સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

યોગ સાદડી – એક અવલોકન

      ‘અલાઉદ્દીન અને જાદુઈ દીવો’ની વાર્તામાં આવતી જાદુઈ સાદડીની આ વાત નથી!

       છેલ્લા બે વર્ષથી લગભગ(!) રોજ સવારે યોગાસન, પ્રાણાયમ, ૐ કાર , સુદર્શન ક્રિયા, અને છેલ્લે શબાસનમાં વિપશ્યના. આ ક્રમ ‘યોગા મૅટ ‘ પર કરવાનો સિલસિલો જારી છે. એ પતે પછી એ સાદડી વિંટાળી લેવાની અને દિવાલ સરસી ગોઠવી દેવાની.

આમ….

Yoga_mat_1

પણ ગઈકાલે એ આખીયે પ્રક્રિયા દરમિયાન, મારા માનીતા લેખક અને કદાચ હવે એકપક્ષીય  મિત્ર શ્રી. નસીર ઈસ્માઈલીના સૌથી શ્રેષ્ઠ સર્જન જેવી નવલકથા ‘ એક ટૂટેલો દિવસ’ નો નાયક નીલાંગ ત્રિવેદી મનમાં છવાયેલો જ રહ્યો.

અને એ બેધ્યાનપણાના કારણે એ સાદડી બરાબર વિંટાળાઈ નહીં.

આમ…..

Yoga_mat_2

વર્તમાનમાં ન જીવાયું !

——————

      આપણે ‘વર્તમાનમાં જીવવા’ નો અર્થ બરાબર સમજ્યા જ નથી. આભાર ‘ઓશો આશ્રમ’ વાળા બ્રહ્મ વેદાન્ત સ્વામીનો, અને એમના અનુયાયી કલ્યાણમિત્ર શરદ ભાઈનો કે, જીવન જીવવાની આ રીતનો સાચો અર્થ શીરાની જેમ ગળે ઊતારી દીધો!

     ભૂતકાળનાં કોઈ હાડપિંજરો સાથે વળગાડીને કે સાકાર ન થયેલા સ્વપ્નોના ભંગારને વાગોળ્યા વિના કે અવનવાં દીવાસ્વનોની માયાજાળમાં ઊંઘતા રહ્યા વિના…

     જે પણ કાંઈ કામ કરતાં હોઈએ – એ સાદડી  વિંટાળવા જેવું સાવ મામૂલી કામ હોય કે, કોઈ મહાન અને ગંભીર પ્રોજેક્ટના એક પગથીયા ઉપર કાર્યરત હોઈએ.

    સતત ….સતત ….સતત …. એક ધ્યાન .. એમાં જ. બીજે ક્યાંય નહીં.

સતત જાગૃતિ જ જાગૃતિ.

ધ્યાનને
પ્રવૃત્તિ બનાવવાની નથી.
જીવનની દરેક પ્રવૃત્તિને
ધ્યાનમય બનાવવાની છે.

 આ જ છે હવે ……

 ‘અલાઉદ્દીનનો જાદુઈ દીવો’ અને એ ‘જાદુઈ સાદડી’. 

4 responses to “યોગ સાદડી – એક અવલોકન

 1. La' Kant ફેબ્રુવારી 14, 2013 પર 10:13 એ એમ (am)

  sahee ” VIPASHYANA” SATAT KARI SHAKAAY TO Jarur fal aape jee…

 2. Vinod R. Patel ફેબ્રુવારી 14, 2013 પર 11:58 એ એમ (am)

  સુરેશભાઈ ,

  બહુ જ સમજવા જેવું અવલોકન ,

  મનની ચંચળતા ગજબની હોય છે .

  યોગ એ બીજું કઈ નહિ પણ બહાર રખડવા ચાહતા મનને સમજાવીને પાછું એની નિયત જડાઈ

  લઇ આવવાનો ઉદ્યમ . તમે સહેજ મનને પેલી નસીર સાહેબની નવલકથા બાજુ જવા દીધું કે

  તમારું ધ્યાન ભંગ રોજની જેમ નહી પણ સાદડીના બેડોળપણામાં પરિણમ્યું !

  અર્જુન અને મત્સ્યવેધ જેવી આ વાત .

 3. અક્ષયપાત્ર/Axaypatra ફેબ્રુવારી 14, 2013 પર 8:37 પી એમ(pm)

  બહુ ગમ્યુ. ધ્યાનમય નિષ્ક્રીયતામાંથી સાધુઓ જો ધ્યાનમય પ્રવૃતિ તરફ વળે તો દેશનો ઉદ્ધાર થઈ જાય અને દાન અને ભિક્ષા સુપાત્રે પહોંચે.

 4. nabhakashdeep ફેબ્રુવારી 15, 2013 પર 8:38 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ

  આપની આ અવલોકનની ક્રિયા , પ્રતિક્રમણ જેવી અને જીવનને સાચો અભિગમ દેતી છે.

  આ સર્વનો અનુભવ છે, શતાવધાની કેવી રીતે મનને કેળવતા હશે?

  ખૂબ જ સચોટ વાત પણ સહજતાથી સમજમાં લાવવાની આપની આ શૈલીને સલામ.

  રમેશ પટેલ(આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: