ત્રીજા દિવસે તૈયાર થઈને હોટલની બહાર નીકળ્યો; એ ચિંતા સાથે કે, ‘અલી જો એનું વચન ન પાળે ; અને એને બીજો ઘરાક મળી ગયો હોય તો, મારે સારથી-શોધ નવેસરથી આરંભવી પડે.’ પણ અલી જેનું નામ? ……બરાબર આઠના ટકોરે એ તો હાજર થઈ ગયો.
અને ગીઝા છોડીને તળ કેરોમાં મારી ત્રીજા દિવસની સફર શરૂ થઈ. નાઈલ ઓળંગતાં જ વિશ્વની આ સૌથી લાંબી નદીનો વિશાળ પટ જોઈ મન પ્રસન્ન થઈ ગયું. હજારો વર્ષથી તળ આફ્રિકામાંથી આ માતા કાંપ ખેંચી લાવે છે; અને દરેક ચોમાસે પૂર ફેલાવી નાઈલ ખીણને ફળદ્રૂપ કરી નાંખે છે. મીસરની મહાન સંસ્કૃતિ જેના તટમાં વીકસી, વીલસી એ જ આ લોકમાતાએ રૂદનનાં પોશ પોશ આંસુ સાર્યાં છે – એસિરિયન, ગ્રીક, રોમન, અરબ, તુર્ક, ફ્રેન્ચ , બ્રિટીશ, અને જર્મન સૈન્યોનાં ધાડે ધાડાંઓએ પાશવી હત્યાકાંડથી જૂની સંસ્કૃતિઓને છીન્ન ભીન્ન કરી નાંખી, એના શોકમાં.
કે પછી- આ બધી મારા અલ્પ જ્ઞાન આધારિત કલ્પનાઓ માત્ર જ છે? નદી તો એમની એમ અક્ષુણ્ણ અવિચળ વહેતી જ રહી છે ને?
[ ‘સરિતા’ની આત્મકથા વાંચવા ઈજન છે… ભાગ -૧ ; ભાગ -૨ ; ભાગ-૩ ]
ખેર.. એના તટનાં આ ચિત્રો મનભરીને માણી લો..
અને ઓલ્યા ‘ટાવર ઓફ ઇજિપ્ત’ની છબી ખેંચતાં મારો કેમેરા રીસાણો. એના સેલની આવરદા ખતમ થઈ ચૂકી હતી. મેં એનો સેલ ખરીદી લાવવાની વિનંતી અલીને કરી અને હું ઇજિપ્તની સંસ્કૃતિનું મ્યુઝિયમ જોવા રવાના થયો.
એના પ્રવેશ કક્ષમાં સૌથી આગળ જ ‘રોઝેટા શીલાલેખ’નો ફોટો મૂકેલો હતો- જેના થકી એ પુરાતન સંસ્કૃતિની સાવ ભૂલાઈ ગયેલી લીપી ડેસિફર( ગુજરાતી પર્યાય?) થઈ હતી. એ મહાન શીલાલેખની વાત માટે તો એક અલગ લેખ જ લખવો રહ્યો. આખાયે મ્યુઝિયમમાં ઈતિહાસ, સ્થાપત્ય, કળા, પુરાતત્વ, નાઈલની અદભૂત સંસ્કૃતિ વિ.ની વાતો પાર્શ્વભૂમિમાં જ રહ્યા કરી; અને મીસરની એ મહાન પ્રજાએ ૫૦૦૦ વર્ષ પહેલાં પેદા કરેલો એ ખજાનો જોઈ માનવ મહેરામણની તાકાત માટે અનહદ માન ઉભરાયા જ કર્યું. ( અને એ ન ભૂલાય કે બહુ જ નાનો એવો હિસ્સો જ આ મ્યુઝિયમમાં છે, ઘણો મોટો ભાગ તો યુરોપનાં મ્યુઝિયમોમાં કેદ પડેલો છે!)
મ્યુઝિયમની અંદર ફોટા પાડવાની મનાઈ હતી. પણ એની બહાર મારા સ્માર્ટ ફોન વડે પાડેલા ફોટા આ રહ્યા…
જો કે, નેટ ઉપરથી તો ઢગલાબંધ ફોટા અને સાહિત્ય તો મળી જ રહેશે. લો એક આ સેમ્પલ…

પણ આ અમદાવાદીને સતત એ ચિંતા રહ્યા કરી કે, ‘સેલ ખરીદવાના કામ સાથે, સાવ અજાણ્યા અલીને મેં મારો અમદાવાદમાંથી ૧૩,૦૦૦ રૂ.ની માતબર રકમમાં ખરીદેલો કેમેરા પણ આપી દીધો. અલી પાછો નહીં આવે તો?’
પણ એ દિલાવર દિલના અરબે મારી શંકા કુશંકાઓને ખોટી પાડી દીધી. તેણે નવા સેલ ખરીદી, કેમેરા ચાલુ કરાવી દીધો હતો – અને મને અકબંધ સોંપી દીધો. એની આ નેકીએ માનવ મૂલ્યોમાં મારી શ્રદ્ધા બેવડાવી દીધી.
હવે પછીનો મારો મૂકામ હતો ‘ કોપ્ટિક મ્યુઝિયમ’ પણ એની વાત તો હવે પછીના લેખમાં જ કરવી પડશે.
Like this:
Like Loading...
Related
આ વિશ્વ આપણા શરીર સાથે સંબંધ ધરાવે છે જ.
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, જે અમારી સ્વૈચ્છિક મોટર કાર્ય માટે જવાબદાર છે પીરામીડ નુકસાન પરિણામે છે. નિષ્ક્રિય ખેંચાતો માટે સ્થિતિસ્થાપક પ્રતિકાર દ્વારા વર્ગીકૃત થયેલ છે, અને શરીરના ભાગ સુધી વિસ્તરેલો છે કે અમે પ્રારંભિક સ્વર મૂળભૂત સ્નાયુઓમાં તણાવ, જે હજુ પણ, પરંતુ વિવિધ તીવ્રતા સાથે જ અસ્તિત્વમાં છે પાછા પટ ના અંત પછી. આમ, સ્નાયુ ટોન જ્યારે અમે કંઈક અથવા જ્યારે તમે આરામ છે કે ઊંઘ શું તફાવત છે. પણ ઓપ્ટિકલ ઉત્તેજનના અને લાગણીશીલ રાજ્યો સ્નાયુ ટોન કરે છે. અમુક લાગણીઓ સ્વર માં વધારો, ક્રોધ અને ગુસ્સો જેમ, અને દુ: ખ, ઉદાસી અને સમાન , જે પીરામીડ સમય ઈજાઓ પરિણામ છે થોડુ વિગતે..
આચ્છાદન (મસ્તિષ્ક આચ્છાદન દ્રષ્ટિ, સુનાવણી ગંધ અને સ્પર્શ સનસનાટીભર્યા અને ભાષણ વિચાર, અને મેમરી જેવા ઉચ્ચ વિધેયો નિયંત્રિત છે, જેમ કે અમુક કાર્યો સાથે ક્ષેત્રોમાં વિભાજિત થાય છે. મગજના ક્રિયા samorazvojnih ટેકનિક સંબંધિત છે તે સૌથી મહત્વનો ભાગ આચ્છાદન આગળના ભાગ, આગળનો આચ્છાદન છે.જ્યારે માણસ અપ પડ (izokorteks neocortex જેમાં છ સ્તરો બનેલા છે સૌથી વધુ લે છે:
* પડ molecularis સપાટી સ્તર કે જે ત્યાં એક બહુ જ નાની સંખ્યા છે મજ્જાતંતુઓની અને glial કોષો છે. * પડ granularis બીજા બાહ્ય સ્તર છે જે મુખ્યત્વે નાના ગોળાકાર મજ્જાતંતુઓની (દાણાદાર સમાવે છે. * Piramidalis પડ બાહ્ય ત્રીજા સ્તર છે, પીરામીડ એ મગજનો આચ્છાદન ની લાક્ષણિકતા કોષો હોય છે. પીરામીડ કોષો આ સ્તર 40mm માટે માપ પહોંચી શકો છો. * પડ granularis interna ચોથા સ્તર ઘણા દાણાદાર કોષો છે. * પડ piramidalis આંતરિક સ્તર પાંચમા જે ત્યાં ખૂબ મોટી છે (Betz પીરામીડ કોષો હોય છે. * પડ multiformis પૃથ્વીનો પોપડો મગજ જ્યાં મજ્જાતંતુઓની ભાગ્યે જ જોવા મળે છે અનિયમિત આકારના વિતરિત ના deepest સ્તર છે.
પિરામિડ સ્તરો સારી મોટર આચ્છાદન ના વિસ્તારમાં વિકસાવવામાં આવે છે, અને ત્યાં પણ સૌથી પીરામીડ (Betz કોષો કોષો કે 120 micrometers એક માપ પહોંચી શકો છો. વિપરીત દાણાદાર સ્તરો સારી સંવેદનાત્મક વિસ્તારોમાં વિકાસ થાય છે. છાલ સ્તરો તીવ્ર સરહદો વિના એકબીજાને ક્રોસ, પણ પડ multiformis unsharply સફેદ બાબત માં જાય છે.આપણા ઘર આંગણાનો…
પાલીતાણા – જૈન ધર્મના પવિત્ર તીર્થસ્થાન પાલિતાણામાં શેત્રુજ્ય પર્વત પર અને તળેટીમાં બધા મળીને ૨૭૦૦ જેટલા જૈન મંદિર છે. આ મંદિરોમાં તેત્રીસ હજારથી વધુ પ્રતિમા બિરાજમાન છે. સામાન્ય રીતે જૈન મંદિરો તેની સુંદર કોતરણી અને વિશાળ ગુંબજ માટે વખણાય છે. સફેદ ચમકતા આરસ પહાણથી આ મંદિરો મનને ટાઢક આપે છે, પરંતુ પાલિતાણાનું આ પિરામીડ મંદિર અન્ય જૈન દેરાસરો કરતા તદન જુદું પડે છે.
વિશ્વમાં આવેલા જૈન ધર્મના મંદિરોમાં પિરામીડ આકાર-પ્રકારનું આ સર્વપ્રથમ મંદિર છે. આ મંદિર જ નહીં. મંદિરના નિર્માણમાં સહાય કરનારી વ્યક્તિની વાત પણ નીરાળી છે. કેરળના અર્નાકુલમ ખાતે રહેતા મુસ્લીમ માઈનીંગ એન્જિનિયર ટી.એ. મજીદે આ મંદિર બાંધવા માટે મહત્તમ રકમ આપી છે.
આ જૈન મંદિરની શીલારોપણ વિધિ પણ આ મુસ્લિમ સદગૃહસ્થના હાથે થઈ હતી અને એ પણ જૈન ધર્મના ઇતિહાસમાં કદાચ પ્રથમ ઘટના છે. આમા નવાઈની વાત તો એ છે કે સામાન્ય રીતે રૃઢિચુસ્ત ગણાતા જૈન ધર્મીઓમાંથી કોઈએ પણ મંદિરના આહાર, પ્રકાર કે મુસ્લિમ વ્યક્તિના દાન સામે એક શબ્દનોય વિરોધ નોંધાવ્યો નથી.
ઈજિપ્ત સંસ્કૃતિમાં સાધનાની સિધ્ધી માટે પિરામીડને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ઉપરાંત કેટલાંક વૈજ્ઞાાનિક તારણોમાં તેની શ્રેષ્ઠતા સાબિત પણ થઈ છે. આમ તો ભારતમાં જુદા જુદા ધાર્મિક સ્થળોમાં ૧૭ જેટલા પિરામિડ છે પણ આ બધા પિરામીડનાં બાંધકામમાં લોખંડ અને આરસીસીનો ઉપયોગ થયો છે. સાચા પિરામિડની બાંધણીમાં લોખંડ કે આરસીસીનો ઉપયોગ નથી થતો.
Pingback: ઇજિપ્તમાં અળવીતરું! | હાસ્ય દરબાર
Pingback: પિરામીડોના દેશમાં, ભાગ -૭ : છેલ્લા બે દિવસ « ગદ્યસુર