ઘરની સામે દેખાતાં મકાનોનાં પિરામીડ આકારનાં છાપરાં જોઈને આ શિર્ષક હેઠળ એક લેખમાળા શરૂ કરી હતી. આશય હતો અમેરિકન જુસ્સાને આલેખવાનો. પણ એની શરૂઆત કરી હતી – અમેરિકન વાતને ઇજિપ્તના ભૂતકાળની ઉપમા આપીને.
આ પીરામીડોની નીચે રહેતો અમેરીકી જણ એક નુતન ‘ફેરો’ છે. તે સાવ સાદો માણસ – એક કારીગર પણ હોઈ શકે છે. પેલા મહાનુભાવ મમીની સરખામણી આ જણની સાથે કરવાનું મને ગમે છે. ઓલ્યા ‘ફેરો’ને જે સુખ અને સાહ્યબી કદી ન મળ્યાં હોય તેવાં સુખ અને સાહ્યબી અહીં માના પેટમાં હોય ત્યારથી મળે છે.
અને મમીની જેમ એ પણ સામાન્યતઃ નીર્જીવ છે! અહીં પણ ડોલર કમાવા અને જલસા કરવા; એ જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.
એ પહેલો લેખ આ રહ્યો.
પણ આજની આ વાત તો મારી ઇજિપ્તની સીધી મુલાકાત સબબે છે. આ વખતની દેશયાત્રા પહેલાં કેરોની મુલાકાત લેવાઈ ગઈ – આભાર નેટ વેપારી મુર્તઝા પટેલનો – એ કેરો નિવાસી ન હોત તો મેં સ્વપ્નેય કેરોની મુલાકાત લેવાનું ન વિચાર્યું હોત. આ રહ્યો એનો બલોગડો. જો કે, આ જ સમય ગાળામાં અમદાવાદમાં એના ધર્મગુરૂની આશિષ લેવાનો લ્હાવો તેને મળવાને કારણે અમે કેરોમાં મળી ન શક્યા. પણ ભારત બહારની કમ સે કમ એક સંસ્કૃતિને નજર હેઠળ કાઢી નાંખવાનો અભરખો પૂરો તો થયો જ. મારા દિકરા વિહંગે આ જોખમી સફરનું સઘળું આયોજન કરી આપ્યું હતું. અને એના કારણે પાંચ દિવસની આ સફર કોઈ તકલીફ વગર, નિર્વિઘ્ને અને અત્યંત આનંદ પૂર્વક પતાવી/ માણી શક્યો.

આજનો આ લેખ પહેલા દિવસની ચપટીક વ્યથા કથા સાથે…
————————–
સાંજના ટાણે પ્લેન કેરોના એરપોર્ટ પર લાંગર્યું એ પહેલાં તે સુએઝ કેનાલ પરથી પસાર થયું હતું. આ આધુનિક ઐતિહાસિક સ્થળની હું મુલાકાત લેવાનો ન હોઈ, પ્લેનમાંથી જ એનું અવલોકન કરીને સંતોષ માન્યો.
બ્રિટીશ શાહીવાદ જ્યારે ઢોલ પીટી પીટીને જગત ભરમાં ગાજતો હતો; ત્યારે પૂરબિયા દેશોને લૂંટવાનો આ રાજમાર્ગ એની તિજોરીને ભરવાનું એક મહાન સાધન હતો. પણ એની સાથે ભારતની આઝાદીના ઉષાકાળમાં પશ્ચિમી દેશો પાસેથી જ્ઞાન અને સમૃદ્ધિના રસ્તા ગોતનારાઓને માટેના રાજમાર્ગનો પણ એ એક ભાગ હતો; તે આપણે વીસરી ન શકીએ.
ખેર, બન્ને બાજુએ નકરા રણથી ઘેરાયેલી એ નહેર જોઈ નાઈલ કાંઠો પણ આવો તો નહીં હોય ને; એવી ચપટીક નીરાશા પણ ઉપજી. કેરો ઢૂંકડું આવ્યું ત્યારે તો અંધારું થઈ ગયું હતું; અને નાઈલ દર્શનની ઉત્સુકતા બીજા દિવસ પર રોકી રાખવી પડી. કેરો એરપોર્ટ સુએઝ કેનાલ અને નાઈલની વચ્ચે હોવાના કારણે પ્લેનમાંથી નાઈલ દર્શન આમેય શક્ય ન જ હતું.
એરપોર્ટ ઉતરતાંજ દુઃખદ અનુભવોની આશંકાને સ્થાને એક સુખદ અનુભવ થયો. મારી માસે ઇજિપ્શીયન વિસા ન હતો. મુર્તુઝાએ આ માટે સધિયારો આપેલો હતો કે, એરપોર્ટ પરથી જ કોઈ અગવડ વિના તે મળી જશે. આથી મૂળાના પતીકા જેવા ૬૦/- ડોલર ખર્ચી અમેરિકામાંથી આગોતરો વિસા મેળવ્યો ન હતો. વિસા મેળવવાની નાનકડી હાટડીવાળા ઓફિસરે(!) ૧૫/- $ માંગ્યા. કોઈ ફોર્મ ભરવાનું નહીં કે ફોટો પણ નહીં. રકમ ચૂકવતાં ફટ્ટાક કરતાં વિસાનું સ્ટિકર પાસપોર્ટમાં ચોંટાડી દીધું. એ હાટડીમાંથી જ એક ડોલરના છ ઇજિપ્શિયન પાઉન્ડ લેખે ચલણ પણ મળી ગયું. પાંચનો આપણો શુકનિયાળ આંક અહીં શૂન્ય બરાબર છે – એ કેવળ જ્ઞાન પાંચ પાઉન્ડની નોટ હાથમાં ઝાલતાં થયું!
સામાન કોઈ ભલા જણે ઉતારી જ આપ્યો હતો – અલબત્ત એ માટે ૨૦/- પાઉન્ડની બક્ષીશ કચવાતા મને એને આપવી પડી હતી; એ અલગ વાત છે! સાથે જ બક્ષીશની માંગણી હવેના પાંચ દિવસ, ડગલે ને પગલે થતી રહેવાની જ છે; એ વીકીટ્રાવેલની ટીપ યાદ પણ આવી ગઈ! આમ કોઈ રોકટોક વગર મેં એરપોર્ટ બહાર પગ મૂક્યો. બહાર હોટલનો ટેક્સીવાળો મારા નામનું બેનર ઝાલીને મારા સ્વાગત માટે તૈયાર જ ઊભો હતો.
રસ્તામાં ભારતના જ કોઈ શહેરમાંથી પસાર થતો હોઉં, એવી અનુભૂતિ થતી રહી – સિવાય કે, વાહનોની નમ્બર પ્લેટો.
નાઈલનો વિશાળ કાંઠો અલપ ઝલપ જોયો, ન જોયો અને કેરોના રસ્તા ખૂંદતાં ખૂંદતાં ટેક્સી ગિઝા વિસ્તારમાં આવેલી હોટલ પાસે આવી પહોંચી. વિહંગનો આ ટેક્સી અને હોટલની આગોતરી સગવડ કરી આપવા માટે આભાર માનતાં ફોર સ્ટાર કક્ષાની એ હોટલમાં શાંતિથી સૂતો ત્યારે કેરોમાં પહેલો દિવસ કેવો જશે; એ બધી આશંકાઓ પર પાણી ફરી વળ્યું.

ભાગ-૨ માટે રાહ જુઓ.
Like this:
Like Loading...
Related
પ્રિય સુરેશભાઈ
તમે ઈજીપ્ત પણ જોતા આવ્યા . શાબાશ વિહંગ
તમે ભારી કામ કર્યું . હવે તમારા લેખમાં ઈજીપ્તમાં વરસાદ ન પડવાને કારણે કારોના બોકાસાની ગંદકી મકાનો ઉપર ચોટી ગઈ હશે . ધન્યવાદ એની વાતો આવશે મારા ગ્રાન્ડ સને અને એના અરબ મિત્રે નાઈલમાંથી ક્રોકોટા ઈલ પકડી હતી .પણ એનું મોઢું વેલાથી બાંધી દિધેલું, એ ફોટો મારા કમ્પ્યુટરમાં છે . એનો દાદા નાગ પકડે તો આ મગર પકડે . દાદાને કંઈક પરાક્રમ તો બતાવવું પડેને ?સુરેશભાઈ તમને અને સપુત વિહંગને ધન્યવાદ
બાપુ હવે તમારા લેખો વાંચવાની ઓર મજા આવશે .અને મને વગર ઈજીપ્ત ગયે ઈજીપ્તના દર્શન થશે .
મારા પોત્રે બેદુઇન અરબની જેમ કેટલાક મિત્રો સાથે રણમાં ખુલ્લામાં રાતવાસો કરેલો છે .
સરસ.આભાર.ઇજીપ્ત વિષે જાણવા મળશે.પરંતુ આપની ઈમેલ ગુજરાતીમાં વાચી શકાય તો મઝા આવે.
મુ
Deejay. Deejay.Thakore.
મુ.સુરેશભાઇ, આપની ઇમેલ ગુજરાતીમાં વાચી શકાતી નથી તો ગુજરાતીમાં આવે તે માટે શું કરી શકાય તે જણાવશો. ધરણીધર ઠાકોર.
.
>________________________________ > From: “”ગદ્યસુર”” >To: dthakore35@yahoo.com >Sent: Wednesday, January 2, 2013 10:16 AM >Subject: [New post] પિરામીડોના દેશમાં, ભાગ-૧ > > > WordPress.com >рк╕рлБрк░рлЗрк╢ posted: “ркШрк░ркирлА рк╕рк╛ркорлЗ ркжрлЗркЦрк╛ркдрк╛ркВ ркоркХрк╛ркирлЛркирк╛ркВ рккрк┐рк░рк╛ркорлАркб ркЖркХрк╛рк░ркирк╛ркВ ркЫрк╛рккрк░рк╛ркВ ркЬрлЛркИркирлЗ ркЖ рк╢рк┐рк░рлНрк╖ркХ рк╣рлЗркарк│ ркПркХ рк▓рлЗркЦркорк╛рк│рк╛ рк╢рк░рлВ ркХрк░рлА рк╣ркдрлА. ркЖрк╢р” >
સુરેશ દાદા , જેમ બને તેમ ફોટા વધુ મુકજો . . . અમને પણ આંખ્યું ઠારવાની તક મળે 🙂
અલ્યા વા’લા દદ્દુ! સોરી. આજે કોઈ વધારે શબ્દો અદા કરવા નથી. માત્ર એટલું જ કે….આ’ ભાર હવે તમને રૂબરૂ નહિ મળું ત્યાં સુધી રહશે.
Pingback: ઇજિપ્તમાં અળવીતરું! | હાસ્ય દરબાર
Pingback: પિરામીડોના દેશમાં, ભાગ -૭ : છેલ્લા બે દિવસ « ગદ્યસુર