સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – નવી આવૃત્તિ

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

બે ચાર વર્ષ પહેલાં  નિવૃત્ત જીવનના નિચોડ જેવા વિચારો અને જીવન વિશેની એક સ્વાનુભવી સૂઝ ‘બની આઝાદ’ નામ હેઠળ  ‘અંતરની વાણી’ બ્લોગ પર એક લેખશ્રેણી રૂપે  પ્રસિદ્ધ કરી હતી. કાળક્રમે ‘ ગદ્યસૂર’ બ્લોગ શરૂ કર્યો, અને ‘અંતરની વાણી’ બંધ થઈ! પણ આ શ્રેણી અને ત્યાં પ્રસિદ્ધ કરેલ   સામગ્રી તેમાં સમાવી લીધી હતી.

     પણ .. તે બાદ છેલ્લા બે વર્ષમાં મળેલા નવા અનુભવોના સબબે આ શ્રેણીને ફરીથી પ્રકાશિત કરી;  નવી અનુભૂતિઓ અને પ્રાપ્ત થયેલા નવા સાધનો વિશે આ શ્રેણીને આગળ ધપાવવા મન થયું.

   આશા છે કે, આ નવું સંસ્કરણ વાચકોને જીવન શી રીતે જીવવું; એ કળા શી રીતે આત્મસાત્ કરવી – એ માટે ઉપયોગી નીવડશે. આ શ્રેણીને મળેલા પ્રતિભાવો યથાવત્ જાળવી શકાયા છે. કદાચ એ વિચારો પણ આ પ્રયત્નને બળ આપશે;  એવી અભ્યર્થના.

   આજથી શરૂ કરીને આંતરે દિવસે આ શ્રેણીના લેખો પુનઃ પ્રકાશિત થશે. આશરે દસેક ભાગમાં જીવન જીવવાની કળા માટેના આ જણના અનુભવ આધારિત  વિચારો પ્રગટ કરવા ઈરાદો છે. કોઈ સંદર્ભ વિના, માત્ર સ્વાનુભૂતિના આધારે લખાયેલ આ લેખોમાં વિચાર,  વિગત કે વિસ્તાર દોષ હોવાની પૂરી સંભાવના છે. વાચક આ ક્ષતિઓને દરગુજર કરે, એવી વિનંતી.

=======================

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.

– રજની ‘પાલનપુરી’

       મને બહુ જ ગમતો આ શેર છે. સમય આગળ આપણું કશું ચાલતું નથી

‘સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન.’

      …..આવા ઘણાં બધાં વિધાનોના મારાથી આપણને બંદીવાન બનાવી દેવામાં આવ્યા છે. આપણી ઊડવા માટેની પાંખો કાપી નાખવામાં આવી છે. પણ જો આપણે આપણા ખયાલ, આપણા પ્રતિભાવ, આપણું સંજોગો પ્રત્યેનું વલણ બદલી શકીએ, તો એક નવી આઝાદી આપણે પ્રાપ્ત કરવા સક્ષમ છીએ. માનવીનું મન અને વિચાર કરવાની શક્તિ – એ એને મળેલી સૌથી મોટી મૂડી છે. આવી આઝાદી જો મળે તો સમય આપણને આધીન થયો જ સમજો. જ્યારે ‘અંતરની વાણી’ આપણે સાંભળવા લાગીએ છીએ; ત્યારે આ નવી આઝાદી આપણને હાથવગી થઇ શકે છે.

      પણ આ લખવામાં જેટલું સરળ છે તેટલું આચરણમાં મુકવું સરળ નથી –  તે આપણી સૌથી મોટી મનોવેદના છે. જે આવું કરી શક્યા છે; તેમના અનુયાયીઓએ આ કામ સરળ કરી આપવા એટલા બધા રસ્તા બનાવી આપ્યા છે કે,  કયો રસ્તો લેવો તેની બીજી શિરોવેદનામાં આપણે પાછા ફસાઇએ છીએ.

        અને એ રસ્તાઓના મતમતાંતર, ઝગડા અને લોહિયાળ યુધ્ધો, નવા બંધનો, નવી વ્યથાઓ અને નવી કેદો….

      અહીં આપણો પ્રયત્ન એ અંતરની વાણીને ઉજાગર કરવાનો છે. આ કામ આપણે જાતે જ કરવાનું છે. કોઇ તેમાં મદદ ન કરી શકે. આપણે જ પહેલું કદમ ઊઠાવવાનું છે અને સતત એ દીશામાં ચાલતા રહેવાનું છે.

 આઝાદ બની ઊડવું હોય તો પાંખો તો ફફડાવવી જ પડે ને ?!

        આપણે એમ માનવા લાગીએ કે ‘આઝાદ બનીએ એટલે આપણે બહુ સુખી થઇ જઇએ કે, આપણા બધા સાથે સંબંધો સુધરી જાય. આપણી ભૌતિક સમૃદ્ધિ વધવા માંડે.’  આમ થાય કે ન પણ થાય. આમ થાય તો તે એક આડપેદાશ જ થઇ ગણાય.  અત્યારે તો સુખ અને દુખ બન્ને આપણને બંધનકર્તા  છે. મુખ્ય વાત તો એ છે કે, પછી આપણે સુખ અને દુખ બન્નેના બંધનોથી પર થઇ શકીએ. નિર્બદ્ધ રીતે ઊડવાની મજા; બાળકની જેમ સદા રમતા રહેવાની મજા. હાર – જીત ; પ્રાપ્તિ- વિયોગ એ બધાથી પર રહી, હસતા રહેવાની મજા. બસ આનંદ જ આનંદ – નિર્ભેળ, શુદ્ધ આનંદ.

     અભિગમ બદલાય એટલે બધું હતું તેમનું તેમ રહેવા છતાં, બધું જૂદી જ રીતે દેખાવા લાગે.  જ્યારે આમ થાય ત્યારે વસ્તુઓનાં અને ઘટનાઓનાં બીજાં અનેક પાસાં પણ આપણને દેખાવા લાગે;  નવા વિકલ્પો જડવા લાગે. પ્રતિક્રિયા ન કરીએ એટલે, નવી ક્રિયાઓ સુઝે; નવી શક્તિઓ પ્રગટે,  નવા  રસ્તા દેખાવા માંડે –  સમય આપણને આડખીલીરુપ નહીં , પણ સહાયક લાગવા માંડે.

સમયના આધીન આપણે નહીં,
સમય આપણને આધીન થઇ જાય.

—————————-

ભાગ -૨ …. બે દિવસ પછી.

28 responses to “બની આઝાદ – નવી આવૃત્તિ

 1. rajeshwari ઓક્ટોબર 26, 2006 પર 4:24 પી એમ(pm)

  બહુ જ સરસ વાત લખી છે……..પણ જો આપણે આપણા ખયાલ, આપણા પ્રતિભાવ, આપણું સંજોગો પ્રત્યેનું વલણ બદલી શકીએ તો એક નવી આઝાદી આપણે પ્રાપ્ત કરવા સક્ષમ છીએ. માનવીનું મન અને વિચાર કરવાની શક્તિ એ એને મળેલી સૌથી મોટી મૂડી છે.

 2. wafa સપ્ટેમ્બર 25, 2007 પર 11:12 પી એમ(pm)

  – “તઝમીન’
  કદીકો’ ચાલ બદલે છે ,કદી તો તાલ બદલે છે. ગુજારો જિંદગીનો થાય માટે હાલ બદલેછે.
  જમાનાને ગળે બંધાયલી કોઇ કાલ બદલેછે

  બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
  સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
  ‘વફા’

 3. nilam doshi ઓગસ્ટ 8, 2008 પર 9:27 એ એમ (am)

  true…dada, carry on..
  u can put mine too.no problem.

 4. Chirag Patel ઓગસ્ટ 8, 2008 પર 9:28 એ એમ (am)

  દાદા, સરસ વાત લખી. નામ-રુપ કે સ્થળ-કાળથી આઝાદ થઈએ એ જ મુક્તી. વીપશ્યના કદાચ એ જ શીખવે છે?

 5. nrmunshi ઓગસ્ટ 8, 2008 પર 10:46 એ એમ (am)

  read ur thought. world is how u look it.if u change ur perception world is different. world is consisting of good and bad thinga. do not waste limited time of life looking at bad.

 6. સુનીલ શાહ ઓગસ્ટ 8, 2008 પર 11:29 એ એમ (am)

  વાહ..! સરસ ચીંતન. તમારા ભાથામાંથી અવનવા, મઝાના, એકએકથી ચડીયાતા તીર નીકળી રહ્યા છે..!

 7. pragnaju ઓગસ્ટ 8, 2008 પર 2:30 પી એમ(pm)

  “અભીગમ બદલાય એટલે બધું હતું તેમનું તેમ રહેવા છતાં, બધું જુદી જ રીતે દેખાવા લાગે. ”
  સંતોની અનુભવવાણીંમાં આ વાત વારંવાર મૂકી છે જ.
  ચિંતકો-વિચારકો પણ આ સત્યનો અણસાર થયો છે
  સામાન્યજનને પણ શ્રધ્ધા છે કે -દ્રુષ્ટિ તેવી સૃષ્ટિ
  ધૈવત લખે છે
  દ્રુષ્ટિ થકી જોવાય સ્થિર
  અને જોવાય ચંચળ
  મળે જોવા નજદીક ને અંતર
  બાહર અને ભીતર…

 8. chetu ઓગસ્ટ 8, 2008 પર 2:34 પી એમ(pm)

  અભીગમ બદલાય એટલે બધું હતું તેમનું તેમ રહેવા છતાં, બધું જુદી જ રીતે દેખાવા લાગે.

  સાવ સાચી વાત …! .. દાદા.. આપની વાતો જ એટ્લી પ્રેરણાદાયક હોય છે …આવી જ રીતે આપના વિચારો થી અમને પ્રેરણા મલતી રહે એવી આશા…!

 9. chandra. ઓગસ્ટ 9, 2008 પર 12:22 પી એમ(pm)

  bahuj saras waat lakhi chhe,
  arth samjwa jevo chhe.

  Chandra

 10. ગાંડાભાઈ વલ્લભ ઓગસ્ટ 9, 2008 પર 4:52 પી એમ(pm)

  “આવા ઘણાં બધાં વીધાનોના મારાથી આપણને બંદીવાન બનાવી દેવામાં આવ્યા છે. આપણી ઉડવા માટેની પાંખો કાપી નાખવામાં આવી છે.”
  સમાજને ટકાવવા માટે એની જરુર છે, કેમ કે વ્યક્તી એક વાર આઝાદ થઈ જાય પછી એને સમાજનાં બંધનો બાંધી ન શકે અને તો સમાજ ભયમાં મુકાય.

  “પ્રતીક્રીયા ન કરો એટલે, નવી ક્રીયાઓ સુઝે – નવી શક્તીઓ પ્રગટે – નવા રસ્તા દેખાવા માંડે.”
  કોઈએ આપણને ગાળ આપી હોય તો આપણી સામાન્ય પ્રતીક્રીયા છે આપણામાં ક્રોધ પેદા થવાની. પણ જો પ્રતીક્રીયા ન કરવામાં આવે પણ એનો પ્રતીભાવ (Not reaction but response) આપવામાં આવે તો પરીસ્થીતી સાવ ભીન્ન હશે, કેમ કે પ્રતીભાવ શું હશે તે કહી ન શકાય. તે સંજોગો પર આધાર રાખશે.

  વળી સમય એટલે શું? કદાચ મુળભુત પ્રશ્ન તો આ છે. મને લાગે છે કે આઝાદ થવા માટે એની યોગ્ય સમજ ખાસ જરુરી છે.

 11. HANIF ઓગસ્ટ 11, 2008 પર 4:01 એ એમ (am)

  આપની વાતો જ એટ્લી પ્રેરણાદાયક હોય છે …આવી જ રીતે આપના વિચારો થી અમને પ્રેરણા મલતી રહે એવી આશા…!

 12. Pradeep H. Desai ઓગસ્ટ 11, 2008 પર 6:38 એ એમ (am)

  Everybody is born to be free but parents, society, so called regious leadrers do not all them to be free for their advantage. Always listen to your consicence and follow. This is my own experience. There is no need to have fear of others.

 13. NARENDRA JAGTAP નવેમ્બર 14, 2009 પર 12:33 પી એમ(pm)

  સમયને સહાયક બનાવવા માટે નવી શક્તીઓ તો પેદા કરવી જ રહી ..આપને વાંચતા રહીએ અમે નાના બાળ તો પણ અમારા માટે પ્રેરણાદાયી છે..આપના અમારા માટે ના સુચનો અને ટીકા પણ અમારા માટે શક્તિસ્ત્રોત છે..નમસ્કાર…

 14. atuljaniagantuk ડિસેમ્બર 5, 2009 પર 12:32 પી એમ(pm)

  આઝાદ બની ઊડવું હોય તો પાંખો તો ફફડાવવી જ પડે ને ?

  બહુ સાચી વાત કહી.

 15. Ullas Oza ડિસેમ્બર 6, 2009 પર 2:44 એ એમ (am)

  ઍક્દમ સાચી વાત કરી – પાંખો ફફડાવ્યા સિવાય ઉડી શકાતુ નથી. મહેનત કરો તો ફળ મળવાની શક્યતા ખરી.
  પ્રારબ્ધ અને પુરુષાર્થનો ઍક દાખલો :
  ૧. બાઇકમા પેટ્રોલ નથી તો ગમે તેટલી કીક મારો તો પણ બાઇક ચાલશે નહી. આ પ્રારબ્ધ.
  ૨. બાઇકમા પેટ્રોલ ફુલ છે પણ કીક ના મારો તો ચાલવાની નથી. આ બતાવે છે કે પ્રારબ્ધ પણ પુરુષાર્થ વગર સાથ આપતુ નથી.
  બીજી વાત અભિગમની. જીવનમા Positve Attitude રાખીશુ તો જરૂર પ્રગતી કરી શકીશુ. ગીતામા પણ કહ્યુ છે “જે થાય છે તે સારા માટે થાય છે”. આપણે કર્મ કરતા જવાનુ.

 16. Darshan Marjadi મે 31, 2011 પર 1:29 એ એમ (am)

  Nice…Bani Azad truely wonderful

 17. dhirajlalvaidya જુલાઇ 17, 2012 પર 4:09 એ એમ (am)

  આપનો લેખ ગમ્યો, ખૂબ ગમ્યો. માણસે સમયને નાથવા માટે સમાજ કે અડચણોથી ડર્યા વગર નવું દ્રષ્ટિબિંદુ અપનાવીને અથાક પુરૂષાર્થથી મચી પડવું જોઇએ. તો પ્રારંભે કષ્ટમય અંતમા સુખમય સાબિત થશે અને પરિણામે સમયને નાથીને તમે વિજય વરમાળા કોટે પહેરી શકશો.અંતમા એક રચના……….”મક્કમ મને પુરૂષાર્થ મારો એવો તો જબરો રહ્યો,… ………………………………………………. વળવાનું હું ભૂલ્યો, તો ખુદ રસ્તો જ વળી ગયો.

 18. aataawaani ફેબ્રુવારી 17, 2013 પર 10:23 એ એમ (am)

  મને આ વાત ગમી તમે નવો ભાગ ચાલુ કર્યો એ .મને જીવન જીવવામાં આનંદ આવશે .ઘણું શીખવા મળશે

 19. kanakraval ફેબ્રુવારી 17, 2013 પર 12:36 પી એમ(pm)

  કોમેંન્ટ્સ્માં લખવા પ્રયત્ન કર્યો પણ પાસ્વર્ડના ગોટાળાથી કંટાળી ગયો.

  તમારો પ્રયોગ આદરણીણય અને આવકાર્ય છે.

  તમારા વાચકોએ તે વધાવી લીધો છે તેજ તમને પ્રોત્સાહન આપશે.

  આપણે નાનપણથી બહારના વિચારો અને આપની ટેવોની જાળામાં ફસાઈ ગયા હોઈએ છીએ. તેમાંથી ખત્તા ખાતા કાંઈક નીકળીયે છીયે તેનુ તમે સારો ઉદાહરણ

  આપ્યું છે. આ સફરમાં અનુભવી મિત્રો,ગુરુજનો,શીક્ષકો મળેતો

  મોમેંટમ વધે. તે તો તમારો સ્વનુભવ છે.

  “લગે રહો મુન્નાભાઈ” ઈતિ

  -કનક્ભાઈ

    Visit  my father Kalaguru Ravishankar Raval’s  web site:  http://ravishankarmraval.org/                   

                           

  >________________________________ > From: “”ગદ્યસુર”” >To: kanakr@yahoo.com >Sent: Sunday, February 17, 2013 5:03 AM >Subject: [New post] બની આઝાદ – નવી આવૃત્તિ …..ભાગ – ૧ > > > WordPress.com >સુરેશ posted: ”      બે ચાર વર્ષ પહેલાં  નિવૃત્ત જીવનના નિચોડ જેવા વિચારો અને જીવન વિશેની એક સ્વાનુભવી સૂઝ ‘બની આઝાદ’ નામ હેઠળ  ‘અંતરની વાણી’ બ્લોગ પર પ્રસિદ્ધ કરી હતી. કાળક્રમે ‘ ગદ્યસૂર’ બ્લોગ શરૂ કર્યો, અને ‘અંતરની વાણી’ બંધ થઈ! પણ આ શ્રેણી અને ત્યાં પ્રસિદ્ધ કરેલ   ” >

 20. Vipul Desai ફેબ્રુવારી 18, 2013 પર 7:30 પી એમ(pm)

  મુ.જાનીસાહેબ, હું ઘણા વખતથી વિચાર કરતો હતો કે તમે આટલા સુંદર બ્લોગ પર કેમ ધ્યાન ઓછું કરી નાખ્યું? હું આશા રાખું કે આ બ્લોગમાં તમે નિયમિત પીરસતા રહેશો.

 21. mdgandhi21 ફેબ્રુવારી 20, 2013 પર 1:17 એ એમ (am)

  આપનો લેખ ગમ્યો, ખૂબ ગમ્યો.

 22. rajiv jani (@rajiv_jani) ફેબ્રુવારી 20, 2013 પર 6:55 પી એમ(pm)

  Awesome! One of my favourite authors Dr Wayne Dyer said, “When you change the way you look at things, things you look at change”!
  Rajiv Jani

 23. Vinod R. Patel ફેબ્રુવારી 21, 2013 પર 9:13 પી એમ(pm)

  સમય સમયે વાંચન ,વિચાર અને અનુભવથી આપણી માન્યતાઓમાં ફેર પડતો હોય છે .

  નવા સ્વરૂપે લખાયેલા તમારા લેખો જીવન જીવવાની કળા શીખવા માટે ખુબ ઉપયોગી

  અને પ્રેરક બનશે એવું મારું માનવું છે .

 24. ગોદડિયો ચોરો… ફેબ્રુવારી 28, 2013 પર 3:23 પી એમ(pm)

  આ ઘેઘુર વડલાની છાંયમા બેસી ” બની આઝાદ”ની રુપરેખા અને

  જીવન જીવવાની કળાનાં દર્શન થશે.

  ” છો આપ ઘેઘુર વડ્લા સમાન ને લેખોમા જીવન જ્ઞાન લાધે છે”

 25. Pingback: બની આઝાદ – અભ્યાસ પર્વ | ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: