સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મૂંગા મોંએ ક્રાંતિ આણનારની એક દાસ્તાન- પ્રકાશ બિયાની

સાભાર – શ્રી. શરદ શાહ 

mahammad_haryana

       35 વર્ષની શાનદાર કરિયરને પોતાના મનથી લાત મારીને એક સિનિયર ર્કોપોરેટ એક્ઝિક્યુટિવ લંડનથી વતન હરિયાણાના એક ગામમાં પાછા ફર્યા. પોતાનાં શિક્ષણ, અનુભવ અને સંપર્કને આધારે ફક્ત ચાર વર્ષમાં તેમણે પોતાની માતૃભૂમિના ગરીબ અને અભણ લોકોનું જીવનધોરણ સુધાર્યું. તેમના માટે ચોક્કસપણે એવું કહી શકાય કે આ વતનપ્રેમી ભારતીયે આખી દુનિયા જોઈ, પણ પોતાના દેશની માટીને ભૂલ્યા નહીં. આ વ્યક્તિ એટલે યુનિલીવરના ભૂતપૂર્વ ઇનોવેટિવ પ્રોસેસ ડેવલપમેન્ટ ગ્લોબલ લીડર મહેમૂદ ખાન. તેઓ કહે છે, ‘આત્મા, કર્મ અને ધર્મ પર આધારિત આપણા દેશની વૈદિક સંસ્કૃતિમાંથી હું એવું શીખ્યો છું કે જે બીજાનું ભલું કરે છે તેઓ તન,મન અને ધનથી સુખી થાય છે.’

      હરિયાણાના મુસ્લિમ બહુમતી ધરાવતા મેવાત જિલ્લાના નાંગલા ગામના એક ખેડૂત પરિવારમાં મહેમૂદ ખાનનો જન્મ થયો. ગુડગાંવથી નજીક હોવા છતાં ૨૦૦૩ની સાલ સુધી દેશના સૌથી ગરીબ જિલ્લાઓમાં મેવાતનો સમાવેશ થતો હતો. આ જિલ્લાના ૬૭ ટકા લોકો અભણ અને ૪૦ ટકા યુવાનો બેકાર હતા. સરકારી શાળામાં ટોઇલેટની સુવિધા નહોતી. આ કારણસર ૭૦ ટકા છોકરીઓ પાંચમું ધોરણ ભણ્યા પછી અભ્યાસ અધૂરો મૂકી દેતી હતી. ગામડાઓમાં મહિ‌લા તબીબ ન હોવાને કારણે ૮૦ ટકા મહિ‌લાઓ અસ્વસ્થ રહેતી હતી.

        જોકે મહેમૂદ ખાન ઘણા નસીબદાર છે. તેઓ આવા પછાત ગામમાં જન્મ્યા તેમ છતાં તેમણે સારું શિક્ષણ મેળવ્યું. હિ‌સારની કૃષિ વિશ્વ વિદ્યાલયમાંથી મહેમૂદ ખાને સ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ અમદાવાદની આઇઆઇએમમાંથી એમબીએની ડિગ્રી મેળવી. ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ યુનિલીવરમાં જોડાયા. ૩પ વર્ષની નોકરી દરમિયાન તેઓ દુનિયાના ૭૦ દેશમાં હર્યાફર્યા અને રહ્યા. કમ્બોડિયા, મોંગોલિયા, વિયેટનામ અને લાઓસ જેવા દેશમાં તેમણે લિપ્ટન ટી અને લક્સ જેવી યુનિલીવરની પ્રોડક્ટ્સ પહોંચાડી. ગુડગાંવ ઉપરાંત લંડન અને મોંગોલિયાના પાટનગર ઉલાન બટોરમાં મકાન બનાવ્યાં. મહેમૂદ ખાનની પત્ની સનોબરે ઉલાન બટોરમાં ભારતીય રેન્જ શરૂ કરી. તેમણે પોતાના પુત્ર સાહિ‌લ અને પુત્રી સફીનાને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. દીકરો સાહિ‌લ હાલમાં લંડનમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે અને સફીના વકીલાત કરે છે.

        વતન પાછા ફરીને મહેમૂદ ખાને હરિયાણાના બેરિયા બાસ, નવી નાંગલા અને મંડીખેડા નામનાં ગામડાઓમાં આવેલી પોતાના વડવાઓની જમીન ઉપર માતાપિતાના નામનું ટ્રસ્ટ શરૂ કર્યું. રસૂલી કંવર ખાન ટ્રસ્ટ (આરકેકેટી) એ છેલ્લાં પાંચ વર્ષમાં મેવાત જિલ્લાના ગામડાઓમાં મિલ્ક કલેક્શન બૂથ સેન્ટર, હાઈ ટેક ડેરી, કમ્પ્યુટર અને સીવણકામની તાલીમ આપતાં કેન્દ્ર ઉપરાંત કોમન ફેસિલિટેશન સેન્ટર, એપરલ અને સેનેટરી નેપ્કિન મેન્યુફેક્ચરિંગ યુનિટ અને ર્હોટિ‌ક્લ્ચર ફાર્મની શરૂઆત કરી. આ સાથે તેમણે ગ્રામજનોનું જીવનધોરણ બદલી નાખ્યું છે.

     એક ઇન્ટરવ્યૂમાં મહેમૂદ ખાન કહે છે, ‘ભારતના માલધારીઓને પોતાના દૂધ ઉત્પાદનોનું વાજબી વળતર મળતું નથી. વચેટિયાઓ પશુપાલકોને લોન આપીને તેમને જ દૂધ પૂરું પાડવા માટે મજબૂર કરે છે. તેઓ આ દૂધને સાવ પાણીના ભાવે ખરીદે છે. રસૂલી કંવર ખાન ટ્રસ્ટે આ સમસ્યાનો ઉકેલ શોધ્યો. આરકેકેટીએ ગામડાઓમાં મિલ્ક કલેક્શન બૂથ ખોલ્યાં. તદુપરાંત હાંસીની ગૌશાળામાંથી સારી પ્રજાતિનાં દૂધાળું પશુઓ માલધારીઓને અપાવ્યાં. મેવાતમાં એક હાઈ ટેક ડેરી સ્થાપી. આ ટ્રસ્ટે પશુપાલકોને બાયોગેસ અને બર્મી કમ્પોસ્ટ બનાવવા માટે પ્રેરણા પૂરી પાડી. આને લીધે માલધારીઓ અને ખેડૂતોની આવક વધી.’ મહેમૂદ ખાને પોતાની વારસાગત જમીન ઉપર એક ર્હોટિ‌ક્લ્ચર ડેમોન્સ્ટ્રેશન ફાર્મ અને હાઈ ટેક ડેરી સ્થાપી છે. તેનો હેતુ ખેડૂત પરંપરાગત ખેતી કરવાને બદલે ર્હોટિ‌કલ્ચર અપનાવે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન કરે છે.

      યુનિલીવરમાં ઇન્ડોનેશિયા ખાતે જ્યારે મહેમૂદ ખાનનું પોસ્ટિંગ થયું ત્યારે તેમણે એક અભ્યાસ પરથી જાણ્યું કે એક વ્યક્તિને જ્યારે રોજગારી મળે છે ત્યારે અન્ય ૬૦ લોકોને તેનો લાભ મળે છે. આ અભ્યાસના તારણ પરથી તેમને પ્રેરણા મળી અને તેમણે પોતાના જિલ્લામાં જોબ ક્રિયેશન માટે એક કોમન ફેસિલિટેશન સેન્ટર સ્થાપ્યું છે. જે અંતર્ગતએક કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર અને સીવણકામ તાલીમ કેન્દ્ર શરૂ કરાયું છે. તાલીમ પામેલાં યુવાનો અને મહિ‌લાઓને પગભર કર્યાં છે અને નોકરી પણ અપાવી છે.

      જરૂર પૂરતું અંગ્રેજી શીખવવા માટે અને કમ્પ્યુટર ટ્રેનિંગ માટે મહેમૂદ ખાને જેનપેક્ટના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ એન. વી. ટાઇગર ત્યાગરાજન પાસેથી યુઝ્ડ કમ્પ્યુટર્સ માગ્યાં. આ કમ્પ્યુટર્સથી તાલીમ પામેલા યુવાનો હાલમાં એવિવા, મેક્સ લાઈફ ન્યૂ ર્યોક અને આઇસીઆઇસીઆઇમાં નોકરી કરે છે. રસૂલી કંવર ખાન ટ્રસ્ટે એજ્યુકેશન સોલ્યુશન્સ પ્રોવાઈડર ‘એજ્યુકેપ’ થકી સ્માર્ટ ક્લાસીસ શરૂ કર્યા. અહીં ગામડાઓનાં બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે. મેવાત જિલ્લામાં સાક્ષરતાનો દર ૯પ ટકા થઈ ગયો છે.

      મહેમૂદ ખાન કહે છે, ‘ મહિ‌લાઓ સામાજિક ક્રાંતિની પ્રણેતા બની શકે છે, પણ તેમને શિક્ષિત કરવાની અને પગભર બનાવવાની જરૂર છે.’ આની પહેલ આરકેકેટીએ ‘અમૃત’થી કરી છે. ‘અમૃત’ એક એપરલ મેન્યુફેક્ચરિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિ‌ટયૂટ છે. તે મહિ‌લાઓને સીવણકામની તાલીમ આપે છે, સાથોસાથ વ્યાવસાયિક ધોરણે વસ્ત્રો બનાવડાવે છે. આ મહિ‌લાઓ હાલમાં સેનેટરી નેપ્કિન પણ બનાવે છે. બિગ બઝારમાં આ વેચાય એના માટે મહેમૂદ ખાને બિગ બઝારના માલિક કિશોર બિયાણીને તૈયાર કર્યા છે.

પરંતુ આપણી પાસે આવા કેટલા મહેમૂદ ખાન છે?’

(લેખક ર્કોપોરેટ ઇતિહાસકાર છે)

એક બીજા યાદગાર મહમ્મદ આ રહ્યા….

5 responses to “મૂંગા મોંએ ક્રાંતિ આણનારની એક દાસ્તાન- પ્રકાશ બિયાની

 1. Vinod R. Patel ફેબ્રુવારી 20, 2013 પર 12:54 પી એમ(pm)

  આપણા દેશને આવા વતન પરસ્ત માણસોની બહુ જ જરૂર છે .ભારતનું બુદ્ધિ ધન વિદેશમાં સ્વ લાભાર્થે
  ચાલ્યું ગયું છે એમાંથી આવા પ્રકાશ બિયાની જેવી વતનની ચિંતા કરતી વ્યક્તિઓ પાછી આવીને એમના
  જેવું કાર્ય ઉપાડી લે તો દેશને ફાયદો થાય .

  પ્રકાશ બિયાનીની વતન માટેની ત્યાગ ભાવનાને સલામ . ખુબ જ પ્રેરક લેખ માટે શ્રી શરદભાઈ
  અને શ્રી સુરેશભાઈને અભિનંદન .

 2. Anila Patel ફેબ્રુવારી 20, 2013 પર 1:13 પી એમ(pm)

  મહેમૂદખાનની મહેનતને ધન્યવાદ.

 3. aataawaani ફેબ્રુવારી 20, 2013 પર 11:06 પી એમ(pm)

  વતન પ્રેમી મહમુદ ખાન તુને ધન્ય છે .

 4. Dipak Dholakia ફેબ્રુવારી 21, 2013 પર 12:48 એ એમ (am)

  ખરેખર આવા લોકો પોતાના અને પોતાની આસપાસના લોકોના જીવનને સાર્થક બનાવે છે. આભાર.

 5. rajendrasavant ફેબ્રુવારી 24, 2013 પર 4:38 એ એમ (am)

  મહેમુદ ખાન માનવતાની ખાણ છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: