સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રો મળ્યા- હીરા જેવી રાણી

      આમ તો હું શિર્ષક ‘ હીરાની રાણી’ લખવા વિચારતો હતો; પણ સ્ત્રી ગૌરવનાં હિમાયતી અને અખબાર પત્રોમાં સ્ત્રી સંવેદના અને સ્ત્રી કવયિત્રીઓની રચનાઓને ઊજાગર કરતાં એ બહેનને કદાચ એ શિર્ષક ન પણ ગમે એ આશંકાથી ઉપર મુજબ શિર્ષક રાખી દીધું.

      વાસ્તવમાં એ રાણી હીરા જેવાં તો છે જ,  પણ મારા એક હીરા જેવા સ્વર્ગસ્થ દોસ્તનાં પત્ની પણ છે –  એ હકીકત છે. મને બન્ને રીતે એમના માટે આદર છે. અંગત જીવનમાં તેઓ ત્રણ તબક્કાના પ્રાણાયમ પણ નિયમિત કરે છે – એ વાત જાણવા મળી , ત્યારે તેઓ અંતરયાત્રાનાં પ્રવાસી છે; તે પણ ખબર પડી.

     કોની વાત છે આ?

    આમની જ તો…

લતા હિરાણી

તેમનો પરિચય આ રહ્યો…

       આ વખતની અમદાવાદ મુલાકાતમાં બે વખત એમને મળવાનું થયું. એક તો વલીદા અને જુ.ભાઈએ ગોઠવેલ સાહિત્યસભામાં અને બીજી વખત એમના ઘેર. પહેલી મુલાકાતનો અહેવાલ આ રહ્યો.

    સ્વાભાવિક રીતે જ એમના ઘરની મુલાકાત વધારે મજાની રહી. એમના આમંત્રણને માન આપીને વલીદા અને આ જણ ‘વિક્ટોરિયા…’ના નાયકો અશોક કુમાર અને પ્રાણની જેમ મોટર સાયકલ પર નહીં; પણ અમદાવાદી રીક્શામાં પહોંચી ગયા; ત્યારે ખબર પડી કે, આદતવશ  ફરીથી અમે ઘણા વહેલા પહોંચી ગયા હતા! મને એમ કે, નજીકની કોઈક હોટલમાં ચા પાણી કરી સમય પસાર કરી દઈએ. પણ વલીદા વધારે હિમ્મતવાળા. એમણે તો ફોન કરીને બહેનની પરવાનગી લઈ લીધી. અને અમે એમના ઘેર સમયસર(અમારા !) પહોંચી ગયા.

      ઘરમાં પ્રવેશતાં જ દિવાલ પર આ ફોટો જોઈ મન મહોરી ઊઠ્યું –

Photo1447

      મારા નોકરીકાળ દરમિયાન બે વર્ષ મનગમતા વિષય ‘ઉર્જા બચાવ’ અને ‘ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ’  અંગે કામ કરવાની તક મળી હતી. એ સબબે જગદીશભાઈ હિરાણી સાથે પરિચય થયેલો. પહેલી વાર અરવિંદ મીલમાં અને પછી તો અનેક વાર વિવિધ પીઠિકાઓ પર.  લતાબેનને મળતાં એ બધી ઘડીઓનું ઝુંડ માનસ સ્તર પર ધસી આવ્યું.

      અને લતાબેને જ કહેલી વાત‘ છોકરાંઓ મોટાં થઈ ગયા બાદ, એમણે જ મને સાહિત્ય સર્જન તરફ વળવા પ્રેરણા અને ઉત્તેજન આપેલાં.’ – સાંભળી એ હીરા માટે મારું માન અંગત કક્ષાનું બની ગયું.

     થોડીક વારે જુ.ભાઈ પણ સમયસર (!) આવી ગયા. અને અમારી ગોષ્ટિ જામી. ગોઠડીની વાતો તો યાદ નથી, પણ ઊઠવાનું મન ન થાય , એટલી બધી વાતો ચાલતી રહી.

Photo1451

     ચા નાસ્તો પત્યો પછી આવી પહોંચેલા એમના દીકરાએ જુ.ભાઈના સ્માર્ટ ફોન પર ઉપરના બે ફોટા ખેંચી આપ્યા. એની સાથે વાત કરતાં ખબર પડી કે , તે પણ પિતાના પગલે ઉર્જા બચતના ક્ષેત્રે  જ કામ કરી રહ્યો છે.

     આ દરમિયાન વલીદાના પુત્ર અકબર ભાઈનો ફોન આવી ગયો કે, તે અમને લેવા આવે છે. અને અમારા ત્રણ જણની મિજલસ કારમાં પણ ચાલુ રહી.

    પરંતુ….  અહીં પાછા આવ્યા બાદ પણ હીર રાણી બહેનના સૌજન્યની સુવાસ હજી પણ મઘમઘતી છે.

8 responses to “મિત્રો મળ્યા- હીરા જેવી રાણી

 1. jjkishor જાન્યુઆરી 8, 2013 પર 9:12 એ એમ (am)

  ફાઈન ! સરસ રજુઆત. બહેનને ત્યાંની મીટીંગ સારી રહી.

 2. pragnaju જાન્યુઆરી 8, 2013 પર 9:32 એ એમ (am)

  સાચા અર્થમા મિત્ર
  તેઓ સમીક્ષા મિત્ર ભાવે કરે છે.
  યાદ આવે
  હરિઃ ૐ દૃતે દૃગૂઁહમા મિત્રસ્ય મા ચક્ષુષા,
  સર્વાણિ ભૂતાનિ સમીક્ષન્તામ્ ।
  મિત્રસ્યાહઞ્‍ચક્ષુષા સર્વાણિ ભુતાનિ સમીક્ષે ।
  મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષામહે ॥
  ભાગ્યોદયેન બહુજન્મસમર્જિતેન
  સત્સઙ્‍ગમઞ્‍ચ લભતે પુરુષો યદા વૈ ।
  અજ્ઞાન-હેતુ-કૃતમોહમદાન્ધકાર-
  નાશં વિધાય હિ તદોદયતે વિવેકઃ ॥
  આ અમારી દિકરી ના કાવ્યો-નાટકોની સમીક્ષામા અનુભવ્યું
  અને ચિ પરેશ તો કળશનો અને નિરુદ્યેશેનો કોલમીસ્ટ
  છતા હરીફ કરતા તેઓના મિત્રભાવને સલામ …
  બાકી અમે સાહિત્યમા કેવા ઠોઠ છીએ તે અમે જાણીએ છીએ
  છતા તેમના જેવા મિત્ર આહને બદલે વાહ કરે ત્યારે મગજમા
  એન્ડોર્ફીન ઝરપે છે.તેમના નીલમ અને પીંકી સાથે મિત્રભાવ..
  અસ્તુ.
  એક સૂચન તેમને પ્રેરણા આપનાર નિસર્ગ અને પાર્થ ના ફૉટા ની લીંક આપશો

 3. જીવન કલા વિકાસ જાન્યુઆરી 8, 2013 પર 10:22 એ એમ (am)

  સરસ મુલાકાતનુ વર્ણન ભાઈ..
  જય સ્વામિનારાયણ…

 4. અક્ષયપાત્ર/Axaypatra જાન્યુઆરી 8, 2013 પર 11:22 એ એમ (am)

  વાહ! મારા મિત્રો એકબીજાને મળ્યા તેનો આનંદ મને અહીં ઘરે બેઠાં મળ્યો. હીરાણી ફોટામાં પણ ઝળકી ઊઠી છે હીરા રાણી ની જેમ જ સ્તો!

 5. Dipak Dholakia જાન્યુઆરી 9, 2013 પર 12:41 એ એમ (am)

  હીરા અને રાણી. શબ્દોની આ ચાતુર્યપૂર્ણ રમત ગમી. બહેનને નમસ્તે.

 6. readsetu જાન્યુઆરી 9, 2013 પર 8:55 એ એમ (am)

  હુંયે હજી વાગોળું છું એ સંસ્મરણો…..સુરેશભાઇ, આપણી મજાની મુલાકાતને અહીં વહેંચી એ ગમ્યું અને….યસ…પ્રજ્ઞાબેનની નમ્રતાને સલામ
  lata

 7. Valibhai Musa જાન્યુઆરી 20, 2013 પર 2:07 એ એમ (am)

  છેલ્લા છએક મહિનાથી અમદાવાદ ખાતે રહું છું. જિંદગીની ઢળતી અવસ્થાએ પણ જોડાતા જતા લાગણીના નવા નવા સંબંધો હૃદયને ઉષ્મા આપે છે. લતાબેનની નિખાલસતા અને સાલસતાએ તેમના પરત્વેના કોચરબ આશ્રમ ખાતેની પ્રથમ મુલાકાતે જાગેલા અહોભાવને વધારે દૃઢિભૂત કર્યો. અમને લતાબહેનના ઘરે ગાડી લઈને લેવા આવેલા મારા દીકરા અકબરઅલીએ પણ અમારી મુલાકાતની છેલ્લી પળોએ અલ્પાહાર આરોગતાં આરોગતાં તેમનું સાન્નિધ્ય માણવા બદલની ખુશી મારી આગળ અભિવ્યક્ત કરી હતી.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: