દાદા ભગવાનના સ્થાનક , અડાલજ ખાતે આવેલા સિમંધર સીટીમાં એમનેભાગ્યે જ કોઈ મૂળ નામ ‘રોહિત બોડીવાલા’ તરીકે જાણતું હશે.
એ તો ત્યાં ‘રામભાઈ’ જ છે.

મારી સાથે મિકેનિકલ એન્જિ. માં સહાધ્યાયી હતો; ત્યારે તો અમે ખાસ નજીક ન હતા. પણ નોકરીકાળ દરમિયાન ઘણા નજીક આવેલા – ખાસ તો મારા ખાસ મિત્ર સ્વ. ઈશ્વરદત્ત ભટ્ટના મિત્ર હોવાના સબબે. પછી તો અમારે એક્મેકને ઘેર જવા સુધીના સંબંધ પણ વિકસેલા.
પણ છેલ્લા બે વર્ષથી ‘મહાત્મા’ તરીકે અમે વધારે નજીક આવ્યા!
અમે બન્ને મહાત્મા!
અચંબો ન પામતા – દાદા ભગવાનના અનુયાયીઓ એકમેકને આ સંબોધનથી બોલાવતા હોય છે.
જે પોતાની અસલી ઓળખ ‘ શુદ્ધાત્મા’ને ઓળખતા થાય – તે ‘મહાત્મા’.
૨૦૧૦-૨૦૧૧ વખતની મારી દેશયાત્રા દરમિયાન રામભાઈને ખાસ મળવા ગયો હતો – દાદા ભગવાનનું જ્ઞાન સ્વીકારતાં પહેલાં મારા મનના અમૂક સંશયો દૂર કરવા માટે. સ્વાભાવિક રીતે જ જૂના મિત્ર હોવાના નાતે એમને ઘેર એક રાત રોકાયો હતો; અને બીજે દિવસે સવારે પૂજ્યશ્રી. દિપકભાઈ પાસેથી એ સંશયો અંગે ખુલાસો થયો હતો.
ત્યારથી રોહિત મારે માટે પણ રામભાઈ બની ગયો.
મેં અને મારી પત્ની જ્યોતિએ પછી તો ૨૦૧૧ના જુલાઈ મહિનામાં ‘જ્ઞાન’ લીધું ; અને તે વખતે જ નક્કી કરેલું કે, ૨૦૧૨માં સાથે અડાલજ રહેવા જઈશું. અને એ માનતા પૂરી થઈ. રામભાઈના નાનકડા ફ્લેટમાં તેમને તકલીફ ન આપતાં અમે ‘ યાત્રી નિવાસ’ માં રાત રહેલાં; અને બીજે દિવસે સવારે પૂજ્યશ્રી. સાથે સત્સંગ પણ કરેલો.
પણ અહીં વાત એક ખાસ અનુભવની કરવાની છે. રાતે જમીને અમે રામભાઈ અને કુસુમ ભાભીની સાથે ગપસપ કરતાં બેઠાં હતાં – ફ્લેટના બારણાંની સામે રામભાઈના પલંગ પર અમે બે જણા અને સામેના પલંગ પર જ્યોતિ અને કુસુમબેન.
એકાએક મારી નજર ફ્લેટના બારણા તરફ ગઈ. મારા આશ્ચર્ય વચ્ચે દિપક ભાઈ એમાંથી ડોકિયું કરી રહ્યા હતા! અમે સૌ અચંબો પામીને બહાર ધસી ગયા. રામભાઈએ દિપકભાઈને મારી અને જ્યોતિની ઓળખ આપી. તરત તેઓશ્રીને અમારું જ્ઞાન ગ્રહણ, ૨૦૧૨ની ગુરૂપૂર્ણિમાનો સત્સંગ અને ઓક્લાહામાના રિટ્રીટમાં સત્સંગની યાદ આવી ગઈ.
પણ તેઓ તો સામેના ફ્લેટમાં કેન્સરના છેલ્લા સ્ટેજમાં જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતાં એક ૯૨ વર્ષીય બહેનને આશિર્વાદ આપવા અને જીવનની સંધ્યાએ જરૂરી વિધિ કરવા આવ્યા હતા; એટલે તેઓ તો ત્યાં ગયા. અમે પાછા પલંગ પર બેસી ગયા. દિપકભાઈની આ સરળતા અને સ્થાનિક રહેવાસીઓ સાથેની આ આત્મીયતા અંગે અમે વાતો કરતાં હતાં; ત્યાં જ તેમની સાથે આવેલા એક યુવાન ભાઈ અમારા ફ્લેટમાં આવ્યા અને કહ્યું કે, ‘ દિપકભાઈએ અમને સૌને પણ તે વિધિનો લાભ લેવા બોલાવ્યા છે.”
અમે તો રાજીના રેડ બની ગયા. દિપકભાઈ તે વૃદ્ધ બહેન સાથે વાતચીત કરતા હતા. દિપકભાઈને આટલી નજીકથી જોવાનો અમને કદી લ્હાવો મળ્યો ન હતો. એમના મુખારવિંદ પર ઝળકતી તપની આભા, બાળક જેવું સરળ સ્મીત અને આંખોમાં ઊભરાતો નિર્મળ પ્રેમનો દરિયો …… અમે જાણે વશીકરણ થયું હોય એવા અવાચક બની ગયા. જીવનભરના તપનો પ્રભાવ અને સરળતા કેવાં હોય; એની આવી ઝલક મળવા માટે અમે અહોભાવમાં ગરકી ગયા.
૯૨ વર્ષનાં અને જીવનના અંતની સાવ નજીક એ બહેનના ચહેરા પરની નિર્મળતા, સાલસતા અને આવી જ્ગ્યાએ લાંબા સમયથી રહેવાના કારણે થયેલા તપની આભાએ અમને વિચારતા કરી દીધા કે,
’ સત્સંગ અને તપની સામાન્ય માનવના જીવન પર કેવી અસર થઈ શકે છે.’
રામભાઈ સાથેની આ મુલાકાત અમારે માટે જીવન ભરનું સંભારણું બની રહી. એ યાદગાર મુલાકાતના થોડાક ફોટા…..
-
-
-
-
-
-
-
-
હ્યુસ્ટનના મહાત્મા કિશોરભાઈ પણ સવારે સત્સંગ બાદ મળી ગયા.
-
-
-
કુસુમબેન
Like this:
Like Loading...
Related
આત્માની ઓળખ પામે એ જ મહાત્મા – આ વિચાર ગમ્યો. દરેક મહાત્માને વંદન !
મહાત્માઓના અભિનવ મિલન અને સત્સંગની વાતો વાંચી સાથે હોવાનો મનમાં અહેસાસ થયો .
મારી 2007ની અમદાવાદની મુલાકાત વખતે દાદા ભગવાનના સ્થાનક આગળથી કારમાં
રસ્તે જતા દર્શન કરેલા પણ અંદર ન ગયાનો અફસોસ પણ મનમાં થયો .
Pingback: એક સવાર અતુલનાં બાળકોની સાથે « ગદ્યસુર
સુરેશકાકા,
તમે તો મહાત્મા થઈ ગયા.
હું મહા-તમા (ઊંડા અંધારામાં) રહી ગયો.