સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખેલ પિસ્તાળીસ મિનિટનો

     બધું અંધકારમાં ગ્રસ્ત છે. કોઇ હિલચાલ નથી, કોઇ સળવળાટ નહીં. સાવ સૂનકારમાં એ નાનકડું જગત સોડ વાળીને સૂતું છે- સાવ સ્તબ્ધ, સાવ ખાલી, સાવ જીવનહીન. અહીં કશી પ્રવૃત્તિ નથી; કોઇ કશું કરતું નથી. એકદમ સ્મશાન જેવી શાંતિ ચારેકોર ફેલાયેલી છે.

       અને ત્યાં અચાનક પ્રકાશ થાય છે. એ નાનકડી દુનિયા ઝળહળી ઊઠે છે. જ્યાં કશું હાલતું કે ચાલતું ન હતું; ત્યાં હલચલ મચી પડી છે. ધમધમાટ જાતજાતની પ્રવૃત્તિઓ આકાર લેવા માંડે છે. સામગ્રીઓ ખડકાવા માંડે છે. પોટલાં બંધાવા માંડે છે. આ ખેલના બધા અદાકારો આમથી તેમ રઘવાયા રઘવાયા દોડધામ કરી મૂકે છે. કશેક પ્રયાણ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ થઈ જાય છે. એ પ્રયાણ માટે સૌ તૈયાર થવા લાગે છે.

       અને એક પછી એક કાફલા એ જગતની બહાર પ્રયાણ શરૂ કરી દે છે. ધીમે ધીમે કોલાહલ શાંત થવા લાગે છે. બધા અદાકારો બહારના જગતમાં અદાકારી માટે વિદાય થવા લાગે છે. બધી પ્રવૃત્તિઓ સંકેલાવા  લાગે છે. બધા વાવાઝોડાંઓને શમાવી શરૂઆતની નિષ્ક્રિયતાનું રાજ્ય ફરીથી સ્થાપિત થવા લાગે છે.

       બરાબર પિસ્તાળીસ મિનિટ અને ફરીથી એ સૂનકારનું સામ્રાજ્ય જામી પડે છે.

ખેલ પિસ્તાળીસ મિનિટનો
– બરાબર ગણીને પિસ્તાળીસ મિનીટનો.

      અને દરરોજ આ જ ખેલ પુનરાવર્તિત થયા કરે છે. માત્ર શનિ, રવિ અને રજાના દિવસોને બાકાત રાખીને!

———-

        કયો છે આ ખેલ? કયું છે આ નાનકડું જગત? કોણ છે એ ક્ષણજીવી અદાકારો? ક્યાં જવા એમનો કાફલો આટલી બધી ચહલ પહલ કરીને વિદાય લે છે?

        ચાલો રહસ્ય પરથી પડદો ઊઠાવી દઈએ!

        આ સવારનું દૃષ્ય છે, રશ અવરની શરૂઆતનું. સવારના ૬-૦૦ થી ૬-૪૫ વચ્ચેના સમય ગાળાનું. ઓફિસે, નિશાળે જતાં પહેલાંના ઘરની અંદરની નાનકડી દુનિયાનું.

         કે પછી એ એક માનવ જીવનની નાનકડી પ્રતિકૃતિ છે?

बाबू! ये सर्कस है,
शो तीन घंटेका
पहला घंटा बचपन है,
दूसरा जवानी है,
तीसरा बूढापा है।

और उसके बाद? …

આવી જ એક બીજી રહસ્યકથા

અંધારઘેર્યા પ્રદેશનો આંધળો રાજા

Comments are closed.

%d bloggers like this: