સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

૧૮ સેન્ટ અને સાર્ડીનના બે ટીન

      તે પોતાના ૧૨૦ એકરના વિશાળ ફાર્મ હાઉસના સ્ટડી રૂમના ટેબલની સામે બેઠો હતો. તેની સામે ભીંત પર લટકાવેલા એક બોર્ડ ઉપર તેને મળેલાં પુલિત્ઝર ઈનામ, એમી એવોર્ડો અને બીજાં ખ્યાતનામ સંસ્થાઓના સર્ટિફિકેટો લટકી રહ્યાં હતાં.

એમની સાથે પ્લાસ્ટિકની એક થેલીમાં …..
૧૮ સેન્ટ અને સાર્ડીનનાં બે ખાલી ટીન પણ ભરેલાં હતાં.

        હા! બરાબર ૧૮ સેન્ટ – એક ડાઈમ, એક નિકલ અને ત્રણ પેનીઓ.

       એને માટે આ છેલ્લી સમ્પદા વધારે મૂલ્યવાન હતી!  એને જો એક દિવસ એ વળગી ન રહ્યો હોત; તો બાકીનાં કદાચ એ બોર્ડ પર લટકતાં ન હોત. અને આ ફાર્મ પણ નહીં જ તો.

       આ મહાન(!) સમ્પદાનો એ જ્યારે માલિક હતો ત્યારે જીવનના એક ત્રિભેટા ઉપર તે ફસાયેલો ઊભો હતો. સારો પગાર, રહેવાનું મકાન, કાર અને ઘણી બધી સુવિધાઓ વાળી, એક  મિત્રે ઓફર કરેલી નોકરી સ્વીકારવી કે, મુફલિસ લેખકની એની કારકિર્દી ચાલુ રાખવી?  કહેવાની જરૂર છે ખરી કે, એની મુફલિસીથી કંટાળી, એની પત્નીએ એને ત્યજી દીધો હતો?

     પણ….તેણે એ મહાન સમ્પદાથી સંતોષ માની લીધો. અને એ નિર્ણયે એની જિંદગી જ નહીં – લાખો લોકોની જિંદગીમાં મહાન પરિવર્તન આણી દીધું. અમેરિકાના સમસ્ત ગોરા સમાજને એણે ભાઈચારા અને સારપની નવી દિશા દેખાડી દીધી.

અને એ ગોરો નહીં – કાળો હતો!

કોણ હતો એ ભેજાગેપ આદમી?

એ હતો ‘રૂટ્સ ‘ નવલકથાનો લેખક ‘એલેક્સ હેલી’

અને એની આ બોલતી તસ્વીરો…

This slideshow requires JavaScript.

‘રૂટ્સ’ અહીં  વાંચો…

એલેક્સ હેલી વિશે વિગતે અહીં વાંચો.   વિકીપિડિયા ઉપર   –  ;  તેણે સ્થાપેલી સંસ્થાની વેબ સાઈટ ઉપર

…….

      અહીં એની જીવનકથા લખવાનો ઈરાદો નથી. બહુ લાંબી અને સંઘર્ષોથી ખીચોખીચ ભરેલી એ જીવનકથા છે.

અને અમેરિકન સમાજમાં ટોચનું સ્થાન ધારણ કરનાર એક મહાન જીવન.

       ઉપર જણાવેલ જગ્યાઓ પરથી આ અંગે ઘણું વાંચન મળી રહેશે. બહુ મન ભરાઈ આવે તો એનો સંક્ષેપ અનુવાદ કરી ગુજરાતી લોકોની સમક્ષ મૂકી દેજો.

     પણ કમ સે કમ … સમાજના દલિત, દબાયેલા, કચડાયેલા ભાઈ બહેનોની વ્યથાઓ માટે હમદર્દી જરૂર હૃદયમાં ધારણ કરજો. બને તો એક જ આવા કુટુમ્બને અંધારા, ગંદા, ગોબરા બોગદામાંથી બહાર આણવા, તમારી ચપટીક સંપદા, સમય અને પ્રયત્ન અળગાં કરજો.

     કદાચ એ નાનકડી હમદર્દી કોઈક રસ્તે રઝળતી પ્રતિભા માટે એ ૧૮ સેન્ટ જેવી બની રહે.

એલેક્સ હેલીની કની.

Advertisements

3 responses to “૧૮ સેન્ટ અને સાર્ડીનના બે ટીન

  1. Valibhai Musa ઓગસ્ટ 9, 2012 પર 12:27 પી એમ(pm)

    “છેલ્લે આપણા હાથ ઉપરના સત્ય ઘટનાત્મક અંગેજી પુસ્તક The Roots ના જેવી ખોજ માટેની અગાઉ આપેલી કડીઓમાં એક સુધારો એ છે કે બીજા નંબરનાં બહેનનું નામ ‘સુભદ્રાબેન’ ન હતું, પણ ‘ભુપેન્દ્રાબેન’ હતું. બાકીનાં તમામ ભાઈબહેનોનાં નામ બરાબર છે.”
    ભાયા, કેવી ટેલિપથી? ઉપરોક્ત Extract આજે જ “રજનીકુમાર પંડ્યા”ને મોકલેલી મેઈલ માંથી છે.

  2. Pingback: બગલો અને બતક – એક અવલોકન « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: