સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રો મળ્યા – હિસાબનીશ અંતરયાત્રી

          તે હિસાબનીશ તો છે જ – અને તે પણ અવ્વલ દરજ્જાનો. માત્ર એકવીસ વર્ષની ઉમ્મરે સી.એ. ( ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) ની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ તો ખરો જ પણ આખા ભારતમાં પ્રથમ હરોળમાંનો એક. અને સતત દરેક પરીક્ષા પહેલા પ્રયત્ને પસાર કરી હોય તો જ આટલી નાની ઉમ્મરે આવી અભિમન્યુના કોઠા જેવી પરીક્ષા પસાર કરી શક્યો હોય ને?  સોનામાં સુગંધ ભળી હોય તેવી વાત તો એ કે, સતત આંકડા સાથે સંગત હોવા છતાં સાહિત્ય અને અધ્યાત્મમાં પણ ઉચ્ચ કક્ષાનો રસ ટકાવી રાખ્યો છે.

      એ અઘરી પરીક્ષા પસાર કરી ન કરી અને પોતાના વ્યવસાયમાં એણે ઝુકાવી દીધું અને ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દીના પ્રતાપે અમદાવાદની સૌથી વધારે નામાંકિત કોલેજમાં પાર્ટ ટાઈમ શિક્ષણ આપવાનું કામ પણ  શરૂ!

     કોની વાત છે આ?

     અલબત્ત ‘ ગુજરાતી પ્રતિભા પરિચય’ના સહતંત્રી શ્રી. કૃતેશ પટેલની જ તો. આ રહ્યો એનો હસમુખ નજારો..

બાવીસ વરસનો ્તરવરતો તોખાર - કૃતેશ પટેલ

બાવીસ વરસનો ્તરવરતો તોખાર – કૃતેશ પટેલ

        મારી તાજેતરની દેશ મુલાકાતમાં એક જ ફોન કોલ અને બધાં રોજિંદા કામ પતાવી તે મારા ઘેર હાજર થઈ ગયો. બે કલાક સંગત હાલી  અને નેટ સંબંધ આત્મીય બની ગયો.

       વલીદા સાથે બે સાહિત્યકારોની મુલાકાતમાં સાથે જોડાવા તેને ઈજન આપ્યું અને એ તરવરતો તોખાર તૈયાર. ૨૦૧૦માં વલીદાના ઘેર ઉત્સાહમય વહેલો પહોંચી ગયો હતો ; તે શિરસ્તો જાળવી રાખી વલીદા અને આ જણ – ‘વિક્ટોરિયા….’ વાળી ફિલ્મના અદાકારો અશોકકુમાર અને પ્રાણની કની એના ઘરે માત્ર દોઢ કલાક વહેલા પહોંચી ગયેલા!

     જોઈ લો … એના બેકયાર્ડમાં અમારા ચમકતા અને દમકતા  દિદાર !!

???????????????????????????????

       પછી તો એના ઘેર એના હાથે કદીક જ બનતી ચા પીધી ના પીધી ( અલબત્ત તેને અમારી ચા રાંધણ કળામાં અત્યંત ઉચ્ચ કક્ષાની સલાહો આપ્યા બાદ જ સ્તો!) અને અમે ત્રણે જણા જનાબ નસીર ઈસ્માઈલીના ઘેર અને પછી, શ્રી. રજનીકુમાર  પંડ્યાના નિવાસસ્થાને મિજલસ જમાવી દીધી.

???????????????????????????????

          એ રસિક મિજલસોનો  અહેવાલ તો જૂદો જ આપવો રહ્યો.

          ત્યાર બાદ ઘનિષ્ઠ બનેલા સંબંધના પ્રતાપે મારા અત્યંત કઠણ, અંગત કામો આ તોખારે ચપટિકમાં ઉકેલી આપ્યા; એના આભારનો ભાર થોડો જ આ હેવાલ થકી ઊતરી શકવાનો છે?

4 responses to “મિત્રો મળ્યા – હિસાબનીશ અંતરયાત્રી

  1. Krutesh Patel ડિસેમ્બર 30, 2012 પર 2:38 પી એમ(pm)

    દાદા, તમે તો પ્રેમસરિતામાં ભીંજવી નાખ્યો મને.

  2. Valibhai Musa જાન્યુઆરી 20, 2013 પર 2:35 એ એમ (am)

    તરવરિયા આ યુવાનનું ઉજ્જવળ ભાવી હું જોઈ શકું છું. આ ઉંમરે વિચાર, વાણી અને વર્તનમાંની તેની પરિપક્વતા અને મોટેરાંઓ સાથેના સહવાસની તેની ભૂખ અને ઝંખના તેને જીવનમાં ચોક્કસ આગળ લઈ જઈ શકશે. મૂળ ખંભાતનો વતની આ ભાઈ કૃતેશ પ્રથમ મુલાકાતે જ વશીકરણ કરી ગયો. તે હજુ અપરીણિત છે અને છતાંય શુભેચ્છા પાઠવું છું કે તેના જીવનમાં હર કદમે સાથ આપે તેવી જીવનસંગિની તેને મળી રહે.

  3. aataawaani એપ્રિલ 11, 2016 પર 11:26 એ એમ (am)

    ભાઈ કૃતેશ પટેલની યુવાની આવડત તંદુરસ્તી અમર રહે

  4. Rajnikumar Pandya માર્ચ 13, 2018 પર 9:00 એ એમ (am)

    બહુ ગમી જાય તેવું વ્યક્તિત્વ છે. એકવાર હું પાસપોર્ટ રિન્યુઅલના કામે પૉલીસ સ્ટેશને ગયો હતો ત્યાં આ યુવાન મને અચાનક ભેટી ગયા ત્યારે આનંદ થયો . તેમને શુભકામનાઓ.
    આપે અમારા ઘરના મુકેલા ફોટાની તારીખ કહી શક્શો ?
    આભાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: