સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – માનવ વૃત્તિઓ ( સ્વપ્નો અને ઝબકાર)

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

સ્વપ્નો

     અધુરપ સ્વપ્નોને જન્મ આપે છે.જાગતાં સ્વપ્ન સેવવાની માણસની વૃત્તિ વિચારોના પરિબળોથી અલગ હોય છે.જેને સ્વપ્ન નથી તે માણસ નથી; એમ પણ આપણે કહી શકીએ. સ્વપ્નો વિચારના આધારમાંથી પણ સર્જાય કે તેનાથી સાવ જુદી રીતે કે    દીશામાં પણ.રસ્તે રઝળતો માણસ મહેલમાં રહેવાનું સ્વપ્ન જોતો હોય છે.મહેલમાં રહેતો માણસ ચક્રવર્તિ સમ્રાટ થવાનું સ્વપ્ન જુએ છે.એક સાધક ધ્યાનમાં એકાગ્રતા આવે ત્યાર બાદ પરમ તત્વની અનુભૂતિનાં સ્વપ્ન જોતો હોય છે.આ વિચારશક્તિની એષણાઓ, મહત્વાકાંક્ષાઓ કે અભિપ્સાઓની વાત તો છે જ; પણ એનાથી આગળના પ્રદેશોની શક્યતાઓ પણ એમાં ધરબાયેલી પડેલી છે.

      કશુંક અણદીઠ, નહીં વિચારેલું પામવાની; નહીં અનુભવેલું અનુભવવાની; પ્રાપ્ત ન થઈ હોય તેવી સ્થિતી પામવાની ઝંખના – એવું બધું હોય છે.ઘણાં સ્વપ્નોને કોઈ પણ આધાર જ નથી હોતો.કોઈ અજાણી ભોમકાની જાણે કે એ ચીજ હોય છે.જે નથી દેખાતું કે અનુભવાતું તેવી કોઈક અજાણી ચીજની કે ઘટનાની તેમાં ઝાંખી થતી હોય છે.

     એક વિજ્ઞાનીને કુદરતનું કોક રહસ્ય ઉકેલવાની ઝંખના કે એક યોગીને અંતરના ઊંડાણમાં ચેતના અને સમાધિનું કોઈક નવું જ સ્તર અનુભવવાની અભિપ્સા – એ આવા સ્વપ્નના પ્રતાપે હોય છે – ‘જોનાથન લિવિન્ગ્સ્ટન સીગલ’ની વધારે ઊંચે અને ઝડપથી ઊડવાની વૃત્તિ.

ઝબકાર

        વિચારો થાકી ગયા હોય; ભયંકર અધુરપ ચિત્તને ઘેરી વળી હોય; બધાં ઐહિક સપનાં ચકનાચૂર બની ગયાં હોય; અથવા એનો મોહ અવસાન પામ્યો હોય; ત્યાં કોઈક ક્ષણે, કોઈક ગેબી ખૂણેથી, કોઈક અસીમ બળની કૃપાના પરિપાકરૂપે, એકાએક નવો દરવાજો ખુલી ગયો હોય તેવી – માણસને અનુભૂતિ થાય છે. આને મેં ‘ઝબકાર’ એવું નામ આપ્યું છે.મોહનદાસ ગાંધી આફ્રીકામાં ટ્રેનમાંથી ફેંકાઈ ગયા અને તેમનામાં આવેલી જાગૃતિએ તેમને બેરિસ્ટરમાંથી ‘બાપુ’, મોહનમાંથી મહાત્મા બનાવી દીધા.આ એક સ્પાર્ક કે ચિનગારી જેવી ઘટના હોય છે.તે અચાનક, કોઈ પણ અણસાર વિના ઘટી જતી હોય છે.તે ગાંધી જેવા મહાન પુરૂષના જીવનમાં પણ બની શકે છે; અને રસ્તે ચાલતા અદનામાં અદના માણસના જીવનમાં પણ બની શકે છે. આવી જાગૃતિ કોઈ વિચારમાંથી આકાર લેતી નથી.તે કોઈ અધુરપ કે સ્વપ્નના આધાર પરથી આપોઆપ આવી જતી હોય છે.ઘણી વાર તો આવું કોઈ બીજ હોય કે ન હોય તો પણ જાગૃતિ આવી પડતી હોય છે.જેની કોઈ કલ્પના જ ન હોય તેવું બારણું આપોઆપ ખુલી ગયેલું વર્તાય છે.આવો અનુભવ ઘણાંઓને થયેલો છે.સ્વપ્નમાં પણ ન ધાર્યું હોય તેમ અચાનક આવી જા્ગૃતિ ચિત્તમાં પગપેસારો કરી જાય છે.

           બધું જેમનું તેમ હોય, કોઈ નવી તક કે નવી ચીજ પ્રાપ્ત ન થઈ હોય છતાં; આવી ક્ષણે અચાનક બધું જ બદલાઈ ગયું હોય તેમ લાગે છે.કલ્પના અને સ્વપ્નથી દૂરના અગમ્ય ઊંડાણમાં; તલાતલ પાતાળના અંધારઘેર્યા સ્તરમાં કોઈ અશબ્દ, અગોચર, અશક્ય, અજાણ્યો પ્રકાશ પાંગરે છે.એક નવો હાઈવે કોઈ અગમ્ય ઘટનાને કારણે ખુલી જાય છે.અંતરમાં જાગેલી આ ચિનગારી માટે બીજું કોઈ પરિબળ કે પ્રાણીજગતની ચાર વૃત્તિઓ, પ્રેમ કે માનવ ચેતનાની ઉપરોક્ત ત્રણ ખાસિયતો જવાબદાર નથી હોતાં.આવી જાગૃતિ બીજ માનવચેતનામાં અસ્તિત્વ ધરાવતું હોય – એ જરૂરી નથી હોતું.તે તો સાવ સ્વયંભુ હોય છે.કોઈ પણ સમયે કે સ્થળે જાગૃતિ અચાનક આવી જતી હોય છે. જાણેકે આવી જાગૃતિ થઈ શકે તેવું માનવ ચિત્તમાં એક જાતનું પ્રોગ્રામીંગ હોય છે!

     કોઈ વૈજ્ઞાનિક તેની શોધમાં બધા પ્રયત્નો કરીને અસફળ રહ્યો હોય; આશાનું એક પણ કિરણ દેખાતું ન હોય; ત્યાં અચાનક કોઈ સ્પાર્ક તેને નવા સત્યની અનુભૂતિ કરાવી દે છે.વેદના અને ભગ્નતામાં (Depression) ગરકાવ માનવી ઘડીના છઠ્ઠા ભાગમાં બેઠો થઈ દોડવા માંડે છે; નવા ઉત્સાહથી નવપલ્લવિત બની જતો હોય છે.આવી જાગૃતિને આપણે કોઈ પરમ તત્વની કૃપાનું અવતરણ ગણાવી શકીએ. તે પ્રયત્નોથી, વિચારોથી, સ્વપ્નોથી સિદ્ધ થતી હોતી નથી.તે તો સ્વયંભૂ જ હોય છે.માણસના ચિત્તપ્રદેશમાં તેનું બીજ હોય કે ન પણ હોય; પણ વાલિયો લુંટારો આવી ચિનગારીના બળે રાતોરાત વાલ્મિકી મુનિ બની જાય છે.

          આવી જાગૃતિ ઈસુ ખ્રિસ્ત, મહમ્મદ કે ગૌતમ બુદ્ધને મળી જાય – તે જોઈ બધા તેવું દ્વાર તેમના જીવનમાં પણ ખુલી જાય, તે માટે હવાતિયાં મારવા લાગે છે.તેમના જેવી સાધના કરવા લાગી જાય છે.ગુરૂઓના ચરણ પૂજે છે.પણ તે પ્રયત્નોથી થોડી જ સાધ્ય હોય છે? તમે તે માટે કોઈ અભિપ્સા કે અપેક્ષા ન રાખી હોય; તેને પ્રાપ્ત કરવા કોઈ સાધના ન કરી હોય; તે ન હોવા માટે તમને કોઈ અધુરપ સતાવતો ન હોય; તો પણ એક અજાણ્યા અતિથીની જેમ તે આવીને ઊભી રહે છે. માનવ જીવનમાં આવી જાગૃતિને આપણે સ્વાભાવિક વૃત્તિ ન કહીએ; પણ તેનું

હોવાપણું હોય છે તો ખરું જ.તે પ્રયત્નસાધ્ય નથી હોતી.તે બની જાય છે.દરેકના જીવનમાં આવી ચિનગારી જેવી ઘટના ક્યારેક પ્રગટતી હોય છે – તેવો સામાન્ય અનુભવ છે

   અલબત્ત વૈજ્ઞાનિક કે અધ્યાત્મિક સાધકના જીવનમાં આવી ચિનગારી પ્રગટવાની શક્યતા વધારે હોય જ

    આવી ચિનગારી કોઈકના જીવનમાં વડવાનલ બનીને પથરાઈ જાય અને તેના પ્રતાપે સમાજ જીવનમાં એક પ્રચંડ આતશ જાગે અને તેમાં આમૂલ પરિવર્તન આવે તેમ બને; અથવા આવી ચિનગારી ઝરી જઈને ક્ષણાર્ધમાં બુઝાઈ જાય તેમ પણ બને.પણ આવી ચિનગારીઓ પ્રગટવાની ઘટના એ જીવનનું એક પરિમાણ જરુર હોય છે.

    કદાચ આવી જ કોઈ જાગૃતિની ચિનગારીએ માણસના પૂર્વજ એવા કોઈ પ્રાણીની ચેતનામાં વિચાર, અધુરપ અને સપન જગતની ચેતનાને જન્મ આપ્યો હશે; અને ઉત્ક્રાન્તિનું ચક્ર શરૂ થઈ ગયું હશે

        અને કદાચ એમ પણ બને કે, વિચારોની ભ્રમણામાં અટવાતા, અધુરપના ઘોર અંધારામા અથડાતા કૂટાતા, અને સપનાંઓની ભ્રામક માયાજાળમાં ગળાડૂબ માણસની ચૈતન્યસૃષ્ટિમાં આવી કોઈ જાગરૂકતા આકાર લે;  અને નુતન મહામાનવજાતિનું નિર્માણ થાય. અલબત્ત આ થકી નવી વિચારશક્તિ, નવી અધુરપ અને  નવાં સ્વપ્નો તો સર્જાય જ. પણ સાથે સાથે સતત રમમાણ રહેતી અને માત્ર આકસ્મિક જ ન હોય તેવી એક નવી જાગૃતિ માનવજીવનને એક નવું, અણદીઠ, અકલ્પ્ય, અને માનવેતર પરિમાણ પણ કદાચ બક્ષે.

      કદાચ એક નવા યુગાંતર (Paradigm) માં માનવચેતનાનો પ્રાદુર્ભાવ થાય

——————————————————-

    ‘બની આઝાદ‘આવી કોઈ વૈયક્તિક અને સામાજિક નવી જાગરૂકતાના પ્રાદુર્ભાવ માટેનો, એની અભિપ્સા માટેનો, એના સ્વપ્ન સેવવા માટેનો, એને માટે પ્રાર્થવાનો પ્રયાસ છે

       કદાચ, ક્યાંક, ક્યારેક, સમગ્ર માનવમાનસજગતમાં આવી ચિનગારી પ્રગટશે અને માનવજાતિ માટે નવા ચૈતસિક વિશ્વનું બારણું ફટ્ટાક દઈને ફટાબાર ખુલી જશે-એમ પણ બને…..

—————-

વધુ આવતા અંકમાં  ………

Advertisements

8 responses to “બની આઝાદ – માનવ વૃત્તિઓ ( સ્વપ્નો અને ઝબકાર)

 1. Chirag Patel ડિસેમ્બર 20, 2007 પર 9:19 એ એમ (am)

  દાદા, Holographic Universe – Michael Talbot મળે તો વાંચશો.

 2. Pragnaju Prafull Vyas ડિસેમ્બર 20, 2007 પર 2:32 પી એમ(pm)

  ‘ચાલો, આપણે આ નવી જાગરુકતાનો ખાલીપો અનુભવીએ અને તેનાં સપનાં જોવાની શરુઆત કરીએ. કદાચ, ક્યાંક, ક્યારેક, સમગ્ર માનવમાનસજગતમાં આવી ચીનગારી પ્રગટશે અને નવા ચૈતસીક વીશ્વનું બારણું ભટાક દઈને માનવજાતી માટે ફટાબાર ખુલી જશે. એમ પણ બને…..
  કુળ્ડલીનીને જાગૃત કરવાની પ્રક્રિયામાં વધુ સાવધાની, સતત પ્રવાસ, વધુ ગંભીરતા અને તીવ્ર અનુશાસનની આવશ્યકતા હોય છે.
  ચીનુભાઈ કહે છે તેમ
  એમજ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
  ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને
  સુરેશભાઈ કહે છે
  આપણું જીવન પહેલા જેવું નથી હવે,
  જાને કોઈ ખલીપો રમી રહ્યો આંગણમાં.
  સબંધોમાં ભળ્યો સ્વાર્થ અને,
  જાણે કોઈ ખાલીપો ભમી રહ્યો આંગણમાં.
  ક્યાં ગઈ સાલશતા અને ક્યાં ગયો સ્નેહ,
  જાણે સ્નેહનો સુરજ નમી રહ્યો આંગણમાં.
  દુઃખમાં હવે ક્યાં કોઈ સહભાગી થાય છે?
  સુખનો હોય પ્રસંગ દેખાય સૌ આંગણમાં
  લાગણી જેવું હવે ક્યાં અનુભવાય છે,
  જાણે સૌ પોતનો રાસ રમે આંગણમાં.

 3. mehta preeti ડિસેમ્બર 21, 2007 પર 12:21 એ એમ (am)

  આવી ચીનગારી કોકના જીવનમાં વડવાનલ બનીને પથરાઈ જાય અને તેના પ્રતાપે સમાજજીવનમાં એક પ્રચંડ આતશ જાગે અને તેમાં આમુલ પરીવર્તન આવે તેમ બને. અથવા આવી ચીનગારી ઝરી જઈને ક્ષણાર્ધમાં બુઝાઈ જય તેમ પણ બને. પણ આવી ચીનગારીઓ પ્રગટવાની ઘટના એ જીવનનું એક પરીમાણ જરુર હોય છે.

  ખરેખર દાદા આ સાચી વાત લખી છે…

 4. પ્રવિણ શ્રીમાળી ઓગસ્ટ 7, 2009 પર 10:42 પી એમ(pm)

  દાદા,
  તમારું મનન ખુબ જ મનનીય અને માર્મિક વિચારશીલ છે.
  જયારે કોઈપણ વસ્તું ને કે લક્ષ્ય ને પ્રાપ્ત કરવું હોય તો તે માટે આપણાં અંદરથી તેને મેળવવા માટેની પ્રબળ ઈચ્છા(Burning Desire) ઉત્પન્ન થવી જરૂરી છે. જે ઈચ્છાને યાદ કરતાં જ એકદમ ઊછળી(Exciting) જઈએ.

 5. aataawaani ફેબ્રુવારી 25, 2013 પર 8:54 પી એમ(pm)

  આવજ ચીન્ગારીઓની હું વાટજ જોઉં છું।

 6. Sharad Shah ફેબ્રુવારી 26, 2013 પર 6:48 એ એમ (am)

  મનની ચાર અવસ્થાઓ છે જે સ્વપ્ન, સુષુપ્તિ, જાગૃતિ અને તુરીય. મન કોઈ શરીરનુ અંગ નથી કે જેના ફોટા પાડી શકાય. પણ અનુભવી શકાય છે. આપણે જેને જાગૃતિ કહીએ છીએ તે સમયે મન સતત વિચારો કર્યા કરતું હોય છે. આપણે જ્યારે નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે મન સ્વપનની સ્થિતિમાં હોય છે જ્યાં ભાષા ઓછી અને પીક્ચર (ચિત્રો)વધુ હોય છે. ત્રીજી અવસ્થા છે સુષુપ્તિ જે અચેતન મનની અવસ્થા છે જેના બીજા નવભાગ છે અને મનોવિજ્ઞાનિકો બહુ બહુ તો બીજાકે ત્રીજા ભાગ સુધીનો અભ્યાસ કરી શકે છે. જેને તેઓ અનકોન્સિયસ માઈન્ડ કહે છે.જ્યારે યોગીઓ મનથી પાર સુધીની યાત્રા કરી શકે છે. ચોથી અવસ્થા છે જેને આલોકો તુરીય અવસ્થા કહે છે તે લગભગ પ્રતિબિંબ જેવી મનની સ્થિતિ છે જેમાં સાક્ષીભાવ સઘન બનતા મન આઈનાની માફક પ્રતિબિંબ પાડૅ છે જે સામે આવે તેનુ તેમાં પ્રતિબિંબ પડે.અહી રિએક્શન નથી રીસ્પોન્શ છે.
  ખાલીપાને અને સ્વપ્નને કે જાગૃતિ સાથે કોઈ સંબધ નથી એવી મારી સમજ છે.સ્વપ્નનો અને વિચારોનો જન્મ ખાલીપામાં નહી પરંતુ આપણે જે કાંઈ પાચ ઈન્દ્રિયો દ્વારા આહાર લઈએ છીએ તે આહારને પરિણામે પેદા થાય છે.એટલે કહે છે કે અન્ન તેવો ઓડકાર. જેમ ભોજન ચરબી બની સંગ્રહાય છે તેમ આ આહાર પણ સંસ્કાર બની સંગ્રહાય છે.
  સ્વપ્ન અને જાગૃતિના વળી વિભાજનો છે. જેમકે રાત્રી સ્વપ્ન અને દિવા સ્વપ્ન. કે જાગૃતિ અને અર્ધ જાગૃતિ કે તંદ્રાવસ્થા. પણ આ બધો મનના ગહન અભ્યાસનો વિષય છે અને તે કોઈ સતગુરુના ચરણમાં બેસીને જાણી સમજી અને અનુભવિ શકાય. નહીતો બહુ સંભાવના તો એવી છે કે ગેરમાર્ગે દોરાઈ જવાય.

 7. pushpa1959 નવેમ્બર 25, 2013 પર 11:16 એ એમ (am)

  che aa jagruti ane bhagvan goutam budhnu satya aachran vartmanmaj

 8. Pingback: અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: