સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સરસ સમાચાર

      જ્યારે મોટા ભાગના મિડિયા સનસનાટી ફેલાવી શકે તેવા અને મોટે ભાગે નકારાત્મક સમાચારો જ છાપી;  તગડો  આર્થિક નફો રળી લેવાની મૂષક દોડમાં ફસાયેલા છે; ત્યારે માત્ર હકારાત્મક અને પ્રેરણાદાયી સમાચારો જ છાપવાનો ધખારો દિલમાં રાખીને એક ગુજરાતી ભાયડાએ નવા વરસના પહેલા મહિનાથી એક અત્યંત સ્તુત્ય પગલું ભર્યું છે.

    ન્યુ યોર્કથી પ્રસિદ્ધ થતા ‘ ગુજરાત ટાઈમ્સ’માં  ‘સરસ સમાચાર’ના સરસ સમાચાર વાંચી મન મહોરી ઊઠ્યું.

Saras_Samachar_1

પહેલા અંકના,  મન મહોરી ઊઠે તેવા થોડાક  સમાચારોની  ઝલક ….

 • ચીનના બેઇજિંગ શહેરમાંઅકસ્માતમાં  બે હાથ ગુમાવ્યા બાદ પગથી સાઈકલ અને કોમ્પ્યુટર ચલાવવાનું શીખેલ એક યુવકની કથા
 • ટી.બી. જેવા રોગની સારવાર હવે ઝડપથી થઈ શકશે.
 • અમદાવાદના ૫૩ વર્ષીય વિકલાંગ જણ શ્રી. ભરતકુમાર ગોંડલિયા ૨૮ વર્ષથી રક્તદાન કરી રહ્યા છે.
 • પીવાનું શુદ્ધ પાણી મેળવવાનો અધિકાર લોકોને મળવાનો છે.

     આ લખનાર જણનું  ૧૯૭૫ની સાલથી  માદરે વતન રહ્યું  છે; તેવા ધર્મનગર, સાબરમતીના રહેવાસી શ્રી. સંજય દવેના આ પ્રશસ્ય પ્રયત્નને હજાર હજાર દુઆઓ.

Sanajay_dave_1

     અનિયમિત કાળે પ્રસિદ્ધ થનાર  તેમનું આ સામાયિક માતબર ફેલાવો ધરાવતા દૈનિકમાં પરિવર્તન પામે તેવી શુભ કામનાઓ  અને  પરમ તત્વને પ્રાર્થના …

——————

સાભાર – ગુજરાત ટાઈમ્સ,  ન્યુ યોર્ક 

Advertisements

14 responses to “સરસ સમાચાર

 1. Pingback: સરસ સમાચાર | હાસ્ય દરબાર

 2. નિરવ ની નજરે . . ! ફેબ્રુવારી 7, 2013 પર 11:31 પી એમ(pm)

  Hats Off . . .

  વીંટી પહેરવી જ હોય તો , પોઝીટી’વીંટી’નિ જ શું કામ ન પહેરવી 🙂

 3. jjkishor ફેબ્રુવારી 7, 2013 પર 11:53 પી એમ(pm)

  કૃષ્ણનું બધું જ મધુર હોઈ “અધરમ્ મધુરમ્…” ગવાયું; આપણે “સંજયમ્ સરસમ્ !” ગાઈશું ?!

  વેગુ પર લેવાના થયા છે આ સરસ સમાચાર. ધન્યવાદ અને આભાર.

 4. Vinod R. Patel ફેબ્રુવારી 8, 2013 પર 12:08 એ એમ (am)

  સંજયભાઈના આ અખબાર સરસ સમાચારનું પ્રાગટ્ય એ એક સરસ સમાચાર છે .

  એમને આ સુંદર કાર્ય માટે ધન્યવાદ અને શુભેચ્છાઓ .

 5. Sharad Shah ફેબ્રુવારી 8, 2013 પર 12:16 એ એમ (am)

  આપણું ચિત્ત આકર્ષિત ક્યાં થાય છે? આપણે એ ચકાસવું જોઈએ. પડોશીના ઘરમાં ઝગડો થયો તેના સમાચારમાં આપણો રસ છે કે પડોશી આનંદમાં હસી-ખુશી જીવે છે તેવા સમાચારમાં? પશાભાઈની છોડીનુ કોઈની જોડે લફરું ચાલે છે તેવા સમાચારમાં રસ છે કે પશાભાઈની છોડી ભણવામાં હોંશિયાર છે તેવા સમાચારમાં? માણસામાં બે જુથ વચ્ચે થયેલ મારામારીમાં ત્રણના મૃત્યુ અને આઠ ઘવાયા તેવા સમાચારમાં રસ છે કે માણસામાં બધી જ્ઞાતિઓ વાળા ભાઈચારાથી જીવે છે તેવા સમાચારમાં?
  આપણે આપણી જાતનુ અધ્યયન કરશું તો જણાશે કે આપણને ભાગ્યેજ સારા સમાચારોમાં રસ હોય છે. સારા સમાચારને સમાચાર ગણવા પણ મન તૈયાર થતું નથી. એટલી નેગેટિવીટી ભિતર ભરેલી હોય છે અને બહાર દેખાડો કરતા હોઈએ છીએ આપણે કેટલાં પોઝિટીવ, સેક્યુલર અને રેશનલ છીએ. પરંતુ અખબાર બીજું કશું નહીં પણ આપણું જ પ્રતિબીંબ પાડે છે અને મનુષ્યની હાલની છબી ચિતરે છે. કેટલાક જીવો ને ખબર જ નથી પડતી કે આ વિકૃત છબી એ આપણી જ છે. કેટલાક જીવો ને ખબર પડે છે પણ સ્વિકારવા તૈયાર નથી હોતા અને દુખી થાય છે અને ભાગ્યે જ કોઈ જીવ આ વિકૃત છબી જોઈ સ્વ-નિરીક્ષણ અને સ્વ-સુધારણા તરફ વળે છે.
  કહે છે અખબાર એ સમાજનો આઈનો છે. અને તે વાત સાચી છે.
  શ્રીમાન સંજયભાઈ દવેને આવા જોખમી સાહસ માટે અભિનંદન અને શુભેચ્છાઓ.

  • Dipak Dholakia ફેબ્રુવારી 8, 2013 પર 6:25 એ એમ (am)

   આપણું ચિત્ત ક્યાં આકર્ષિત થાય છે? સવાલ સાચો છે અને નેગેટિવિટી એટલી ભરી છે કે મારે ઘરે કાર હોય અને મારો પાડોશી મારા પછી કાર ખરીદે તો પણ મારા માટે એ ‘સરસ’ સમાચાર નથી. મને દુઃખ જ થશે!

 6. સુરેશ ફેબ્રુવારી 8, 2013 પર 7:48 એ એમ (am)

  An email message from my niece -Kaumudi Jani an AOL teacher-
  —————
  great!
  On the same principle the course Sri Sri Media Studies is based,to bring to light all those events which indeed matter,to spread rays of hope,to spread awareness in people etc

 7. chandravadan ફેબ્રુવારી 8, 2013 પર 9:19 એ એમ (am)

  Facts as the Newspaper read !
  Nice !
  Hope the trend continyes.
  Congrat to Sanjay Dave !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar !

 8. ગોદડિયો ચોરો… ફેબ્રુવારી 8, 2013 પર 3:40 પી એમ(pm)

  શ્રી સંજયભાઇને સુંદર અને સર્જ્નાત્મક કાર્ય માટૅ શુભ્ભેછા

 9. aataawaani ફેબ્રુવારી 8, 2013 પર 7:55 પી એમ(pm)

  સંજયભાઈ દવેને “સરસ સમાચાર ” આપવા માટે ભગીરથ પ્રયત્ન આદર્યો કહેવાય એમને એમના આ શુભ કાર્યમાં ખુબ સફળતા મળશે એમાં શંકા નથી . કેમકે તેમનો હેતુ શુભ છે .એમના સાહસને હું બિરદાવું છું .

 10. mdgandhi21 ફેબ્રુવારી 8, 2013 પર 8:13 પી એમ(pm)

  સંજયભાઈ દવેને આવા પોઝીટીવ “સરસ સમાચાર ” આપવા માટે ભગીરથ પ્રયત્ન આદર્યો કહેવાય એમને એમના આ શુભ કાર્યમાં ખુબ સફળતા મળશે એમાં શંકા નથી . કેમકે તેમનો હેતુ શુભ છે .એમના સાહસને હું બિરદાવું છું .

 11. nabhakashdeep ફેબ્રુવારી 8, 2013 પર 10:40 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ…આ લેખ વાંચી , સાચે જ પોઝીટીવ એનરજી વહેતી લાગી.

  ‘સરસ સમાચાર’.

  લાગ્યા સમાચાર છે સરસ.

  ‘સરસ’ ની વાત લાગી સરસ

  ભાઈ! જગની આજ છે તરસ

  રમેશ પટેલ(આકાશદીપ)

 12. dhavalrajgeera ફેબ્રુવારી 9, 2013 પર 10:14 પી એમ(pm)

  Thanks to LMCP, All unsung heroes , Ramanbhai B,. Patel of Cadila Now Zydus, Indravadan Modi, Dr.Bhanuben Trivedi and Our Dear Bupendrabhai V.Patel of Maharastra and Gujarat Drug Controllar for the great project !
  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

 13. readsetu ફેબ્રુવારી 11, 2013 પર 11:28 એ એમ (am)

  બહુ જ સરસ વાત છે .. એમને અભિનંદન

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: