આકાશને આંબવા મથતો પિરામિડ જોયો. ૨૦૧૨- નવેમ્બરની ૧૮મી તારીખે.
આશરે બે મહિના વીતી ગયા.
અને એક નવો પિરામિડ બનતો જોયો – આજની વહેલી સવારના સપનામાં….
——————————
પેલો પિરામિડ હતો – સામર્થ્યવાન ફેરોની મરણ પછીય ભોગ ભોગવવાની કામનાઓ, એષણાઓ, વ્યર્થ જિજીવિષાઓનું – સમથળ ધરતી પરથી આકાશને આંબવા મથતી ક્ષુલ્લક મહત્વાકાંક્ષાઓનું પ્રતિક. હજારો વર્ષોથી એના પાયામાં કણસતી માનવતાની વેદનાઓ અને યાતનાઓને નીચે ધરબાતી રાખી, ક્રૂર, ગગન ગૂંજતું પાશવી બળનું અટ્ટહાસ્ય.

- એની ટોચ ઉપર?
- ઘાસનું એક તણખલું પણ જીવી ન શકે – કદાચ બેક્ટેરિયા પણ નહીં. કેવળ મોતનાં ડાકલાં જ હજારો વર્ષોથી વાગ્યા કરે.
- એની અંદરની અંધારકોટડીમાં?
- કોરી નાંખે તેવી બાદશાહી એકલતા પર, સોનેરી સમૃદ્ધિથી લથબથ, અંધકારમાં ગુંગળાતા મમીના ચામાચિડીયા જેવા વિકૃત અંગો પર, બિહામણા મોતનું અટ્ટહાસ્ય.
એક અઠવાડિયા પછી જોયો – એકવીસમી સદીનો પિરામિડ, ‘બુર્જ ખલિફા’ – દુનિયાની સર્વોચ્ચ ઈમારત. કદાચ એની ટોચની મંજ઼િલ પર કોઈક આધુનિક ફેરો સમૃદ્ધિ અને તાકાતથી લથબથ અત્તરથી મઘમઘતા જેકુઝીમાં સ્વરૂપવાન લલનાઓ સાથે ઐયાશીમાં આળોટતો હશે; ૮૨૮ મીટરની ઊંચાઈએ, ૧૬૦ મજલા નીચે કણસતી માનવતા પર પાશવી અટ્ટ હાસ્ય કરતો.

પણ…
એ પણ નહીં રહે – પિરામિડમાં પોઢેલા એ ‘ખુફૂ’ ફેરોની કની.
બધી મૂશકદોડો – એવા પિરામીડના પાયાથી ટોચ સુધી પહોંચવાની લાલસાઓ. સતત તાણ; અને ઉપર પહોંચીને?
કોરી નાંખે તેવી એકલતા. સાત શું, સત્તર પેઢીય જેકુઝીમાં સ્નાન કરતી રહે એટલી સમ્પત્તિ હડપ કરતા રહેવાની, અનેક ‘બુર્જ ખલિફા’ઓ બનાવવાની, ન સંતોષાય એવી બળબળતી પ્યાસ.
અને નીચે?
સહરાઓનાં સેંકડો માઈલ ફેલાતાં રણોની વણઝાર. દોઝખ જેવાં દુઃખોમાં સબડતાં, કણસતાં માનવજીવનની વેદનાઓ, યાતનાઓ.
અને બીજી બાજુએ છે –
મોક્ષ પિપાસુ અંતરયાત્રીઓ
– આ બધી માયા અને જળોજથાથી
નિર્વાણ પામવાની લાલસાઓ !
———————
એમ ન બને કે એ પિરામીડો, એ ‘બુર્જ ખલિફા’ ઓના ફેરોની સમૃદ્ધિનો એક નાનકડો અંશ સહરાના દરિયાની નજીકના એક ખૂણે લીલી કુંજાર વાવવા વપરાય અને એ બુર્જની ટોચ પર પહોંચવા મથતા મૂષકો એના માળી બને? એમનો એક નાનો માળો એ લીલી કુંજારની વચ્ચે ચહચહતો કરે?

અસ્તિત્વ માટે એકમેકનાં ગળાં કાપતા સોમાલિયનો, પેલિસ્ટિનિયનો, બોસ્નિયનો, મહાનગરોમાં રૌરવ નર્કની યાતનાઓમાં ખદબદતી માનવ જીવાતો માટે નવી આશાનાં કિરણો જેવા લાખો, કરોડો માળાઓ .
અને લીલાં રણો વિસ્તરતાં રહે – લીલાં કુંજાર રણો – ઝાંઝવાં વિનાનાં રણો. સ્વીસ બેન્કોની અઢળક પણ શુષ્ક સમ્પત્તિની એક નાનકડી સિકરથી રોપાયેલી નાનકડી કૂંપળોનાં સતત વિસ્તરતાં જતાં લીલાં રણો?
પિરામીડો ભલે બનતા રહે; પણ આવાં લીલાં રણોને પોષતાં રહે તો?
પોતાનાં ક્ષુલ્લક જીવનો પછીના
સમૃદ્ધ જીવન માટેની
માલેતુજારોની વાંઝણી આકાંક્ષોમાં
એક નાનકડો વળાંક આવે તો?
બીજી બાજુએ …..મોક્ષ માટેના મુમુક્ષુઓ ચિત્તની વૃત્તિઓ પર નિગ્રહ લાવવાની વૃત્તિઓને એક નાનકડો વળાંક આપી ‘ ધ્યાનને પ્રવૃત્તિ બનાવવાને સ્થાને, જીવનની દરેક પ્રવૃત્તિને ધ્યાનમાં રૂપાંતરિત કરતા બને તો?
आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं
पूजा तॆ विषयॊपभॊग-रचना निद्रा समाधिस्थितिः ।
सञ्चारः पदयॊः प्रदक्षिणविधिः स्तॊत्राणि सर्वा गिरॊ
यद्यत्कर्म करॊमि तत्तदखिलं शम्भॊ तवाराधनम् ॥ 4 ॥
[ શિવ માનસપૂજા ]
Let us work as pray
for Work indeed is
body’s best prayer to The Divine.
-Mother
દરેક માનવજીવમાં આ ભાવ પ્રગટે તો? દરેક ‘મૂષક’ની સ્પર્ધાત્મક દોડ સહકારાત્મક દોડ બનવા માંડે તો?
નવા પિરામિડો
સપાટ પિરામિડો
સહરા, કલઘરી, થર પારકર, ઓસ્ટ્રેલિયન, એરિઝોના … માં
સતત વિસ્તરવા માંડેલાં લીલાં રણો.
માનવ ચેતનાની
એક નવી હરણફાળ.
Like this:
Like Loading...
Related
Pingback: ગોવર્ધન ઉંચકાયો? | હાસ્ય દરબાર
માલેતુજારોની વાંઝણી આકાંક્ષાઓમા વળાંક આવવાની શક્યતા તો નહીવત જ છે. આજે બધાની દોટજે તરફ છે ત્યાથી પાછા વળવાનુ મુશ્કેલજ નહી નામુમકીન છે. આપે આ લેખમા માનવજીવનની બધી અપેક્ષાઓને સરસ આકાર આપીને પ્રતિકાત્મક રીતે ઉલ્લેખ કર્યો છે.લીલા રણો, માનવ ચેતનાની એક નવી હરણફાળ્ની કલ્પનાજ કેવી ભવ્ય લાગે છે.
The Actual Pyramid seen in 2012…then the Pyramid of your Dream.
The historical actual Pyramid has its STORY….The one built it has its VIEW..those who toiled & suffered has a “different STORY”
In your DREAM one can have ALL types & UNIQUE Pyramids of your making…You can see as the SYMBOL of GOOD..you can have it as a SYMBOL of your PRIDE & EGO OR you can dedicate it as the KALA of the DIVINE..
DR. CHANDRVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Sureshbhai..Nice talking to you..Inviting ALL to Chandrapukar !
as the KALA of the DIVINE
———————
Surely not. It is 100% a man made thing- man mind made thing.
Yes looking at it may inspire different thoughts in our mind , depending on our mind set.
Read my reply . https://gadyasoor.wordpress.com/2013/01/29/green_desert/#comment-8169