તે જવાંમર્દ જાતિનો છે; પણ ફૂલથીય કોમળ છે. ધંધે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર છે; પણ વિદ્યાવ્યાસંગી પણ છે. ફરવાનો અને મહેમાનોને ફેરવવાનો અને જમવા / જમાડવાનો પણ શોખીન છે.
એ ‘અમે’ પણ છે …. અને ‘અમો’ પણ છે!
ઓળખી લીધો ને- એ ખૂંખાર મેરને?
આ જોઈ જ લો ને…

‘અમે’, ‘અમો’ –
અશોક મેરામણ મોઢવાડિયા
માધવપુર(ઘેડ)ના આશ્રમમાં શરદભાઈની સાથે પ્રભુશ્રીના આશિષ લેવાનો કાર્યક્રમ છેલ્લા તબક્કામાં ઘડાઈ રહ્યો હતો; ત્યારે વાટમાં ‘અમો’ને મળી લેવાય તો સારું- એ શુભાશયથી ઈવડા ઈને ફોન કીધો. અને એણે મેરની જિંદાદિલ અદાથી રોકડું પરખાવી દીધું,
” ઈમ નો હાલે! બસમાંથી જૂનાગઢ ઉતરી જાઓ.
બાકીની વાટ હારે કાપશું.”
અમે તો હરખાઈ જ્યા! અને હવારના છ વાગે જૂનાગઢ ઉતર્યા ન ઉતર્યા ને ‘અમો’ લાલ ચટ્ટાક ગાડીમાં આવી પૂગ્યા.( મારૂતિનંદન મેરની ગાડી ‘મારૂતિ’ જ હોય ને?!) ચા નાસ્તો પતાવી એમણે તો સીધા અમને એમના ઘરના ધાબા પર ચઢાવી દીધા. અમને થાય કે, આમ હવાર હવારમાં શીદ આમ ઊંચા ચઢાવતા હશે? પણ ધાબે જતાં માલમ થ્યું કે, ઘર ખરેખર ગિરિ તળેટીમાં જ આવેલું છે. પાછળ પૂરવ દશ્યમાં જાજરમાન ગીરનાર આકાશને આંબી સૂરજને ઘડી બે ઘડી રોકી રહ્યો હતો. .
એ પવિત્ર ગિરિરાજના દર્શન કરી અમે તો પાવન થઈ ગયા. અને નીચે ઉતરતાં ‘અમે’માં ના ‘મે’ – ‘અમે’ના પિતાશ્રી મેરામણ મળી જ્યા. શું સુંદર નામ? ઘૂઘવતો મેરામણ. એમની દિલદાર વાત્યુંથી પણ અમારું દિલ પોરહાઈ જ્યું.
‘અમો’ નાં દિકરા(હિરેન) અને દિકરી(શ્રદ્ધા) તૈયાર થતાં સફર આગળ હાલી. આ હાસ્ય દરબારી જીવ – તે શ્રોતા મળતાં છલકી ઊઠ્યો અને છોકરાંવને (અમોય ઉમ્મરે તો ઈમાં જ ગણાય ને?!) ખુશ ખુશ કરી દીધા. રસ્તામાં લૂંબે ને ઝૂંબે મહાલતા નાળિયેરીથી ભરપૂર લીલી નાઘેરના રતન જેવા માંગરોળમાં નાનકડો વિરામ કર્યો – અમોનાં માશીને ઘેર. માશીએ હેતથી ધરેલ મીઠી ધરાખ જેવા નાળિયેરીના તાજા પાણીની લહેજત માણી લીધી.
છેવટે સફરનો મૂકામ આવી લાગ્યો અને એનું વર્ણન ફરીથી નહીં કરું. અહીં વાંચી લેજો.
આ થોડાક વધારાનાં ચિત્રો માણી લો…
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
‘અમે’, ‘અમો’ –
અશોક મેરામણ મોઢવાડિયા
-
અઠંગ વાંચનભૂખ્યા અને વિકીપિડિયા પર મચી પડેલા ‘અમો’ ના બ્લોગની મૂલાકાત લેવાનું પણ આપ સૌને ઈજન છે…
Like this:
Like Loading...
Related
સુરેશભાઈ
તમે ઓશો આશ્રમ જોઈ આવ્યા ફોટો જોયા મનેતો તમે એવું અનુંભવાવ્યું કે જાણે હું પણ તમે ,અને શરદ શાહ, અને જે પોતાના લખાણની મારા ઉપર ગહરી અસર પાડે છે .મારામાં જુવાનીનું ખમીર પૈદા કરાવી શકે છે,. એ અશોક, તમારા સહુ સાથે હું પણ હોઉં એવું મને અનુભવાય છે . બહુ સરસ યાત્રા તમારી કહેવાય.ધન્યવાદ .અને વધારે ધન્યવાદ અશોકને કે જેણે એક અમદાવાદીને સોરઠની મહેમાન ગતિ .ઉદારતા નાં દર્શન કરાવ્યાં .
આતા દાદાની કેમેન્ટમાં સુર પુરાવું છું. ઉપર બધા ફોટાઓ જોયા. પહેલો અને છેલ્લો ફોટો બધાને જોવા વીનંત્તી…..
🙂 🙂 🙂
હું પણ ઈ જ કે‘વાનો હુંતો !! સુરેશદાદાએ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો આધારભૂત પુરાવો શોધી કાઢ્યો !! સોરઠયાત્રાની એક અનેરી સિદ્ધિ !!! 🙂
માન.સુરેશદાદા.
આપે વખાણી વખાણીને મુંને ઓગાળી દીધો ! અરે ભ‘ઈ ઉપકાર તો આપ સજ્જનોનો થયો જે અમોને ૮-૧૦ કલાક આપનો યાદગાર સંગાથ માણવાની તક આપી.
સોરઠની પાવન ધરા પર ડગ દીધાની સાથે જ, બ્રાહ્મમુહૂર્તમાં જ, આપનાં નાભીકમળમાં સુષુપ્તાવસ્થાએ પડેલી કુંડલીની દૈદિપ્યમાન થઈ અને હણહણાટ કરતી જાગૃત થઈ ગઈ એ મંગલમય પ્રસંગ પણ આપ સૌ મિત્રોને સંભળાવજો એવી વિનંતી છે !! (જો એ કુંડલીની ટાણે જાગૃત ન થઈ હોત તો આપણો મેળાપ પણ અઘરો થઈ જાત ને !)
આપની સંગાથે યાત્રા કરવાની જે મોજ આવી, એ ખડખડાટ વહેતો રહેલો હાસ્યપ્રવાહ, સાથે શ્રી.શરદભાઈની જ્ઞાનસભર પણ સાવ સરળ વાણી (જ્યારે હા.દ.નાં પ્રમુખ દરબારી રાત્રી પ્રવાસનો થાક ઉતારવા કે સારથી પ્રત્યે પોતાનો ૧૦૦ % વિશ્વાસ દર્શાવવા ! મીઠી ઝપકી મારી લેતા ત્યારે !), પેલી રોડ પરની ચાની દૂકાને ’અડાળી’માં પીધેલી ચા (હ), ’ભૂલકણા સારથી’નાં ગરબડ ગોટાળાઓને કારણે ગોકુળીયા ગામની કુંજગલીઓમાં ઉલ્ટાપૂલ્ટા રથચાલનનો આનંદ ! અને હા, આપ “દેવ” થયા (કે હું એક્સીલેટરેથી પગ નહિ હટાવું તો આપ ખરે જ ’દેવ’ થઈ જશો એવી ’સારથી’ની ધમકી (!)ને કારણે ’દેવ’ થતાં થતાં રહી ગયા)નો પ્રસંગ ! ’સુરેશદાદા આગે બઢો, હમ આપકે પીછે હૈ’ નો શંખનાદ કરી આપને પેલી ટેકરીએ ચઢવાનો શ્રમ કરાવ્યો (અને બોનસમાં ’કાંટા લગા…’ યાદ કરાવ્યું !). આહા ! હા ! હા !
ખરું કહું ! આપ મને મારાથી (માત્ર ઉંમરમાં !) મોટા લાગ્યા જ નહિ ! જો કે એ તો સામાન્ય વાત ગણાય પણ આપ બાળકોને પણ હમઉમ્ર લાગ્યા એ નોંધપાત્ર વાત ગણાય. આપનું બાળપણ કાયમ રહે. અમોને ફરી ફરી આપની સંગાથે યાત્રાનો લાભ મળતો રહે એવી અભ્યર્થનાસહઃ ધન્યવાદ.
Pingback: મારા પ્રતભાવો – મિત્રો મળ્યા- ગિરીતળેટીમાં ‘અમે’ (via ગદ્યસુર) | વાંચનયાત્રા
વાત તો બન્ને મિત્રોની વ્યાજબી અને સત્ય સં જ. પણ…
‘અમો’ની પાછળ પડદો છે; અને ઈ પડદાની પાછળ આપણ હૌ હંતાયલા છંઈ !!
અને બાપલિયાઓ….
ઈ ડાર્વિનિયાનું ભલું થાજો કે, આપણ હૌને પડદા પાછળથી ખેંચી લાઈખા; તિંમોં તો હાદ પર રાહડા લંઈ સ. .
ગુજરાતી વિકી ઉપર ‘અમો’નું એક પ્રદાન…
http://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE
dada, tamaaro pravaas mast rahyo. vaachvaani majaa padi. have aa pradesho ni mukkalat maate tamne puchhvu padshe.
પ્રવાસ, પ્રવાસીઓ અને પ્રતીભાવીઓ – સૌને માણ્યા.
Ctrl+C, Ctrl+V
પ્રવાસ, પ્રવાસીઓ અને પ્રતીભાવીઓ – સૌને માણ્યા.
Pingback: મળવા જેવા માણસ – અશોક મોઢવાડીયા | ગુજરાતી પ્રતિભા પરિચય