મ્યુઝિયમમાંથી બહાર આવ્યો. બપોરના ૧૨ વાગી ગયા હતા. ‘અલી પાછો નહીં આવે તો કેમેરાના પણ બાર વાગી જશે.’ – એ ભય પણ ભુખની સાથે સતાવી રહ્યો હતો. અલી પણ આવી ગયો, અને કેમેરા પણ – ફરી ચાલુ થઈને.
બે દિવસ , સતત ઘેરથી આણેલાં મેથીના થેપલાંને સવારના નાસ્તા બાદ આરામ આપવાનું નક્કી જ કર્યું હતું. ઈજિપ્તની વાનગી ’ફલાફલ’ આરોગવા ઇચ્છા હતી. અલીને આ વાત કરી; અને ભીડથી ઉભરાતા નાના રસ્તા પર એણે બાજુમાં કાર ઊભી રાખી અને મને રાહ જોવાનું કહી, એ તો બાજુની ગલીમાં ચાલ્યો ગયો અને થોડી વારે ફલાફલનાં બે પેકેટ લઈ આવ્યો.
મેં એને કહ્યું,” ચા/કોફીની સાથે આ ખાઉં તો ઠીક.”
તેણે હકારમાં ડોકું ધૂણાવ્યું અને થોડીક વારે કોપ્ટિક મ્યુઝિયમની પાસે આવેલી એક દેશી ‘કોફી શોપ’ આગળ કાર ઊભી રાખી. અને આખીયે સફરમાં યાદગાર રહી જાય એવી અરબ –સંગતનો મને લ્હાવો મળી ગયો.
ગરમાગરમ ઇજિપ્શીયન ચા અને ફલાફલ આરોગવા લાગ્યો, અને અલી એના હુક્કાની લહેજત. ટેબલ ખાલી થયા પછી પાછળ નજર કરી તો પાંચેક અરબ ડોસાઓ આતુરતાથી અમારી તરફ જોઈ રહ્યા હતા. ત્રણ જણા ‘ ડોમિનો’ ની રમત રમતાં રમતાં મારી તરફ ડોકિયાં કરી લેતા હતા. થેલીમાંથી સુગંધી સોપારી કાઢીને મુખવાસની મઝા માણી રહ્યો હતો; ત્યાં મને અળવીતરું કરવાનું સૂઝ્યું –
‘ આમેય હાદજન ખરો ને?’
સોપારીના બે પાઉચ કાઢીને મેં એ ડોસાઓને ધર્યા. એક જણે હિમ્મત કરીને સોપારીનો એક ટુકડો મોંમાં મૂક્યો અને મેન્થોલની ચરચરાટી અને સાકરની મધુરતા ચાખી મલકી ઊઠ્યો. હવે બીજાએ પણ હિમ્મત કરી. પણ એના ખૂલેલા સાવ બોખા મોંને નિહાળી મને ગમ્મત સૂઝી. ‘ Not for you.’ કહેતાં કહેતાં મારી સાબૂત બત્રીસી તેને બતાવી. આખું ટોળું ભાષાના માધ્યમ વિના પણ ખડખડાટ હસી પડ્યું. અને અમારી વચ્ચેનો બરફ ઓગળી ગયો. ભાંગી ટૂટી ભાષામાં એમની ભારત વિશેની જાણકારી અને સદ્ભાવની લાગણીઓ નાઈલના મુક્ત પ્રવાહની કની વહેવા લાગી.
ગાંધીજી, સલમાન ખાન, અમિતાભ બચ્ચન,ઐશ્વર્યાને એ લોકોએ યાદ કર્યા.
મેં નાસર, સાદત, નેફરેટી, ક્લિયોપેટ્રા અને રામસેસને …
બપોરની એ દસ પંદર મિનીટ ભારત – ઇજિપ્ત વચ્ચેની બિરાદરીની એક નાનકડી કડી બની રહી.
હવે અલીનો બંદગીનો સમય થઈ ગયો હતો. મેં પણ તેના આશ્ચર્ય વચ્ચે મસ્જિદમાં અંદર આવવાની પરવાનગી માંગી. એ તો ખુશ ખુશ થઈ ગયો. અને મેં પણ એ સરસ મસ્જિદમાં દસેક મિનીટ માટે ‘સુદર્શન ક્રિયા’ કરી લીધી. તે સુમધુર બિરાદરીની ઝલકો આ રહી…
અને છેલ્લે..
બપોરના એ આખરી મુકામ – કોપ્ટિક મ્યુઝિયમમાં અમે પહોંચી ગયા. ઇજિપ્તની આપણી ઓળખ એક જૂની, વિદાય લઈ ચૂકેલી સંસ્કૃતિના અવશેષ કે એક ઝનૂની અરબ દેશ તરીકેની જ છે. પણ ઇશુ ખ્રિસ્તના અમુક અનુયાયીઓએ ધાર્મિક ત્રાસથી બચવા મિસરમાં આશરો લીધો હતો; એ વાત કદાચ આપણે જાણતા નથી. રોમના શહેનશાહે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યાર બાદ મિસરમાં વિકસેલ ‘કોપ્ટિક’ સમ્પ્રદાયે ગુરૂકૂળ અને આપણા મુનિઓ યાદ આવે તેવી (Monesticism) ખ્રિસ્તી વિચારની શાખા વિકસાવી હતી. આખાયે ખ્રિસ્તી જગતમાંથી એ આશ્રમની યાત્રા કરવા ખ્રિસ્તી સાધકો મિસરની મુલાકાત લેતા.

અરબોના આક્રમણ પછી, કોપ્ટિક સંસ્કૃતિનો અંત આવ્યો હતો. પણ એ ગાળાની અદ્ભૂત કલાકારીગીરી, જીવન પદ્ધતિ અને અંતરયાત્રાની અનોખી રીતની સુંદર ઝલક આ મ્યુઝિયમમાં જોવા મળે છે. પાછા વળતાં રસ્તામાં એક બે ઐતિહાસિક મસ્જિદો અને છેલ્લા તુર્ક શહેનશાહનો વૈભવી મહેલ પણ ઊડતી નજરે જોઈ લીધો.
અને વધતી જતી વસ્તીએ રહેઠાણ માટે અપનાવાયેલા કબ્રસ્તાનનો વિસ્તાર પણ અલીએ બતાવી દીધો.
હાય રે! આધુનિક માનવ જીવનની કઠણાઈઓ!
આ રહી કેમેરાની આંખે એ યાદગાર બપોરની ઝલક( અલબત્ત અહીં પણ મ્યુઝિયમની અંદર કેમેરા લઈ જવાની મનાઈ હતી.) …
કોપ્ટિક સંસ્કૃતિ વિશે વિશેષ અહીં…
વધુ આવતા અંકે…
Like this:
Like Loading...
Related
વાહ
મઝા પડી
સુંદર પ્રવાસ અને એનું સુંદર બયાન ફોટાઓ સાથે માણ્યું અને ઈજીપ્ત વિષે ઘણું નવું જાણ્યું . આભાર .
Pingback: ઇજિપ્તમાં અળવીતરું! | હાસ્ય દરબાર
વાહ સુરેશભાઈ, ફુટી કોડિયે ખર્ચ્યા વગર તમે અમને બધાને ઈજીપ્તની યાત્રા કરાવી દીધી. પેલાં પતીકા જેવા ડોલરો ખર્ચી તમે ૧૦૦% આનંદ માણ્યો અને અમે બધાએ મફતમાં ૫૦%. પણ ૫૦% ટકાતો ૫૦%, પણ મફતમાં ક્યાં મળે?
ભણતા હતા ત્યારે સારા લેખકોના પ્રવાસ વર્ણન વાંચતા. તેઓ એ જમાના અનુસાર નાનામાં નાની ચીજનુ આબેહુબ વર્ણન કરતાં. જેમકે એક ઈમારત કે પીરામીડ જુએ તો એના એક એક પત્થર નુ વજન કેટલું આ પત્થરો ક્યાંથી આવ્યા કેવીરીતે ઘડ્યા અને આટલી ઉંચાઈ પર કેમ કરી ચઢાવ્યા તેના ખુણાઓ કેવી રીતે મેળવ્યા અને સાંધાઓ કેવી રીતે કર્યા આવી બધી ઝીણી ઝીણી વિગતો એ લોકોને આપવી પડતી ત્યારે પીરામીડોનુ દ્રશ્ય આપણી સમક્ષ ઉભું થતું અને આજની આધુનિક ટેકનોલોગીની કમાલ એ છે કે તમને વર્ણનો કર્યા કરતા. જુદા જુદા એંગલોથી પીરામીડનુ દર્શન જ કરાવી દે.
સુરેશભાઈની આ ફોટાઓ ખેંચવાની આદતનો મને અનુભવ તેમની સાથેની માધોપુરની યાત્રા દરમ્યાન થયો. કેમેરા તેમનો સદા સજ્જ હોય અને જેવું કાંઈ દેખાય કે તરત જ ક્લીક કરી લે. લગભગ ૨૬ વર્ષથી હું માધોપુર જાઊં છું અને અત્યાર સુધી મેં જેટલાં ફોટાઓ ત્યાંના નથી પાડ્યા એટલા ફોટાઓ એમને એમના કેમેરાથી પાડી લીધા જેથી તેનો સ્વાદ અન્યોને થોડો થોડો આપી શકે.
અમારા માનસપટ પર ઇજીપ્ત અને તેના લોકો વિષે બાઝેલા બરફના થર આપના આ સિરીયલ વર્ણનો વાચીને ઓગળી ગયા.ખરેખર મજા આવે છે વાચવાની.
આદરણીય વડીલ સુરેશ કાકા,
લ્યો અમે તો ડોલરિયું ખર્ચ્યા વન ઈજીપ્તમાં ફરી આયા.
હવે બીજા દેશોની જાત્રા કરાવજો.’
મજા મજા મજા પડી ગઈ
મહદાંશે તો માણસની આંખ દૃશ્યકિરણોને પોતાના જ મગજ સુધી પહોંચાડે છે. કેટલાક પરગજુ લોકોની આંખ જે (સારું) જુએ છે તે અન્યનાં મગજ સુધી પણ પહોંચાડે છે !
વાહ ! આ સચિત્ર લેખમાળા જાણે ઘેરબેઠાં જ પિરામીડોના દેશની યાત્રા કરાવે છે. ધન્યવાદ.
બહુ સુંદર વર્ણન. મજા પડી.
Pingback: પિરામીડોના દેશમાં, ભાગ -૭ : છેલ્લા બે દિવસ « ગદ્યસુર
ફોટા અને વર્ણન સ-રસ અને આબેહૂબ છે.
बधिरं करोति श्रवणं, पंगु लंगयते गिरिम I
यत कृपा तम हम वन्दे परमानंदम सुरेशम II