સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મમતા અંક -૧૦

એક મજેનો ઈમેલ મળ્યો ( સાભાર – શ્રી. રાજુ પટેલ)

પંખીનો મેળો—અંક ૧૦ વિષે પ્રતિભાવ.

 અંક ૧૦ માં

બકુલભાઈ એ અમેરિકન લેખક જહોન અપડાઈકનો સરસ પરિચય આપ્યો છે- આ કોલમ માટે ખૂબ આભાર.

અતીતરાગ [ગુલાબદાસ બ્રોકર/ જીવનસરિતા] માં ગુજરાતી વારતા-વારસાનું વધું એક અણમોલ મોતી રજુ કરવા બદલ ધન્યવાદ. સંપાદકે વારતા અનંત રાખી છે….

‘મહેશ્વરી’ [હિતેષ જાજલ] વારતા રચાય એ પહેલા લખાઈ ગઈ હોય એવું લાગે છે.અપેક્ષિત તત્વોનો અભાવ અને અનાવશ્યક વિગતની ચરબી અખરે છે.

’અમૂર્ત’ [જયશ્રી ચૌધરી] નિરાળો વિષય, નિરાળી પ્રસ્તુતિ-પ્રસંશનીય પ્રયાસ. હાલાંકી વિષય વસ્તુ અને પ્રસ્તુતિ –બન્ને વિભાગમાં એકી સમયે પ્રયોગ ટાળતાં દુર્બોધીતા નિવારી શકાય.

‘કબર’ [કેતન કાનપરિયા] એક મેલોડ્રામેટિક કથાની સામાન્ય પ્રસ્તુતિ.

‘આનું નામ તે…’ [હરિક્ષિત શુક્લ] ઘટના કેન્દ્રી અહેવાલ, જે વારતા બની શકી હોત – જો સંવેદનાના સ્તર ખેડાયા હોત.

’હું નહિ, હું’ [કોશા રાવલ] એક સામાન્ય વાતની સામાન્ય રજૂઆત. ચસોચસ ઘટમાળમાં વારતા ગૂંગળાઇ ગઈ.

‘અર્ધી ચિરી’ [ચિંતન શાહ] આઘાત-મોહ થી પીડિત વારતા-અવિશ્વસનીય અંત.

‘ચોરીચપાટી અને ભ્રષ્ટાચાર’ [નિકી રાજુ] અનોખું વિશ્વ, સરળ શૈલી અને રસાળ વારતા –અભિનંદન.

‘ઈશ્વરનો જન્મ’ [સુરેશ જાની] અસાધારણ વસ્તુ, વિશિષ્ઠ રજૂઆત, વેધક વર્ણન અને સરસ વારતા — મઝા પડી ગઈ.

છાયાછાબીલી- ‘શોધ’ [જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ] સહજ વાતની અદૂભુત,સંવેદનપૂર્ણ પેશકશ…વાહ..!! વિદેશી/ભગિની ભાષાઓનો કથાનુવાદ ગેરહાજર કઠ્યો. મૂળે વાર્તાકાર એવા સંપાદકની કલમના ચમકારા સંપાદકીયમાં જોઈને જ સંતોષ માનવાનો છે..? અંક સજાવટ બહેતર થઇ શકે.

તા.ક. : વારતાનું તો એવું છે કે સારી હોય અને કોઈને નબળી લાગે અને વાઈસેવરસા, પણ એક કરોડ રૂપિયાની નોંધનીય વાત એ છે કે તમે [‘મમતા’ના મુખત્યારો ] છાપેલાં કાટલાંના મોહથી પરે છો અને નૌશીખીયા ખેલંદાઓને એરીના પૂરું પાડો છો — અને આ માટે ૪૦ ગુણ્યા અનત અભિનંદન. [ ૪૦= અંક ની કુલ પૃષ્ઠ સંખ્યા.]

 રાજુ પટેલ

——–

‘મમતા’

આવતી કાલના વાર્તાકારોનું આજનું માસિક

‘મમતા‘માં વાર્તા મોકલવાનું, લવાજમ મોકલવાનું તથા તમામ પત્રવહેવારનું સરનામું :

‘મમતા’ વાર્તામાસિક, ૯૭૭/૨ સેક્ટર ૭–સી, ગાંધીનગર, ગુજરાત ૩૮૦–૦૦૭

ફોન : 079-2323 3601

અથવા mamatamonthly@hotmail.com

ભારતમાં વાર્ષિક લવાજમ રૂ ૨૦૦ (૧૨ અંક)

અમેરિકામાં વાર્ષિક લવાજમ $ 30 (૧૨ અંક)

“Chicago Art Circle’’,1468 Sandburg Drive, Schaumburg, Ilinois 60173, USA

સરનામે સ્વીકારાશે

રજિસ્ટર્ડ ઓફિસ અને પ્રકાશન સ્થળ :

‘મમતા’ વાર્તામાસિક, ૯૭૭/૨ સેક્ટર ૭–સી, પથિકા બસ ડિપોની સામે,

ગાંધીનગર ૩૮૨૦૦૭ ફોન ૦૭૯ ૨૩૨૩ ૩૬૦૧

અને …..

‘ગદ્યસૂર’ પર રજૂઆત …
સ્વાર્થી, આત્મશ્લાઘી મનોવૃત્તિ –
‘ વાહ! રે મેં વાહ ! ‘ 

શ્વરનોન્મ 

મૂળ અંગ્રેજીમાં – ( સ્વ. તુષાર ભટ્ટની પ્રેરણાથી લખેલ, અંગ્રેજીમાં એકમાત્ર વાર્તા) 

ગુજરાતીમાં ભાવાનુવાદ

સ્વ. તુષાર ભટ્ટનો પરિચય અહીં…..

Comments are closed.

%d bloggers like this: