સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એક સવાર અતુલનાં બાળકોની સાથે

       આમ તો અતુલ અને જ્યોતિકા બહેનને પોતાનાં બે પુત્રો જ છે; અને બન્ને પુખ્ત ઉમ્મરના અને વ્યવસ્થિત રીતે પોતપોતાના વ્યવસાયમાં સ્થાયી થયેલા છે. એમાંથી એકેય દીકરાને હું કદી મળ્યો પણ નથી!

       તો પછી આ કોની વાત છે? કયાં બાળકો અને કેટલાં?

       એ વાત કરું, એપહેલાં અતુલ વિશે બે’ક વાત.

Atul_Bhatt

       આમ તો અતુલ મારી સાથે એક વર્ષ એન્જિ. કોલેજમાં ભણેલો, એટલું જ. તે વખતે પણ અમારી ઓળખ સાવ અછડતી જ. સહેજ પણ ઘનિષ્ઠ નહીં. અમે બન્ને પોતપોતાના વ્યવસાયમાં સ્થાયી થયેલા; ત્યારે પણ કદિક કદિક મળવાનું થાય; પણ કદી એ મુલાકાતમાં અમે ખાસ નજીક આવેલા નહીં. શિષ્ઠાચાર પૂરતો જ – ‘લટકતી સલામ’ જેવો સંબંધ!

    ૨૦૧૦-૨૦૧૧ની મુલાકાત વખતે જ દૈવે કરીને ‘રામભાઈ’ના દીકરાને ઘેર રામભાઈની ભાળ મેળવવા જતાં; અતુલનો ઉલ્લેખ થયેલો, અને ફોન પર વાત થયેલી.

    ‘ રામભાઈ’ની સાથેની આ વખતની મુલાકાત આ રહી…

     ત્યાર બાદ એક સાંજે ઘોડાસરથી પાછા વળતાં કોઈક અજાણ્યા તત્વે આ જણને અટકચાળું કરાવ્યું કે, ‘લાવને, સમય છે; અને એના ઘરની નજીકથી પસાર થઈ રહ્યો છું, તો એ ઘેર હોય તો બે’ક મિનીટ ‘જયશ્રી કૃષ્ણ’ કરી લઉં – એક ‘લટકતી સલામ!’

    અને તમે નહીં માનો… એ સલામ કરવા જતાં હું લટકી પડ્યો – અતુલ સાથે ભરપુર પ્રેમમાં ‘પડ્યો નહીં … પણ લટક્યો!’

    આપણે કોઈના પ્રેમમાં કદી પડતા નથી હોતા – લટકી જતા હોઈએ છીએ. એ વ્યક્તિ સાથેના નિર્વ્યાજ પ્રેમના તાંતણે આપણે એવા બંધાઈ જતા હોઈએ છીએ કે, એ તાંતણો આપણને બંધાયેલા જ રાખી દે છે. ગમે તેટલા દૂર હોઈએ, એ પ્રેમતંતુ મજબૂત રીતે આપણને એકમેક સાથે બાંધેલા રાખે છે – લટકાવી દે છે! એ સંબંધ જમીન પરનો નહીં –સૂક્ષ્મ ભાવજગતનો,  નાજૂક, બારીક અને મજબૂત કરોળિયાના તાંતણે બંધાયા હોઈએ એવો સંબંધ હોય છે – એમાંથી છૂટી જ ન શકાય! ફરક એટલો જ કે, એ કરોળિયો કે કરોળિયણ આપણને ભક્ષ્ય નથી બનાવી દેતાં!

     ખેર .. અતુલ સાથેના એ પ્રેમ પ્રકરણની વાત બાજુએ મૂકી, અતુલનાં બાળકોની મૂળ વાત પર આવું.

    બે વરસ પહેલાંની અતુલ સાથેની એ મુલાકાત અંગે તો અહીં લખેલું જ હતું – આ રહ્યું.. (‘મિત્રો મળ્યા’ શ્રેણીની શરૂઆત એનાથી જ તો થયેલી ને?) એમાં જણાવ્યું છે તેમ, તેણે નિવૃત્ત જીવનમાં આદરેલી સેવા પ્રવૃત્તિના એક ભાગ રૂપે એને ઘણાં બાળકો મળ્યાં છે!

ખાસ જરૂરિયાતવાળાં બાળકો.

     આ વખતે ભારત જવાનો કાર્યક્રમ ઘડાવા લાગ્યો; ત્યારે અતુલ અને જ્યોતિકાબેન અમેરિકામાં હતાં.  ફોન પર ઘણી વાર વાત થયેલી. ત્યારે મેં એનાં આ બાળકોને મળવાની ઇચ્છા વ્યક્ત કરેલી. કાળબળે, આ વખતે એમને દેશમાં ન મળી શક્યો; પણ એનાં બાળકોને તો એ રવિવારી સવારે મળાયું – એ જ રવિવાર જ્યારે સાંજે સાહિત્ય રસિક મિત્રોની વલીદા અને જુ’ભાઈએ સભા યોજી હતી તે.

     બાળકો એમનાં વાલીઓ સાથે આવી ગયાં. ડો. ધીરેન ગંજવાળા, નિવૃત્તિબેન અને હીનાબેનની નિશ્રામાં એ મુલાકાત ચાલુ થઈ. આવા એક બાળક અંગેનો મારો અનુભવ અને એના અદ઼ભૂત અને ન માની શકાય એવા વિકાસની કથની મેં એ બાળકોને – ખાસ તો એમનાં અતિ ચિંતીત માવતરને કરી. એમનાં ચહેરા પર ફરી વળેલી નવી આશાનાં કિરણોથી મને એ સવાર સોનેરી બની ગયેલી લાગી.

કોઈ પણ ફોટા પર ક્લિક કરી એને મોટો જોઈ શકશો….

    પણ……. બાળકોને તો ખરી મજા આવી – ‘ઓરીગામી’ના એમને માટે ખાસ બનાવી લાવેલાં મોડલોથી. એક બે મોડલ એમની સામે બનાવીને બતાવ્યા પણ ખરા. બધાં મોડલો એ બાળકોને લૂંટાવી દીધાં.

લો.. એવાં મોડલોના ઢગલાબંધ સ્લાઈડ શો અહીં જોઈ લો…     

       ડો. ધીરેન ગંજવાળા, નિવૃત્તિબેન,  હીનાબેન અને બીજા મિત્રો અતુલભાઈની સાથે આ બાળકોને અવારનવાર મળે છે; અને એમનાં અને એમનાં વાલીઓનાં જીવનમાં આશાનાં કિરણો ચમકાવતાં રહે છે – એ જાણીને મને અત્યંત આનંદ થયો. આવું જ સેવાકાર્ય કરતા ભરતભાઈ પણ અતિથીવિશેષ તરીકે આવેલા, એમને પણ આ સંજોગે મળાયું.

       આપણે સૌ આવાં તમામ બાળકો માટે દુઆ, અને અતુલ અને એના સાથીઓના આ ઉમદા કાર્યમાં એમને ખૂબ ખૂબ સફળતા મળે એવી શુભેચ્છા પાઠવીએ.

13 responses to “એક સવાર અતુલનાં બાળકોની સાથે

 1. aataawaani જાન્યુઆરી 14, 2013 પર 9:34 એ એમ (am)

  બહુજ સરસ મેળાપની વાતો અને ફોટા જોયા તસ્માંસ્યી ઓરીગામી લોકોને બતાવતા હતા એ પણ જોઈ રામ

 2. pragnaju જાન્યુઆરી 14, 2013 પર 9:49 એ એમ (am)

  બહુજ સરસ
  તમામ બાળકો માટે દુઆ,
  અને અતુલ અને
  એના સાથીઓના આ ઉમદા કાર્યમાં એમને ખૂબ ખૂબ સફળતા મળે એવી શુભેચ્છા પાઠવીએ

 3. Vinod R. Patel જાન્યુઆરી 14, 2013 પર 12:07 પી એમ(pm)

  નિર્દોષ બાળકો એ હોય છે પ્રભુના પયગંબરો .એમની સાથેની આપની મુલાકાતની વાત ગમી ગઈ .

  શ્રી અતુલભાઈ જેવા નિસ્વાર્થ સેવકોને સલામ .

 4. dhavalrajgeera જાન્યુઆરી 14, 2013 પર 1:16 પી એમ(pm)

  Dear Bhai Suresh,

  “સરસ મેળાપની વાતો ! ”
  શ્રી અતુલભાઈ જેવા સેવકોને સલામ.

  Dhavalrajgeera
  http://www.bpaindia.org

 5. mdgandhi21 જાન્યુઆરી 14, 2013 પર 2:05 પી એમ(pm)

  very fine. શ્રી અતુલભાઈ જેવા નિસ્વાર્થ સેવકોને સલામ .

 6. પરાર્થે સમર્પણ જાન્યુઆરી 14, 2013 પર 8:02 પી એમ(pm)

  આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
  અતુલભાઈના ઉમદા સ્વભાવ અને કાર્ય શક્તિને સો સો સલામ
  પ્રભુને પણ પ્રિય એવા બાળકો સાથે આપે સુર સંગમ સાધ્યો.

 7. nilam doshi જાન્યુઆરી 14, 2013 પર 8:41 પી એમ(pm)

  vah… nice to know this.. salam Atulbhai ne.. will like to visit too…

 8. readsetu જાન્યુઆરી 15, 2013 પર 5:49 એ એમ (am)

  ketlu saras ne umada !! aa atulbhaine olakhu chhu… jagdish sathe kyak maleli chhu…
  lata

 9. Pingback: જિનિયસ કીડ્ઝ – સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Pingback: નયન વિણ દર્શન | સૂરસાધના

 11. Pingback: જિનિયસ કીડ્ઝ – સંસ્થા પરિચય | EVidyalay

 12. Pingback: ખાસ બાળકોના બેલી | EVidyalay

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: