સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઓશો આશ્રમ, માધવપુર( ઘેડ) ભાગ -૧; પથ્થરમાં પાંગરેલું પુષ્પ

       જીવનના સક્રીય ભાગ દરમિયાન આધિભૌતિક બાબતોને પલાયનવાદી માનનાર આ જણ બાહ્ય જગતના દંભ અને  છલનાઓથી વ્યથિત બનીને અંતરની યાત્રામાં ગમતીલો પથ શોધવા ઘણા વર્ષોથી પ્રયત્નશીલ રહ્યો છે. ક્યાંક એક ચીજ ખૂટતી લાગે તો ક્યાંક બીજી. કશેય મન ન જ લાગે.

       પણ ૨૦૧૨ની ભારત યાત્રા દરમિયાન એની ખોજ પૂરી થઈ.

      આ ચિત્રકથાથી આ લેખમાળાની શરૂઆત ….( કોઇ પણ ચિત્ર પર ક્લિક કરો , અને સરસ મજાનો સ્લાઈડ શો માણો .)

        જો કે, એ યાત્રા ચિત્રો કે શબ્દોથી કદીય સંભવિત નથી. પરમ તત્વની અનુભૂતિ તો અનુભવ થકી જ શક્ય બને ને?

21 responses to “ઓશો આશ્રમ, માધવપુર( ઘેડ) ભાગ -૧; પથ્થરમાં પાંગરેલું પુષ્પ

 1. નિરવ ની નજરે . . ! ડિસેમ્બર 28, 2012 પર 11:12 પી એમ(pm)

  હું પણ ઓશો આશ્રમ એક વાર ગયેલો , પણ એકાદ કલાકમાં જ નીકળવાનું થયેલું , ઉતાવળમાં 😦

 2. અશોક મોઢવાડીયા ડિસેમ્બર 29, 2012 પર 2:40 એ એમ (am)

  “પથ્થરમાં ખીલેલું પુષ્પ” — અહા ! આનાથી શ્રેષ્ઠ ઉપમા બીજી કઈ હોઈ શકે !

 3. અશોક મોઢવાડીયા ડિસેમ્બર 29, 2012 પર 2:44 એ એમ (am)

  Reblogged this on વાંચનયાત્રા and commented:
  “પથ્થરમાં ખીલેલું પુષ્પ”
  એક અંતરયાત્રા, સુરેશદાદા્ની સંગાથે.

 4. Pingback: વાંચનયાત્રા

 5. Sharad Shah ડિસેમ્બર 29, 2012 પર 3:57 એ એમ (am)

  સ્વામી બ્રહ્મવેદાંતજીના જીવનમા મુખ્યત્વે ત્રણગુરુઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. એક હતા સ્વામી રામ્દુલારે બાપુ, બીજા હતા ઓશો રજનીશ અને ત્રીજા હતા સોલી તાવરીયાજી. આ સિવાય બીજા પણ અનેક સતગુરુઓએ ટુકી મુલાકાતો લઈ સ્વામીજીને માર્ગદર્શન અને સહાય કરી છે. જેમકે વિમલાતાઈ, જીવા બાપુ અને અશરીરી ગુર્જીએફ વગેરે વગેરે..
  આ આશ્રમ ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે. એક ભાગ જ્યાં રામદુલારે બાપુની સમાધિ અને આશ્રમ છે. બીજોભાગ જે સ્વામી બ્રહ્મવેદાંતજીની વારસામાં મળેલી(જેમનુ સાંસારિક નામ હીરાલાલ શાહ) નારીયેળીની વાડી જે કાળક્રમે આશ્રમમાં પરિવર્તિત થઈ ગઈ અને હાલ નવો આશ્રમ બની રહ્યો છે તે જગ્યા પત્થરોની રેઢી મુકાયેલી ખાણો છે જે જમીન જંગલ ખાતા પાસેથી ખરીદી ત્યાં નવા આશ્રમનુ નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે. અહીં કડારયેલ મુર્તિઓ અને ચિત્રો અને અન્ય કલાકારી આશ્રમવાસીઓએ કરેલ છે. આશ્રમમાં કોઈપણ વ્યક્તિ કોઈ કલા વિકસવવામાં રસ ધરાવતો હોય તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
  આ વિગતો કદાચ વાચકોને આશ્રમની વધુ સમજ માટે લખી છે.

 6. aataawaani ડિસેમ્બર 29, 2012 પર 7:16 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ
  સારું થયું તમે ઓશો આશ્રમની મુલાકાત લીધી એ .તે બાજુના હેતાળ માણસોના પ્રેમનો અનુભવ થયો .મોચા હનુમાને પણ જઈ આવ્યા હશો .
  ફોટો જોયા બહુ મજા આવી હવેતો તમારા પાસેથી વધુ માહિતી મળતી રહેશે બહુ મજા આવશે .

 7. pragnaju ડિસેમ્બર 29, 2012 પર 8:36 એ એમ (am)

  ફૉટા માહિતી આનંદ આનંદ
  મધુવંતી ને વન મધુ,
  ત્રીજા દરિયાલાલ;
  મધમીઠાં જીવતર તિહાં,
  જિહાં માધવ પરમ કૃપાલ
  સમસ્યાઓ અને મુશ્કેલીઓથી ભાગો નહીં પણ તેને સમજવાની તાકાત કેળવો. ઓશો આશ્રમમાં રોજ સ્વામી બ્રહ્મવેદાતતજીના લેકચર હોય છે. મોબાઈલ સીયુજી સિસ્ટમ દ્વારા તેમને જાગૃત લોકો સાંભળે .
  આ. શરદભાઇનું સુંદર રસદર્શન ….વધુની આશા

  .

  • Sharad Shah ડિસેમ્બર 30, 2012 પર 1:18 એ એમ (am)

   પ્રિય પ્રજ્ઞામા;
   પ્રેમ.
   લગભગ ૧૯૮૬ થી આ અશ્રમ સાથે સંકળાયેલો છું અને ૧૦૦થી વધારેવાર મુલાકત લઈ ચુક્યો છું પણ તમે અહીં જે ચાર લીટીનુ મિક્તક મુક્યું છે તે ક્યારે કોઈના મુખે સાંભળ્યું નથી. પણ ટુંકમાં ઘણું બધુ આ મુક્તકમં સમાવેલું છે.
   મુક્તકમાં દર્શાવેલ મધુવનનો વિસ્તાર માફિયાએ લગભગ લુંટી લીધા પછી સફાળી સરકાર જાગી અને આ વિસ્તાર ના સંરક્ષણની જવાબદારી સ્વામી બ્રહ્મવેદાંતજીને સોંપી. તેઓએ બચેલા કિમતિ વૃક્ષોને પુરતુ રક્ષણ આપી નકામા ગાંડા બાવળ અને ઝાડી ઝંખરાથી આ પ્રદેશને મુક્ત કર્યો, રસ્તાઓ બનાવ્યા અને મીઠું પાણી સિંચવા માટે મળે તેની વ્યવસ્થા કરી અને ત્યાં નંદનવન સમો સુંદર બગીચો અને આશ્રમવાસીઓ માટે ત્યાં રહેવા કોટેજીસ ઉભી કરેલ છે
   સમયના અભાવે સુરેશભાઈને આ જગ્યા બતાવી શક્યો નથી. હાલ આ સ્થળે ઘણાબધા પર્યટકો આવે છે અને માધોપુરના લોકો પણ રજા કે તહેવારોના દિવસે પરિવાર સાથે આ જગ્યાનો આનંદ માણવા આવે છે. મધુબંતી નદી અને ડેમ આશ્રમથી ૪-૫ કીલોમીટર દુર છે. ત્યાંથી એક નહેર બનાવી નવા આશ્રમમાં ખાણોના ખાડાઓમાં મીઠું પાણી ભરવામાં આવે છે જેથી સરોવરમાં ઉભો થયેલો આશ્રમ હોય તેવું લાગે. આ વર્ષે વરસાદ નહિવત હોવાથી મધુબંતી નદીમાં જ પાણી નથી તેથી ફોટાઓમાં આશ્રમ સુકો લાગે છે. મધુબંતીનુ પાણી અહીં લાવવાથી આજુબાજુના ખેતરોમાં પાણી સાવ ખારા થઈ ગયા હતા તે મીઠા થતા હવે ખેતી પણ ખુબ સુધરી છે આથી આજુબાજુના ખેડુતો પણ ખુબ ખુશ છે. અહીં મોટાભાગના કાર્યો આશ્રમવાસીઓ જ કરે છે.
   અમારા ગુરુ કહે છે આશ્રમ નો અર્થ જ એ છે કે આવ અને શ્રમ કર. તમે પણ શ્રમ કરો અને ગુરુ પણ.
   પ્રભુશ્રીના આશિષ.
   શરદ.

 8. dhavalrajgeera ડિસેમ્બર 29, 2012 પર 3:58 પી એમ(pm)

  Nice Place to search for “Who am I?”
  If time let us go next year in 2013, December – Geeta Raj will be there.
  Like Dear Pragnaben says.- ” મધુવંતી ને વન મધુ,
  ત્રીજા દરિયાલાલ;
  મધમીઠાં જીવતર તિહાં,
  જિહાં માધવ પરમ કૃપાલ.”
  Like Bhai Suresh update me yesterday about this – “ઓશો આશ્રમ, માધવપુર( ઘેડ) ભાગ -૧; પથ્થરમાં ખીલેલું પુષ્પ.”
  Waitng for more on this from him for me and all Serfers.
  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 9. Sharad Shah ડિસેમ્બર 31, 2012 પર 12:56 એ એમ (am)

  Dear Rajendrabhai & Giraben;
  Love.
  If you have any plan to visit Madhavpur in December 2013, contact me on my mobile 09825847733. I wish to be a part of Ashram from July 2013 onwards, and may not be available on net. It would be my pleasure to welcome you there.
  Historically Madhavpur is the destination where Krishna married RukmaNi. Krishna was told to marry at a virgin place (means no man has ever reached). And Krishna selected this area, which was known as Madhuban. Later it became a religious place and a village came in to existence, which is now known as Madhavpur. Probably RukmaNi Temple is the only one in India, which is located in Madhavpur. There is an area know as Chori, where Krishna married. And there is a Kund where the JAN was given shelter. On sea beach there is an old Temple which is constructed in 13th Century and presently it is an archeological deserted site. There is a beautiful beach in half round shape and the same can be seen from Ashram also. Entire area is full with coconut plantation. Earlier date palm and banana was also grown in this area, but due to spread of salty/saline water only coconut crop is left out. The temperature remains at least 3-5 degree less then Ahmedabad in summer. Many people come here during summer vacation.
  I think this information will trigger more interest in many friends here.
  His Blessings;
  Sharad

 10. Sharad Shah ડિસેમ્બર 31, 2012 પર 7:37 એ એમ (am)

  ચિત્ર નંબર-૪માં જે પ્રવચન કક્ષ બતાવેલ છે તે જુના આશ્રમનો ભાગ છે અને આ પ્રવચન કક્ષમાં ઓશોના પિતાજી, જેમનુ સન્યસ્ત નામ દેવતિર્થ હતું તેમના અસ્થિફુલ સ્ટેજ નીચે રાખવામાં આવ્યા છે. અને આ પ્રવચન સ્થળ હાલ યોગાભ્યાસ માટે કે ધ્યાન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તેનુ નામ ઓશોના પિતાજીના નામે ‘દેવતિર્થ’ રાખવામાં આવ્યું છે હાલ જે પ્રવચન કક્ષ છે તે કદાચ સુરેશભાઈ હવે પછીના ફોટોગ્રાફસમાં મુકે.

 11. nabhakashdeep જાન્યુઆરી 2, 2013 પર 1:33 એ એમ (am)

  શ્રીસુરેશભાઈ

  કોના ભાગ્ય વખાણું? આપની આ વતનની સફર , આપની બ્લોગ પોષ્ટ વડે ધનાઢ્ય થઈ ગઈ અને

  તેનો પ્રસાદ , કૃપા થાળ થઈ સૌ વાચકોને મળ્યો. શ્રી શરદભાઈ, રજની ભાઈ અને આદરણીયશ્રી વલિભાઈ

  સાથે કૃતિકભાઈ… આનંદનાં ઝિલણાં ભાળ્યાં. વાહ! સુરેશભાઈ ….અભિનંદન…આત્મિયજનોની વહાલભરી

  ઓળખાણ દઈ દીધી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 12. Pingback: મિત્રો મળ્યા- ગિરીતળેટીમાં ‘અમે’ « ગદ્યસુર

 13. Vinod R. Patel જાન્યુઆરી 3, 2013 પર 1:19 પી એમ(pm)

  જંગલમાં મંગલ તે આનું નામ .

  ઓશો આશ્રમ, માધવપુર વિષે શ્રી સુરેશભાઈનો આંખે દેખ્યો અહેવાલ અને આ આશ્રમ સાથે
  જેમનો જીવ મળી ગયો છે એ શ્રી શરદભાઈ -પ્રભુ શ્રી -એ આપેલ માહિતીથી આશ્રમ અંગે
  ઘણું જાણવા મળ્યું . સુરેશભાઈએ લેખના મથાળે આપેલ ઉપમા પથ્થરમાં પાંગરેલું પુષ્પ
  આશ્રમ વિશે ઘણું કહી જાય છે .

  આવા આશ્રમની ઘણી પ્રસિદ્ધિ થવી જોઈએ .બીજા એવા ઘણા ગુરુઓ હોય છે જેમના આશ્રમ
  ખરેખર આશ્રમ નહી પણ” આ શરમ ” હોય છે .

  એની સામે શરદભાઈ કહે છે એમ શ્રમ કરીને ઉભો થયેલ ઓશો આશ્રમ, માધવપુરની
  કહાની ભવ્ય કહેવાય જ્યાં જવાથી ખરેખરી આદ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થઇ શકે .

 14. aataawaani જાન્યુઆરી 3, 2013 પર 8:37 પી એમ(pm)

  ઓશો આશ્રમ વિષે મેં સાંભળેલું .પણ જોવાની અનુકુળતા નથીઆવી .
  એક વાત કહી દઉં . હું સિંધમાં હતો . જેને આપણે સૌ” મોહન્જો ડેરો “ના નામથી ઓળખીએ છીએ .હું હતો , ત્યાંથી બહુ મોહન્જો ડેરો દુર નોતો પણ હું જોઈ શકેલો નહિ .એનું નામ” મુંએ જો ડેરો “છે .એ સિંધી ભાષાનો શબ્દ છે . એનો અર્થ થાય છે .મરેલાઓનું નગર અંગ્રેજોની ભાષાનું ગુજરાતી કરવાથી આવું થતું હોય છે .કાશ્મીર, એને કશ્મીર .કહીએ છીએ .જાટ લોકો જે મેર જેવી જાતી છે ‘તે જટ્ટ કહેવાય છે જાટ હિંદુ .મુસલમાન ,અને શીખોમાં પણ હોય છે .વિરમગામ બાજુ જત લોકોની વસ્તી છે એ મુસલમાન છે એ પણ જાટ છે .

 15. aataawaani જાન્યુઆરી 15, 2013 પર 2:52 એ એમ (am)

  સુરેશભાઈ
  તમારી આ ભારત યાત્રા ઈજીપ્ત તરફ પણ લઇ ગઈ તમે પડેલા ફોટા અને લખેલી દરેક સ્થળોની માહિતી મને ભાવ વિભોર કરી ગઈ .એમાંય શ્રી નસીર ઈસ્માઈલના વિષે જે જાણવા મળ્યું .એનો પણ મારા ઉપર પ્રભાવ પડ્યો .કેટલા બધા ઉદાર મતવાદી કહેવાય, ખરેખર પીર કહેવાય

 16. aataawaani જાન્યુઆરી 15, 2013 પર 3:00 એ એમ (am)

  મારી ચોપડી તમે ધ્યાનથી વાંચી હોય એવું લાગ્યું .આભાર

 17. Pingback: યોગ સાદડી – એક અવલોકન « ગદ્યસુર

 18. aataawaani ઓગસ્ટ 10, 2016 પર 10:05 એ એમ (am)

  પૂ બ્હ્મવેદાંત સ્વામીની વાત ફરીથી વાંચવા મળી . મારો વિચાર તે આશ્રમની મુલાકાત લેવાનો છે . પણ
  આમાંથી જો ઉગરીએ , આશ્રમમાં જરૂર ગરીયેં (જઈએ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: