહિના થયા. તે લખાયા બાદ મારા દિકરાએ આ શોખને પોરસાવવા ૧૦૦૦ સુડોકુ કોયડાઓની ચોપડી મને ભેટ આપી હતી. એ ચોપડીની શરૂઆત કરી; ત્યારે તો સહેલા કોયડાઓ સાથે મુઠભેડ થતી હતી. સ્વાભાવિક રીતે, પહેલા અવલોકનમાં એ સરળતા અવલોકાઈ હતી!

       હવે એ આખી ચોપડી પૂરી કરી નાંખી છે. અને નવા સમયની સાથે તાલ મીલાવતાં; બીજા દીકરાએ મને સ્માર્ટ ફોન(એન્ડ્રોઇડ) ભેટ આપ્યો છે; અને એમાં સુડોકુની રમત રમાય એવી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી આપી છે. શરૂઆતમાં તો આ નવા રમકડા સાથે જુગલબંધી સ્થાપવા, સહેલી રમતો રમવાની શરૂઆત જ કરી હતી. પણ એની કળો દબાવવાની કળા હસ્તગત થતાં અઘરી રમતમાં ઝૂકાવ્યું.

       અને એ ૧૦૦૦ રમતો પૂરી કર્યાનો ગર્વ ઓગળી ગયો. આ જનાબે તો મને બરાબરનો ગદાવ્યો. છ વખત અડધેથી હાર કબૂલ કરવી પડી; અને હજી એ કોયડો વણઉકેલાયેલો જ રહ્યો છે.

તમારે કોશિશ કરવી હોય તો આ રહ્યો…

     સુડોકુ-અવલોકનના પહેલા ભાગમાં આશાવાદી દર્શન હતું. હવે ‘આશ નીરાશ ભઈ.’ જેવું કાંઈક અનુભવ્યું.જીવનમાં ઘણી વખત અનુભવ્યું છે તેમ-

‘દરેક રમત જીતી શકાતી નથી હોતી.’

   સુડોકુમાં તો એ રમતને વેગળી મેલીને બીજી પર હાથ અજમાવવામાં કશું જોખમ નથી.

પણ …

      જીવનની રમતમાં આપણે આમ કરી શકીએ છીએ ખરા? જે લડાઈ હાર્યા હોઈએ; જે રસ્તા પરથી પારોઠના પગલાં ભરવાં પડ્યાં હોય; તેના દરવાજા હમ્મેશ માટે આપણે માટે બંધ થઈ જતા હોય છે. હવે એ બંધ બારણું સદા બંધ જ રહેવાનું હોય છે.

કે એમ નથી?

      આશાવાદી વિચારસરણી અને જીવન પ્રત્યેનો અભિગમ એમ કહે છે કે, ‘ એક બારણું બંધ થઈ જાય; તો બીજું ખુલી શકે છે.’ એક રસ્તેથી પાછા વળવું પડ્યું હોય તો ; હાથ જોડીને બેસી રહ્યા કરતાં બીજી જ કોઈ દિશા આપણે જરૂર પકડી શકીએ છીએ.

      અને એમ બને કે એ નવા રસ્તે ચાલતાં નવી ચાવીઓ હાથવગી બની પણ જાય!

      સુડોકુની એ અઘરી, અધૂરી મૂકેલી રમત રમવાનું કૌશલ્ય પણ આવી જાય.

     એક પર્વત પરથી પાછા પડેલા આપણે, એનાથી વધારે ઊંચા પર્વતને આંબવાની હોડ બકવાની હામ ધરાવતા થઈએ.

      જીવન સંઘર્ષમાંથી થાકી હારીને સન્યસ્ત ગ્રહણ કરવાને બદલે શિરસ્ત્રાણ માથે પહેરી જંગમાં ફરીથી ઝૂકાવી પણ દઈએ.

આઘાય ખસી જઈએ; સામાય ધસી જઈએ;

એકાદ મળે ક્ષણ તો; ક્ષણમાંય શ્વસી લઈએ.

–     રાજેન્દ્ર શુકલ

એ સરસ ગીત અહીં વાંચો , સાંભળો અને…..  આગળ ધસો !

tahuko

આ લોગો પર ક્લિક કરો.


સુડોકુ અવલોકનો       – ૧ –  , –  ૨  –  ,  –   ૩ –    ;  –  ૪  – 

One response to “સુડોકુ ભાગ -૫ ; એક અવલોકન

  1. Rajul Kaushik નવેમ્બર 19, 2017 પર 7:15 પી એમ(pm)

    જીવનમાં દરેક રમત જીતી શકાતી નથી હોતી એ વાત સ્વીકારી લઈએ અને સાથે “એક બારણું બંધ થઈ જાય; તો બીજું ખુલી શકે, એક રસ્તેથી પાછા વળવું પડ્યું હોય તો ; હાથ જોડીને બેસી રહ્યા કરતાં બીજી જ કોઈ દિશા આપણે જરૂર પકડી શકીએ છીએ અને એમ બને કે એ નવા રસ્તે ચાલતાં નવી ચાવીઓ હાથવગી બની પણ જાય” વાળો આશાવાદ જો ટકી રહે તો જીવન સંઘર્ષમાંથી થાકી હારીને સન્યસ્ત ગ્રહણ કરવાને બદલે શિરસ્ત્રાણ માથે પહેરી જંગમાં ફરીથી ઝૂકાવી દેવાના હામ હૈયાને ફરી સાબૂત બનાવી દે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: